વેક્સિંગ અને થ્રેડીંગ નહિં, પણ અપનાવો આ ઘરેલું ઉપાયો અને ચહેરા પરના અણગમતા વાળને કહી દો BYE-BYE

મહિલાઓ ચહેરાના અનિચ્છનીય વાળ દૂર કરવા માટે પાર્લરમાં વેક્સિંગ, થ્રેડીંગ અને શેવિંગ જેવી પદ્ધતિઓ અપનાવે છે. મહિલાઓને આ ટ્રીટમેન્ટ અપનાવીને તીવ્ર પીડા સહન કરવી પડે છે. વળી, આ વસ્તુઓ નિયમિત કરવાથી તમારી ત્વચા કાળી પણ થાય છે. આને અવગણવા માટે, મોટાભાગની મહિલાઓ કુદરતી પદ્ધતિ અપનાવવા માંગે છે જેનાથી ચહેરાના અનિચ્છનીય વાળ દૂર થઈ શકે છે અને આવી મુશ્કેલીઓથી પણ બચી શકાય છે. જો તમે પણ ચેહરા પરના આ વાળને દૂર કરવા માટે ઘરેલુ ઉપાય શોધી રહ્યા છો, તો અમે તમને આ વિશે એકદમ સરળ અને ફાયદાકારક ઉપાય જણાવીશું. જેના ઉપયોગથી તમે સરળતાથી અનિચ્છનીય વાળથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ તે કુદરતી ઉપાયો વિશે.

કોર્ન સ્ટાર્ચ અને ઇંડાનો સફેદ ભાગ

image source

આ માસ્ક ચહેરાના અનિચ્છનીય વાળ સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે. આ માટે ઇંડાના સફેદ ભાગમાં કોર્ન સ્ટાર્ચ અને થોડી ખાંડ મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો. જો તમારી ત્વચા પર ખીલ છે, તો આ માસ્ક લગાવવો જોઇએ નહીં કારણ કે ઇંડામાં રહેલું વિટામિન એ તમારી ખીલવાળી ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોર્ન સ્ટાર્ચ અને ખાંડ તમારી ત્વચાને મોઇસ્ચરાઇઝ કરે છે. આ સિવાય આ માસ્ક ત્વચાને એક્ઝોલી કરે છે અને બ્લેકહેડ્સ દૂર કરવાનું કામ કરે છે.

નારંગીની છાલ અને લીંબુની છાલ

image source

આ બંને ખાટા ફળોમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબાયલ ગુણ હોય છે જે ખીલ અને ત્વચાના કાળા ડાઘોને દૂર કરવા માટે કામ કરે છે. તે એક કુદરતી બ્લીચિંગ એજન્ટ છે જે તમારા ચહેરાના વાળ દૂર કરવામાં મદદ કરે છે. ચહેરાના અનિચ્છનીય વાળ દૂર કરવા માટે નારંગીની છાલ, લીંબુની છાલ, ઓટમીલ, બદામ અથવા ઓલિવ તેલ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ માસ્ક તમારા ચેહરાને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરશે અને ક્લીનઝિંગ માસ્કની જેમ કાર્ય કરશે.

ટી-ટ્રી તેલ અને લવંડર તેલ

image source

વેક્સિંગને બાય-બાય કહો. આ માટે ટી ટ્રી ઓઇલ તમારી ત્વચાને સ્વસ્થ અને ગ્લોઈંગ રાખવામાં મદદ કરે છે. સાથે વૃદ્ધત્વના લક્ષણો પણ ઘટાડે છે. આ માટે ચેહરા પર લવંડર તેલ અને ટી ટ્રી ઓઇલની માલિશ કરો. જો તમને ખંજવાળની ​​સમસ્યા આવી રહી છે, તો પછી મિશ્રણમાં કોટન બોલ નાખો અને તેને તમારા ચહેરાના વાળ પર લગાવો.

દહીં

image source

ચેહરા પરના વાળ દૂર કરવા માટે એક ચમચી મધમાં દહીં મિક્સ કરો અને તેને 15 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે થોડી ખાંડ લો અને તે ખાંડ આ મિક્ષણ પર હળવા હાથથી ઘસો. ત્યારબાદ ચહેરો ધોયા પછી ટોનર અથવા મોઇશ્ચરાઇઝર લગાવો.

મકાઈનો લોટ અને ખાંડ

image source

મકાઈનો લોટ, એક ચમચી ખાંડ અને ઇંડા મિક્સ કરીને એક જાડી પેસ્ટ બનાવો. ત્યારબાદ આ મિક્ષણ ચહેરા પર 15 મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ તમારો ચેહરો ધોઈ લો. સારા પરિણામ માટે અઠવાડિયામાં બે કે ત્રણ વાર આ મિક્ષણ લગાવો.

પપૈયા અને હળદર પાવડર

image source

તમે પપૈયા અને હળદર પાવડરની મદદથી પણ તમારા ચેહરાના વાળ દૂર કરી શકો છો. આ માટે બે ચમચી કાચા પપૈયાની પેસ્ટ અને અડધી ચમચી હળદર પાવડર લો. હવે આની એક પેસ્ટ બનાવો. ત્યારબાદ હવે ચેહરા પર જ્યાં પણ વાળ હોય ત્યાં આ મિશ્રણ તમારા લગાવો .હવે આ મિક્ષણથી 15 થી 20 મિનિટ સુધી તમારા ચેહરાની મસાજ કરો. ત્યારબાદ તમારો ચેહરો પાણીથી ધોઈ લો. ચહેરાના વાળ દૂર કરવા માટે તમે આ મિશ્રણ અઠવાડિયામાં એક કે બે વાર લગાવી શકો છો. ચહેરાના વાળ દૂર કરવા માટે ઘરેલુ ઉપાય તરીકે કાચા પપૈયાનો ઉપયોગ પણ કરી શકાય છે. એક સંશોધન જણાવાયું છે કે પપૈયામાં મળેલ પપાઇન હિર્સુટિઝમની સારવારમાં ફાયદાકારક હોઈ શકે છે. પેપિન વાળના ફોલિકલ્સને વિસ્તૃત કરે છે, જેના કારણે વાળ બહાર આવે છે અને અનિચ્છનીય વાળથી છુટકારો મળે છે. એવી જ રીતે હળદરમાંએન્ટિઇંફ્લેમેટરી, એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે, જે ત્વચાને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદગાર થઈ શકે છે.

પપૈયા અને એલોવેરા જેલ

image source

બે ચમચી પપૈયાના પલ્પ, અડધી ચમચી હળદર અને ત્રણ ચમચી એલોવેરા જેલ. આ ત્રણેય ઘટકોને એક બાઉલમાં મિક્સ કરો. હવે તેને ચેહરા પર લગાવો અને તેને લગભગ 15-20 મિનિટ સુધી સૂકવવા દો. જ્યારે પેસ્ટ સારી રીતે સુકાઈ જાય છે, ત્યારે વાળની વૃદ્ધિની વિરુદ્ધ દિશામાં તેને ઘસવું. આ પછી થોડું એલોવેરા જેલ લગાવો અને તેને 10 મિનિટ રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો સારી રીતે ધોઈ લો.

મધ અને લીંબુનો રસ

image source

ચાર ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને કોટનની મદદથી ચહેરા પર લગાવો. તેને 10 મિનિટ માટે રહેવા દો અને પછી તમારો ચેહરો ધોઈ લો. શ્રેષ્ઠ પરિણામો માટે તમે અઠવાડિયામાં બે વાર આ ઉપાય અજમાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત