મહારાષ્ટ્ર-તેલંગણામાં વરસાદનો હાહાકાર!અમુક લોકોના મોત અને ભારે નુકસાનની વકી
કર્ણાટકમાં વરસાદના કારણે 515 પશુઓએ જીવ ગુમાવ્યા, 4782થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તેલંગાણા અને મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે માઝા મૂકી છે. જેના કારણે લગભગ 77 લોકોના મોત થયું હોવાની જાણકારી મળી છે. એક અધિકૃત મહાતી અનુસાર ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ વિસ્તારમાં 11 લોકોના મોત થયા છે.

આ સાથે જ આ વિસ્તારોમાં પાકને પણ મોટું નુકસાન થયું છે. તેલંગાણા અને આંધ્ર પ્રદેશની સાથે ગુરૂવારે મહારાષ્ટ્રમાં પણ આભ ફાટયું હોય તેમ મુશળધાર વરસાદ ખાબક્યો હતો. હૈદરાબાદ પછી મુંબઈ, પૂણે સહિત મહારાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદે ભારે વિનાશ વેર્યો હતો. મહારાષ્ટ્રમાં નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન ખોરવાઈ ગયું હતું.

હવામાન વિભાગે મુંબઈ, દક્ષિણ ગુજરાત સહિત અરબી સમુદ્રના કાંઠા વિસ્તારોમાં શુક્રવારે પણ ભારે વરસાદની આગાહી કરતાં રેડ એલર્ટ જાહેર કરી છે. હૈદરાબાદમાં છેલ્લા કેટલાક દિવસથી મુશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. હૈદરાબાદ અને આજુબાજુના વિસ્તારોમાં વધુ 30 લોકોનાં મોત નીપજ્યાં હતાં. વરસાદના કારણે હૈદરાબાદમાં થયેલા નુકસાનની સમિક્ષા કરવા મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે બેઠક યોજી હતી. પ્રાથમિક અંદાજો ટાંકતા રાવે જણાવ્યું હતું કે મૂશળધાર વરસાદને કારણે રાજ્યને રૂ. 6,000 કરોડનું નુકસાન થયું છે.
રાહત માટે પીએમ પાસે માંગી મદદ

પ્રારંભિક અનુમાનના આધારે રાવે કહ્યું છે કે બુધવારે થયેલા ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતા લગભગ 5000 કરોડ રૂપિયાથી વધારેનું નુકસાન થયું છે. તેઓએ પીએમ મોદીને પત્ર લખીને રાહત અને પુર્નવાસના કાર્યો માટે તરત જ 1350 કરોડ રૂપિયા જાહેર કરવાનો આગ્રહ કર્યો છે.
સોલાપુર, સાંગલી અને પુનામાં 27 લોકોના થયા મોત

પશ્ચિમી મહારાષ્ટ્રના સોલાપુર, સાંગલી અને પુનામાં વરસાદના કારણે 27 લોકોના મોત થયા છે. અધિકારીઓએ બુધવારે 3 જિલ્લાના 20000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા હતા. આખી રાતના વરસાદના કારણે રાજધાની મુંબઈમાં પણ અનેક જગ્યાઓએ પાણી ભરાયા હતા. સોલાપુરમાં 14 મોત, સાંગલીમાં 9 મોત અને પુનામાં 4 લોકોના વરસાદી આફતના કારણે મોત થયા છે.
એક વ્યક્તિની નથી થઈ શકી શોધ

મળતી માહિતી અનુસાર સોલાપુરના પંઢરપુરમાં દિવાલ ધસી જવાથી 6 લોકોના મોત થયા છે. અન્ય લોકોના મોત વરસાદના કારણે થયા છે. અધિકારીનું કહેવું છે કે દૌંદ વિસ્તારનો એક વ્યક્તિ હજુ લાપતા છે. સાંગલીમાં 9 લોકોના મોત થયા છે.

અધિકારીએ જણાવ્યું છે કે પ્રારંભિક સૂચનાથી સોલાપુર, સાંગલી અને પુનાના લગભગ 20000 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સોલાપુરના અધિકારીના જણાવ્યા અનુસાર પંઢરપુરથી લગભગ 1650 લોકોને હટાવાયા છે. મદદ માટે જિલ્લામાં એનડીઆરએફની વધુ ટીમ બોલાવવામાં આવી છે.
હવામાન વિભાગે આપ્યું એલર્ટ

હવામાન વિભાગના અનુસાર પુનામાં બુધવારે 96 મિલિ. વરસાદ થયો છે. કોલ્હાપુરમાં 56 મિલિ. વરસાદ થયો છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિના કારણે પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે.ખેડૂતોની ફરી એક વાર પાયમાલ થયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય પ્રશાસન સેના, નૌસેના અને વાયુસેનાને હાઈ એલર્ટ પર રહેવાની સૂચના આપી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ