આઝાદી પહેલાના સમયથી વડોદરાના પેલેસમાં ઉજવાય છે ગણેશોત્સવ ! તો વળી મહેસાણામાં ગણપતિજીને આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર !

આમ તો ગણપતિ મહોત્સવ શિવાજી મહારાજના જમાનાથી ચાલતો આવ્યો છે પણ ધીમે ધીમે તેની ઉજવણી લુપ્ત થતી જઈ રહી હતી. પણ ગુલામીના સમયમાં અંગ્રેજોએ હીંદુ તહેવારો દરમિયાન લોકોના મેળવડાઓ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો તેના વિરોધમાં લોકમાન્ય તીલકે ગણેશ ઉત્સવ માનાવવાની આ વર્ષો જૂની પરંપરાને પુનર્જીવીત કરી હતી અને ત્યારથી તે અત્યાર સુધી આ ઉજવણી વધારે અને વધારે હીંદુઓ દ્વારા ઉજવાતી આવી છે. દર વર્ષે માત્ર મુંબઈમાં જ ડોઢ લાખ જેટલી ગણપતિની મૂર્તિઓનું ઉત્સવના અંતે વિસર્જન કરવામાં આવે છે.

અને આ જ પરંપરા આઝાદી પહેલાંથી વડેદરાના રાજમહેલમાં ચાલતી આવી છે. વડોદરામાં આવેલા લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ ચતુર્થીની ઉજણવી ધામધૂમથી કરવામાં આવે છે. અહીં દર ગણેશ ચતુર્થીએ પાલખીમાં ગણપતિજીની મૂર્તિતને શહેનાઈના સૂર રેલાવીને વધાવવામાં આવે છે અને મહેલમાં જ તેની પધરામણી કરવામાં આવે છે.

આ મૂર્તિની સ્થાપના પેલેસના દરબાર હોલમાં કરવામાં આવે છે. જેને દસ દિવસ માટે સ્થાપિત કરવામાં આવે છે અને નગરજનો માટે મૂર્તિના દર્શન ખુલ્લા મુકવામાં આવે છે. આ ગણેશોત્સવનો એક રાજવી ઇતિહાસ છે.

આઝાદી પહેલાં એટલે કે 1939માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઉત્સવની શરૂઆત કરી હતી જો કે તેમની આ ઉજવણીનો અંદાચ થોડો અલગ હતો. તેમણે કાશીમાંથી પંડીતોને બોલાવીને ગણપતિજીના સ્કેચ તૈયાર કરાવ્યા હતા એટલે કે સુંદર મજાના ચિત્રો દોરાવડાવ્યા હતા અને સાથે સાથે ગણેશજીની મૂર્તિઓ પણ બનાવડાવી હતી.

મહારાજા સયાજીરાવે મૂર્તિકાર પાસે સુંદર મજાની ચંદ્રાસૂરની વધની ગણપતિની મૂર્તિ બનાવડાવી હતી જે મહારાજાના મૃત્યુ બાદ પ્રતાપસિંહ રાવ ગાયકવાડે હટાવીને માટીની શાસ્ત્રોકવિધી અનુસાર નવી મૂર્તિ બનાવીને તેની સ્થાપના કરવામાં આવી હતી. આજે પણ આ જ કાશી પંડિતોના વડોદરામાં રહેતા વંશજો આવી જ મૂર્તિઓ બનાવે છે.

ગણેશ ચતુર્થીના દિવસે વડોદરાના દાંડિયા બજારમાંના મૂર્તિ બનાવનાર પરિવાર પાસેથી મૂર્તિની ખરીદી કરીને તેના શરણાઈના સૂર રેલાવીને પાલખીમાં સજ્જ કરીને મહેલમાં સ્વાગત કરવાં આવ્યું હતું. આ ગણપતિની મૂર્તિને હીરા તેમજ કીંમતી આભૂષણોથી સજ્જ કરવામાં આવે છે. અને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને તેમના કુટુંબ દ્વારા તેની આરતી કરવામા આવે છે અને તેની સ્થાપના તેમજ પુજા રાજગુરુ ધ્રુવવતદાસ પાસે કરાવવામાં આવે છે.

ગણપતિની સ્થાપના અહીંના એક ખાસ પાટલા પર કરવામાં આવે છે. કહેવાય છે કે આ પાટલો સવાસો વર્ષ જૂનો છે. જ્યારે ગાયકવાડ મહારાજાનુ શાસન હતું તે વખતે તો ખાસ હાથીની પાલખી શણગરીને, ઘોડાઓ શણગારીને તેમાં ગણપતિજીની મહેલમાં પધરામણી માટે તેડી લાવવામાં આવતા હતા. પણ છેલ્લા કેટલાક વર્ષથી તેને પાલખીમાં જ લાવવામાં આવે છે.

મહેસાણામાં વર્ષોથી ગણપતિજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે

મહેસાણા શહેરમાં પણ એક ગાયકવાડના જમાનાનું પૌરાણિક ગણપતિ મંદિર આવેલું છે. અને તે સમયથી અહીં ગણપતિજીને પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવાં આવે છે. મહેસાણાના ફુવારા ચોક વિસ્તારમાં આવેલા સિદ્ધિ વિનાયક મંદીરની આ વાત છે. અહીં સવારે પરંપરાગત ધોરણે પોલીસ દ્વારા ગણપતીજીને ગાર્ડ ઓફ ઓનર એટલે કે સલામી આપવામાં આવે છે.

અહીં દર વર્ષની જેમ આ વખતે પણ ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ગણેશ ચતુર્થીથી માંડીને પાંચ દિવસ સુધી આ ઉત્સવની ઉજણવી કરવામાં આવે છે. મંદીરની પુજા વિધીમાં શહેરના અગ્રણીઓએ હાજરી આપી હતી. અને આ વખતે ગાર્ડ ઓફ ઓનર મહિલા પોલીસ કર્મીઓ દ્વારા આપવામા આવ્યું હતું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ