સાવધાન! વધારે પડતું મીઠું ખાવાથી થાય છે આ ગંભીર રોગો…

કોઈ પણ વસ્તુનો જરૂરતથી વધારે ઉપયોગ નુકસાનકારક છે. કેટલાંક લોકો ભોજનમાં વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરતા હોય છે જે સ્વાસ્થ માટે બહુ નુકસાનકારક છે. તેમજ વધારે મીઠાનું સેવન કરવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે. તેમજ ઘણા લોકોને વધારે મીઠું ખાવાની આદત હોય છે, જેને હકીકતમાં કુટેવ કહેવાય છે જેનાથી શરીરમાં અનેક પ્રકારની બીમારી થાય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે મીઠાનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે જેથી તેની ઉણપને લીધે સ્વાસ્થ પર ખરાબ અસર પડે છે. જે રીતે ભોજનમાં મીઠાની માત્રા વધારે કે ઓછી હોવાથી ખાવાનો સ્વાદ બગડી જાય છે, તેવી જ રીતે શરીરમાં તેની કમી કે વધારે પ્રમાણ હોવાથી સંતુલન ખરાબ થઈ જાય છે.

હાઈ બ્લડ પ્રેશર-

image source

મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઈડને વધારે માત્રામાં લેવાથી શરીરની ધમનીઓમાં રક્ત પ્રવાહ વધી જાય છે અને રક્ત પ્રવાહ વધવાથી હૃદય પર દબાણ ઉભું થાય છે. એટલાં માટે વધારે પ્રમાણમાં તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર તો વધે છે સાથે હાર્ટની સમસ્યા પણ વધે છે. જો બ્લજપ્રેશર કંટ્રોલમાં રાખવું હોય તો મીઠાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.

કિડની પર ખરાબ અસર થાય છે

વધારે પડતું મીઠું ખાવાથી કિડનીમાં કેલ્શિયમની માત્રા વધી જાય છે, જેનાથી કિડનીમાં પથરી એટલે કે સ્ટોન થવાનો ખતરો વધી જાય છે. જો તમે આ સમસ્યાથી બચવા માંગતા હોવ તો આજથી તમે ખાવામાં મીઠાનો ઉપયોગ ઓછો કરી નાંખો. તે સિવાય શરીરમાં સોડિયમની વધારે માત્રાથી પેટનું કેન્સર, અસ્થમા અને કિડની સંબંધિત બીમારોનો ખતરો વધી જાય છે. તેથી ભોજનમાં યોગ્ય પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવો જોઈએ.

ટાઈપ 2 ડાયાબિટીસ-

image source

મીઠામાં રહેલું સોડિયમછી ઇન્સ્યુલિન પ્રતિકાર પર ખરાબ અસર થાય છે, જેના કારણે ટાઈપ 2 ડાયાબિટીસની સમસ્યા થવાની સંભાવના વધી જાય છે.
શરીરમાં પાણી અટકી જાય છે-

વધારે પડતું મીઠાનું સેવન કરવાથી શરીરમાં પાણી અટકી રહે છે જેને વોટર રિટેન્શન કહેવામાં આવે છે. આ સમસ્યા થવાથી હાથ, પગ, અને ચહેરા પર સોજા આવી જાય છે.

ડિહાઈડ્રેશન અને ચરબી વધારે છે-

image source

શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યાનું કારણ મીઠાનો વધુ પડતો ઉપયોગ છે. એટલા માટે તેનું સંતુલન જાળવી રાખવા માટે વધારેમાં વધારે પાણી પીવું. તે સિવાય વધારે મીઠું ખાવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે અને મોટાપાની સમસ્યા ઉભી થાય છે. વજન ઓછું કરવું હોય તો મીઠાનો ઉપયોગ ઓછો કરવો.

અનિદ્રાની સમસ્યા-

image source

કેટલાક લોકો અનિદ્રાની બીમારીથી પીડાતા હોય છે તેમજ ઉંઘ નથી આવતી અથવા બહુ ઓછી ઉંઘ આવે છે. તેનું કારણ છે વઘારે પડતા મીઠાનો ઉપયોગ. ભોજનમાં વધારે પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી અનિદ્રાની બીમારી થાય છે. તેથી ઓછી માત્રામાં મીઠાનું સેવન કરવું.

ત્વચાની સમસ્યા-

image source

જરૂરીયાત કરતા વધારે પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી ત્વચાના રોગ થાય છે. તેનાથી તમારી ત્વચા પર ફોડકી કે લાલ ચાઠા પડી જાય છે. તેમજ સ્કીન પર ખીલની સમસ્યા વધી જાય છે, તેમજ વધુ પડતો મીઠાનો ઉપયોગ કરવાથી સ્કિનને પણ નુકસાન થાય છે. એટલા માટે યોગ્ય પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવો જોઈએ.

વાળ ખરવા લાગે છે

image source

અત્યારના આધુનિક સમયમાં યુવાવસ્થામાં જ માથાના વાળ ખરવા લાગે છે. ચિકિત્સકો અનુસાર મીઠાનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી માથામાં ટાલ પડી જાય છે. તેમજ વાળ ઉતરવા લાગે છે. તેથી મીઠાનો ઉપયોગ ઓછો કરવો.

શરદી થઈ જાય છે

વધારે પડતું મીઠું વારંવાર ખાવાથી શરદી થઈ જાય છે અને માથામાં દુખાવાની બીમારી પણ ઉદભવી શકે છે. જેથી હમેશા યોગ્ય પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતું મીઠું સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ