લોકડાઉન સમયે અનેક જરૂરિયાત મંદ લોકોને ‘હેલ્પીંગ હેન્ડ્સ ફાઉન્ડેશન’ પૂરી પાડે છે અનેક સગવડો, વાંચો તમે પણ

અર્જૂન ગોવર્ધન દ્વારા સંચાલીત ‘હેલ્પીંગ હેન્ડ્સ ફાઉન્ડેશન’ સંસ્થા કોરોનાની મહામારી વચ્ચેપણ સમાજને અલગ દાખલો પૂરો પાડી રહી છે

2015માં માત્ર પાંચ મિત્રોના સંયુક્ત ઉમદા વિચારથી ‘હેલ્પીંગ હેન્ડ્સ ફાઉન્ડેશન’ નામની સેવાભાવી સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી. માત્ર પાંચ વર્ષના ટૂંકા સમયગાળામાં આ સંસ્થાએ 1800 કરતાં પણ વધારે સામાજીક પ્રવૃત્તિઓ કરીને અસંખ્ય જરૂરિયાત મંદ લોકોની સેવા કરી છે.

આ સંસ્થાના સમાજઉન્નતિનું લક્ષ ધરાવતા કાર્યોની આગેવાની અર્જૂન ગોવર્ધન નામના એક યુવાન કરી રહ્યા છે. તેઓ હાલ માત્ર 30 વર્ષના જ છે, આ ઉંમરે યુવાનો લેહ-લદાખની એડવેન્ચર ટૂઅર્સ પર જાય છે ત્યારે આ યુવાન માનવ સેવામાં ઓતપ્રોત જોવા મળી રહ્યો છે.

અર્જુન ગોવર્ધન બી.કોમ થયેલા છે ત્યાર બાદ તેમણે સ્ટ્રેટેજીક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં ડીપ્લોમાં કર્યું અને ત્યાર બાદ એમ કોમ અને માસ્ટર ઓફ હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટની ડીગ્રી મેળવી. 2015ની 22મી જુલાઈએ જ્યારે આ સંસ્થા શરૂ કરવામા ંઆવી હતી ત્યારે ગણતરીના સભ્યો તેમાં જોડાયા હતા આજે આ સેવાભાવીઓની સંખ્યા વધીને 500 ઉપર પહોંચી ગઈ છે.

હેલ્પીંગ હેન્ડ સંસ્થાના અર્જુન ગોવર્ધનને ગુજરાતમાં યુવાનો માટે પ્રેરણાસ્રોત માનવામાં આવે છે. આ સંસ્થાનું મુખ્યાલય બરોડા ખાતે આવેલું છે પણ તેઓ બરોડા ઉપરાંત સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં પોતાની સેવાઓ આપે છે. આ સંસ્થા જરૂરિયાત મંદ લોકો માટે કામ કરે છે ઉપરાંત તેઓ સ્ત્રી સશક્તિકરણ માટે કેમ્પેઇન પણ ચલાવે છે , તેમજ પર્યાવરણ માટે સ્વચ્છતા અભિયાન પણ ચલાવે છે.

અર્જુન ગોવર્ધને અત્યાર સુધીમાં 500 કરતાં પણ વધારે બાળકોને પોતાના શિક્ષણ અભિયાન દ્વારા શિક્ષણ પુરુ પાડ્યું છે અને 100 કરતા વધારે જરૂરિયાત મંદ કન્યાઓના ભણતર માટે ફી પણ ચૂકવી છે. આ ઉપરાંત નાનકડા બાળકોનું નાનપણ ન છીનવાય અને તેમને સામાન્ય બાળકોની જેમ આનંદ મળી રહે તે માટે આ ગૃપ દ્વારા બાળકોને રમકડાં પણ વહેંચવામાં આવે છે અને તેમને વિવિધ ગેમ્સ પણ રમાડવામાં આવે છે અને તેમને વસ્ત્રો પણ આપવામાં આવે છે.

આ સંસ્થા કોઈ પણ જાતની આપત્તિ તે પછી કૂદરતી હોય કે માનવસર્જિત હોય બન્ને સમયે સમાજની સેવા માટે તત્પર રહે છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી પ્રસરી ચૂકી છે જેમાંથી ભારત પણ બાકાત નથી. કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસનું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ધંધા-રોજગારને પણ માઠી અસર થઈ છે. અને તેના કારણે જે લોકો રોજ કામ કરીને રોજ કમાતા હતા તેમની સ્થિતિ કફોડી થઈ છે અને તેવા લોકો માટે આ સંસ્થા આશિર્વાદરૂપ સાબિત થઈ છે.

આ સંસ્થાના વોલેન્ટિયર્સ પોતાની ક્ષમતા પ્રમાણે ગુજરાતના શહેરોની ગલીઓ ગલીઓમાં ફરી ફરીને ભોજન વિતરણ કરી રહ્યા છે. કોઈ પોતાના એક્ટિવા પર ભોજન લઈ જઈને વહેંચે છે તો કોઈ પોતાની ગાડીમાં લઈ જઈને વહેંચે છે તો વળી સંસ્થાના કેટલાક સભ્યો મળીને ટેમ્પામાં મોટા મોટા તપેલામાં ભોજન લઈને જરૂરિયાત મંદોમાં વહેંચે છે. તો વળી ક્યાંક તૈયાર ફૂડ પેકેટ પણ વહેંચવામાં આવ્યા હતા.

માત્ર આટલું જ નહીં પણ આ સંસ્થાએ શાકભાજીના પાર્સલ પણ તૈયાર કરીને લોકોમાં વહેંચ્યા છે. તો વળી જ્યૂસ તેમજ અનાજ પણ આ સંસ્થાના વોલેન્ટીયર્સ દ્વારા વહેંચવામાં આવ્યા હતા. અને આ દરમિયાન તેમની બ્લડ ડોનેશનની શિબિર વિગેરે પણ ચાલુ જ છે. વડોદરાના જરૂરિયાત મંદ લોકો આ સંસ્થાને પોતાના સંકટ સમયની સાંકળ માને છે.

આ સંસ્થાએ માત્ર પાંચ વર્ષમાં પુષ્કળ સેવાકાર્યો કરીને લોકોમાં એક પ્રેરણા ઉભી કરી છે અને વિવિધ સમ્માનો દ્વારા આ સંસ્થાને અત્યાર સુધીમાં કેટલીએ વાર સમ્માનિત પણ કરવામાં આવી છે. સંસ્થાના મુખ્ય કાર્યકર્તા અર્જુૂન ગોવર્ધનને પોતાની સંસ્થાના સેવાભાવી કાર્યો માટે સીટી કા સીતારા અવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પણ આ સંસ્થાને મળેલા અવોર્ડ્સ પર એક નજર નાખીએ.

  • કૌશર્ય અવોર્ડ 2019 (બરોડા)
  • યુથ એચિવમેન્ટ અવોર્ડ 2017
  • યંગ કન્ટ્રીબ્યુટર્સ અવોર્ડ 2017
  • બેસ્ટ બ્લડ ડોનેશન અવોર્ડ 2017
  • યુથ ફોર સેવા અવોર્ડ 2018 (દીલ્હી)
  • સીટીકા સિતારા અવોર્ડ 2018 (બરોડા)
  • વોલેન્ટિયર હીરો અવોર્ડ 2018 (મુંબઈ)
  • વીએનએમ એન્વાયરનમેન્ટ એક્સેલન્સ અવોર્ડ 2018
  • સ્વર્ગ ઓલ્ડએજ હોમ અવોર્ડ 2019

આ ઉપરાંત પણ બીજા ઘણા બધા અવોર્ડ્સ આ સંસ્થાને અત્યારસુધીમાં મળી ચૂક્યા છે. આ સંસ્થા સાથે જોડાયેલા દરેક સભ્યનું એક જ લક્ષ છે કે તેઓ વધારે અને વધારે સામાજીક પ્રવૃત્તિઓ કરતા રહે પછી તે બાળકો માટે હોય, મહિલાઓ માટે હોય કે પછી વૃદ્ધો માટે હોય. કે પછી દેશ પર કોઈ સંકટનો સમય આવી ગયો હોય આ સંસ્થા હંમેશા સેવા કરવા માટે તત્પર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ