વધારે ગરમીને કારણે જો તમે પણ વધુ લીંબુ પાણી પીવો છો તો સાવધાન…

હાલ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. અને મોટાભાગના લોકો ગરમીમાં લીંબુ શરબત કે લીંબુ સોડા પીવાનું પસંદ કરતાં હોય છે. લીંબુમાં ઘણા વિટામીન અને મિનરલ્સ રહ્યા છે જે ગરમીમાં આપણને ઠંડકનો અહેસાસ કરાવે છે અને લીંબુ પીણું પીવાથી ફાયદા પણ એટલા જ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, અમુક વ્યક્તિએ લીંબુ પીણું ક્યારેય ના પીવું જોઈએ ? નહીતર એમને ફાયદાની જગ્યાએ નુકશાન થવાની સંભાવના વધી જાય છે. તો ચાલો આજે આ લેખમાં આપણે એ જાણીએ કે કોને લીંબુ પીણું ના પીવું જોઈએ.


લે લોકોને દાંતની પીડા સતાવી રહી હોય એ લોકોને – જો તમને દાંતની સમસ્યા સતાવી રહી હોય તો તમારે ક્યારેય કોઈપણ પ્રકારનું લીંબુ પીણું પીવું જોઈએ નહી. લીંબુ પીણાના સેવનથી તમારા દાંતની સમસ્યામાં વધારો થઈ શકે છે.

અલ્સરની બીમારીમાં – જે લોકોને પેટના અલ્સરની બીમારી છે તે લોકોએ લીંબુથી દૂર રહેવું જોઈએ.

યુરીનની પ્રોબ્લેમ – જે લોકોને યુરિનની કોઈપણ પ્રોબ્લેમ હોય એ લોકોએ લીંબુ પીણું ના પીવું જોઈએ. કેમકે તેના સેવનથી ઇન્ફેક્શન વધવાની શક્યતા રહે છે.


એસિડિટીની સમસ્યામાં – પહેલેથી જ લીંબુમાં એસીડનો ભાગ રહેલો હોવાથી જે લોકોને એસીડીટીની સમસ્યા હોય એ લોકોએ ક્યારેય લીંબુ પીણાનું સેવન ના કરવું જોઈએ.

વધારે પડતાં લીંબુ પીણાથી થતાં અન્ય નુકશાન : લીંબુનું Ph માપ 2 હોય છે.તે વધારે પડતું અમ્લીય હોય છે.એટલે તેનું વધારે સેવન કરવાથી ઘણી પ્રકારની આડઅસર થઈ શકે છે.


વધારે પ્રમાણમાં લીંબુપાણી પીવાથી દાંતને નુક્સાન પહોંચે છે.”નેશનલ ઈંસ્ટિટ્યુટ ઑફ ડેન્ટલ એન્ડ ક્રેનિફેશિયલ” સંશોધનમા પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, લીંબુપ‍ાણીથી દાંતને એટલું જ નુક્સાન પહોંચે છે જેટલુ કે સોફ્ટ ડ્રિંક્સથી.કારણ કે તેના વધારે અમ્લીય હોવાના કારણે દાંતને નબળા બનાવી દે છે.

લીંબુપાણીનાં વધારે પડતા સેવનથી અલ્સરની તકલીફ થઇ શકે છે.કારણ કે અમ્લીય જ્યૂસના કારણે અલ્સર થવાનાં ચાન્સ હોય છે. લીંબુપાણીનાં વધારે સેવનથી પોટેશિયમની ઉણપ પણ થઇ શકે છે.


વિટામીન સી શરીરમાં આયરનનાં અવશોષણની ક્રિયાને પ્રોત્સાહિત કરે છે.અને વધારે લીંબુપાણી પીવાથી વિટામીન સીનાં વધારે પ્રમાણથી લોહીમાં આયરનનું સ્તર ખૂબ વધુ વધી શકે છે.જેનાથી શરીરમાં આયરનનું પ્રમાણ વધારે થઇ શકે છે.

લીંબુમાં સિટ્રસ એસિડ સિવાય ઓક્સલેટનું પણ પૂરતું પ્રમાણ રહેલું હોય છે.અને તેના જ્યૂસનાં વધારે સેવનથી એ ક્રિસ્ટલનાં રૂપમાં શરીરમાં જમા થાય છે.જેના કારણે કિડનીમાં પથરી થવાનું જોખમ થઈ શકે છે.


લીંબુની અમ્લીયતાનાં કારણે હાડકા નબળા થઈ જાય છે.એવામાં પ્રયત્ન કરો કે લીંબુ પાણીનું નિયંત્રિત પ્રમાણમાં જ સેવન કરવું. વધારે લીંબુપાણી પીવાનાં કારણે એસિડિટી કે ગેસની તકલીફ વધી શકે છે.જેની અસર પાચનક્રિયા પર પણ પડે છે.