વડ અને પીપળામાં આવેલ મહાદેવ મંદિર શું તમે જાણો છો આ મંદિર વિષે?

ભારત દેશને મંદિરોનો દેશ કહેવામા આવે છે. ભારત દેશમાં અસંખ્ય મંદિરો આવેલા છે. તેમ છ્તા દરેક મંદિરનુ મહત્વ તેના ચમત્કારોના કારણે અલગ અલગ છે. આજે પણ આખા દેશમાં એવા ઘણા મંદિરો છે જે રોજ રોજ ચમત્કારો બતાવી લોકોની આસ્થાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે. તો ચાલો આજના આ લેખમાં આપણે એવા જ એક રહસ્યમયી મંદિર વિષે જાણીએ.


રહસ્યોથી ભરેલા આપણા દેશમાં ઘણા રહસ્યો છુપાયેલા છે,આ રહસ્યોની સામે વિજ્ઞાન પણ પોતાના ઘુટણ ટેકાવી દે છે. એવું જ એક અનોખુ મંદિર નિમાજગઢમાં સ્થિત છે, જે લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે. ભગવાન શિવનું આ અદભૂત મંદિર જગરામેશ્વરનસં નામથી પ્રસિદ્ધ છે. આ અદભૂત મંદિર વડ અને પીપળાનાં વૃક્ષ પર બનેલુ છે.જી હા, આ મંદિર વડ અને પીપળાનાં વૃક્ષ પર બનેલુ આ મંદિર લગભગ ૩૦૦ વર્ષ જુનું છે. લોકો અહી શિવજીનાં પૂજાપાઠ અને મનોકામનાઓની પૂર્તિ માટે આવે છે.


દક્ષિણ ભારતીય શૈલીથી બનેલ આ મંદિર શ્રધ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.અહી ભક્તોની ભીડ લાગેલી રહે છે,પણ શિવરાત્રીઆને શ્રાવણ માદમાં મંદિરમાં ભક્તોનું પુર ઉમટી પડે છે.પીપળા અને વડનાં અજબ સંજોગ પુરાતન મંદિર વડ અને પીપળાનાં વૃક્ષનાં મૂળ પર સ્થિત છે.એક જ જગ્યા પર વડ અને પીપળાનું હોવું પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે.બધા શ્રધ્ધાળુઓને દર્શન કરી અહી શાંતિનો અનુભવ કરે છે.

વડ અને પીપળાનાં વૃક્ષનાં થડથી થયુ છે આ મંદિરનું નિર્માણ


મંદિરને લઈને એક કહાણી પ્રચલિત છે,અહી એક પુજારી તપસ્યામાં લીન હતા. એ દરમિયાન તેમને ઉપરથી એક મંદિર પસાર થયાનો આભાસ થયો.પુજારીએ પોતાની તપસ્યાનાં બળ પર મંદિરને ત્યાં જ ઉતારી લીધુ અને જગરામ દુર્ગની પોળ પાસે સ્થાપિત કર્યુ.એવું માનવામાં આવે છે કે મંદિર વૃક્ષ પર ઉતારવામાં આવ્યુ હતુ. ત્યારબાદ વિ.સ.૧૭૬૫ માં આ મદિરમાં મહાદેવની મૂર્તિ સ્થાપિત કરી તેનુ નામ જગરામેશ્વર રાખ્યુ. મંદિરમાં શિવ પરિવારની સ્થાપના કરવામાં આવી.મંદિર લગભગ ૨૦ થી ૨૫ ફૂટની ઉંચાઈ પર છે.મંદિરમાં જવા માટે પગથીયા બનેલા છે.આખા મંદિરનું નિર્માણ બન્ને વૃક્ષનાં થડ પર કરવામાં આવ્યુ છે.વૃક્ષની શાખાઓ મંદિરની ચારે બાજુ લપેટાયેલી છે.

અહિયાં આપેલ વિડીઓમાં તમે જાતે જ એ મંદિર જોઈ શકો છો, વિશ્વાસ થઇ ગયો કે કશું જ અશક્ય નથી.