જાણી લો વેક્સિન બાદ શરીર ચુંબકીય બનવા પાછળ કયા કારણો છે જવાબદાર,

દેશમાં જેમ જેમ રસીકરણ અભિયાન તેજ થઈ રહ્યું છે તેમ તેમ રસીને લઈને અને રસી લીધા બાદની ચિત્ર વિચિત્ર વાર્તાઓ પણ સામે આવી રહી છે. થોડા સમય પહેલા એવી વાત સામે આવી હતી કે જેમાં રસી લેવાને લઈને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાયેલી જોવા મળી હતી. જ્યારે હવે ન માત્ર ગુજરાતમાંથી પરંતુ દેશભરમાંથી એવી ઘટનાઓ સામે આવવા લાગી છે કે જેમાં રસી લીધા બાદ લોકોએ દાવો કર્યો છે કે તેમના શરીરમાં ચુંબકીય શક્તિ આવી છે.

image source

રસી લઈ ચુકેલા લોકોના શરીરમાં ચુંબક જેવી શક્તિ આવ્યાના દાવા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી, ગુજરાતમાંથી અને મહારાષ્ટ્ર, રાજસ્થાનમાંથી પણ નોંધાયા છે જેમાં લોકોના શરીર સાથે સિક્કા, ચમચા. ચમચી ચોંટી જતા હોય છે. આ પ્રકારની વાતનો ફક્ત દાવો કરવામાં આવ્યો હોય તેવું પણ નથી. આવી ઘટનાના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાયા છે.

image source

જેમ સોશિયલ મીડિયામાં આગની જેમ આ વીડિયો અને લોકોના દાવા ફેલાયા છે તેમ હવે નિષ્ણાંતો પણ આ અંગે પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. નિષ્ણાંતો જણાવે છે કે રસી લેવાથી શરીરમાં ચુંબકીય તત્વ વધી જાય અને વસ્તુ શરીરને ચોંટવા લાગે તે વાત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અસંભવ છે. તેમાં વિશ્વાસ કરવો જોઈએ નહીં અને લોકોએ રસી લેવાનો આગ્રહ રાખવો જ જોઈએ.

image source

આ વાત અંગે પોતાનો મત વ્યક્ત કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વડા ડો.યોગેશ જોગસણે પણ જણાવ્યું હતું કે આવી ઘટના જે ઠેર ઠેરથી સામે આવવા લાગી છે તેના માટે કોરોનાની રસી જવાબદાર છે તે વાત અશક્ય છે. આ સાથે તેમણે એક વાત એવી પણ કરી હતી કે વ્યક્તિના મનની શક્તિ અમાપ હોય છે. ઘણા માનસશાસ્ત્રીઓનું એવું પણ કહેવું છે કે મન સર્વશક્તિમાન છે અને તે ધારે એવા ફેરફાર શરીર પર થઈ શકે છે.

image source

મનની શક્તિને ઉજાગર અમેરિકન મનોવૈજ્ઞાનિકોએ કરી હતી. તેમણે એક પ્રયોગ કર્યો હતો જેમાં એક કેદીને ફાંસીની સજા કરવામાં આવી હતી. મનોવૈજ્ઞાનિકોએ તે કેદીને કહ્યું કે તેના ભોજનમાં ઝેર ભેળવી દેવામાં આવ્યું હતું અને હવે તે મરી જશે. જો કે કેદીના ભોજનમાં ઝેર ન હતું. પરંતુ તેમ છતાં તેની થોડીવાર બાદ કેદી મૃત્યુ પામ્યો. જ્યારે તેનું પીએમ કરવામાં આવ્યું તો સામે આવ્યું કે તેના શરીરમાં ઝેર મળ્યું. આ પ્રયોગ પરથી સાબિત થયું કે મન ધારે તે શરીરમાં કરી શકે છે.

image source

જો કે રસી લઈ ચુકેલા અનેક લોકોમાંથી ભારતના અમુક વિસ્તારોમાંથી એવા કેસ સામે આવી રહ્યા છે જેમાં લોકોના શરીર પર ધાતુની વસ્તુઓ સહિત રીમોટ જેવી વસ્તુઓ ચોંટી જાય છે. આ વાતને સાવ ખોટી ગણાવી વિજ્ઞાનજાથાના ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું હતું કે રસી લીધા પછી શરીર ચુંબક જેવું થઈ જાય તે વાત લોકોને ગેરમાર્ગે દોરનારી છે. આવું થવાનું કારણ કોરોનાની રસી નથી પરંતુ આમ પૃષ્ઠતાણના નિયમના કારણે થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong