વધેલા ભાતનાં ભજીયા – શું સવારના વધેલા ભાત તમારે ફેંકી દેવા પડે છે તો આજે શીખી લો આ ભજીયા નવીન લાગશે…

મિત્રો, ચોમાસા ની સીઝન પૂરબહારમાં ખીલી છે. અને આ સીઝનમાં ગરમા – ગરમ ભજીયા મળી જાય તો મજા પડી જાય છે. માટે જ આપણે ભજીયાની ઘણી વેરાયટીઓ જોઈ. મિત્રો તમે જ કહેશો ભજીયા તો ખુબ જ ખાઈ લીધા. હવે કઈક યુનિક રેસિપી બતાવો. તો આજે આપણે બનાવીશુ વધેલા ભાતના પકોડા.

મિત્રો ઘણી વાર એવું બને કે કોઈ પ્રસંગ હોય, વાર -તહેવાર કે પછી મહેમાન, જમણવારમાં ઘણી વાર રાંધેલા ભાત બચતા હોય છે. આ ભાત ફેંકી ના દેતા તેમાંથી ખુબ જ મજેદાર અવનવી ડીશીઝ બનાવી શકાય છે. તો આજે આપણે વધેલા ભાતમાંથી પકોડા બનાવીશુ. જે યુનિક,ખુબ જ ક્રિસ્પી અને ચટ્ટપટ્ટા બને છે. તો ચાલો બનાવીએ વધેલા ભાતના પકોડા.

સામગ્રીઃ


Ø 1 કપ રાંધેલા ભાત

Ø 1/2 કપ બાફેલી લીલી મકાઈ

Ø 1 ટે- સ્પૂન ટોસ્ટનો ભૂકો

Ø 1 ટે- સ્પૂન ચોખ્ખાનો લોટ

Ø 1 ટે- સ્પૂન કેપ્સિકમ

Ø 1 ટે- સ્પૂન લીલુ મરચું

Ø 1 ટે- સ્પૂન કોથમીર

Ø 1/2 ટે- સ્પૂન નમક

Ø 1/2 ટે- સ્પૂન ચાટ મસાલો

તૈયારીઃ

v મકાઈ બાફીને ખમણી લો.

v ટોસ્ટનો ભૂકો કરી લો.

v કેપ્સિકમ, મરચા અને કોથમીરને બારીક કાપી લો.

રીત :


1) સૌ પ્રથમ એક મોટા વાસણમાં રાંધેલા ભાત, બાફીને ખમણેલી મકાઈ, ટોસ્ટનો ભૂકો, ચોખ્ખાનો લોટ, કેપ્સિકમ, લીલું મરચું, કોથમીર, નમક, ચાટ મસાલો અને આમચૂર પાવડર નાખો. ચોખાનો લોટ નાખવાથી પકોડા એકદમ ક્રિસ્પી બને છે.


2) આ મિશ્રણને સરસ રીતે મિક્સ કરીને હાથથી મસળીને સ્મૂથ બેટર તૈયાર કરો.


3) આ પકોડા ટેમ્પટિંગ બનાવવા માટે તૈયાર થયેલા બેટરમાંથી થોડા ગોળ – ગોળ બોલ્સ તૈયાર કરો. બાકીના બેટરમાંથી રેગ્યુલર ભજીયા પાડીશું.

4) હવે આપણે તેલ મૂકીને પકોડા તળી લઈએ. પકોડા તળવા માટે મીડીયમ તેલ ગરમ કરો.ગોળ બોલ્સને હળવા હાથે ગરમ તેલમાં મૂકીને અપર લેયર બ્રાઉસ થાય ત્યાં સુધી તળો. આ રીતે બનાવેલા બોલ દેખાવમાં તો આકર્ષક છે. સાથે સ્વાદિષ્ટ પણ લાગે. હવે બચેલા બેટરમાંથી ભજીયાની જેમ જ પકોડા પાડી લો. ફેરવીને તળી લો. બ્રાવનીશ કલર આવે ત્યાં સુધી તળો.


5) તૈયાર છે ભાતના પકોડા જે અંદરથી સોફ્ટ તેમજ બહારથી એકદમ ક્રિસ્પી બને છે. તેમાં ઉમેરેલા ચાટ મસાલો અને આમચૂર પાવડર પકોડાને યુનિક ચટ્ટપટ્ટો ટેસ્ટ આપે છે.


મિત્રો, ચણાના લોટવાળા ભજીયા ખાઈને બોર થઈ ગયા છો, તો જરૃર ટ્રાય કરો વધેલા ભાતના ક્રિસ્પી પકોડા. પકોડા ગ્રીન ચટણી તેમજ મીઠી ચટણી સાથે ગરમા – ગરમ સર્વ કરો. વરસતા વરસાદ સાથે આ પકોડાને ગરમા – ગરમ ચા સાથે ખાવાની મજા જ કંઈક અનોખી હોય છે.

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા