જલ્સા કરોને જેંતીલાલ

રસી લેવા સામેથી ના જવું હોય તો વાંચી લો ફટાફટ આ માહિતી અને જાણી લો આ પ્રોસેસ, તમારે ત્યાં આવીને આપી જશે રસી

દેશમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે વેક્સિનેશન પણ ગતિ પકડી રહ્યું છે. દેશમાં દરરોજ સરેરાશ 30 લાખથી વધુ લોકોને વેક્સિન લગાવાઈ રહી છે. હાલ દેશમાં 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી લગાવવામાં આવી રહી છે. આ શ્રેણીમાં સરકારે 11 એપ્રિલથી સરકારી અને ખાનગી ઓફિસોમાં પણ વેક્સિન લગાવવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રએ તેના માટે રાજ્યોને તૈયારી કરવા કહ્યું છે. નોડલ અધિકારીએ કંપનીની પૂરેપૂરી જાણકારી સાથે કો-વિન પોર્ટલ પર કર્મચારીનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે 11 એપ્રિલે રવિવાર છે અને એ દિવસે ઓફિસોમાં રજા રહે છે, તેથી રસીકરણ સોમવારથી શરૂ થશે.

image soucre

વર્કપ્લેસ પર શરૂ થનારા વેક્સિનેશન કેમ્પમાં કયા લોકોને રસી લગાવાશે? શું દરેક સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં આ કેમ્પ લાગશે? ઓફિસના કયા કર્મચારીઓને વેક્સિન લગાવાશે? ઓફિસમાં કઈ વેક્સિન લગાવાશે? જે લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ લાગી ચૂક્યો છે, શું તેઓ બીજો ડોઝ ઓફિસમાં જ લગાવી શકે છે? આવો જાણીએ…

શું તમામ સરકારી અને ખાનગી ઓફિસમાં વેક્સિન લગાવાશે?

image source

ના. એવી ઓફિસો કે જ્યાં ઓછામાં ઓછા 100 એવા કર્મચારી હશે જેઓ વેક્સિન લગાવવા માટે યોગ્ય અને ઈચ્છુક હશે, ત્યાં જ વેક્સિન લગાવાશે. આ સાથે જ એવી દરેક ઓફિસની આસપાસ સરકારી કે ખાનગી રસીકરણ કેન્દ્ર પણ હોવું જોઈએ જેથી કોઈ ઈમર્જન્સીની સ્થિતિમાં ત્યાંથી મદદ લઈ શકાય. ઓફિસના ટીકાકરણ કેન્દ્રોને આ સરકારી કે ખાનગી રસીકરણ કેન્દ્રની સાથે લિન્ક કરવામાં આવશે. સરકારી ઓફિસને સરકારી રસીકરણ કેન્દ્ર અને પ્રાઈવેટ ઓફિસને પ્રાઈવેટ રસીકરણ કેન્દ્રની સાથે લિન્ક કરવામાં આવશે.

કેટલા લોકો વેક્સિન લગાવવા માટે યોગ્ય છે, એ કેવી રીતે ખબર પડશે?

image source

હાલમાં 45 વર્ષ કે તેનાથી વધુ વયના લોકોને રસી લગાવાઈ રહી છે. આ જ નિયમ ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓ પર પણ લાગુ થશે. જો તમારો જન્મ 1 જાન્યુઆરી 1977 અગાઉ થયો છે તો તમે વેક્સિન લગાવવાને પાત્ર છો. એટલે કે કોઈ ઓફિસમાં 100 કર્મચારીઓની વય 45 વર્ષ કે તેનાથી વધુ છે તો ત્યાં વેક્સિન કેમ્પ લગાવી શકાય છે. અન્ય એક વાત, કોઈપણ ઓફિસમાં કર્મચારીઓ ઉપરાંત અન્ય કોઈને રસી આપવામાં નહીં આવે. એટલે કે કર્મચારીઓનાં માતાપિતા કે ઘરના અન્ય કોઈ સભ્યને રસી નહીં લગાવાય.

image source

મારી ઓફિસમાં કેમ્પ લાગશે અને હું રસી લગાવવા માગું છું તો મારે શું કરવાનું રહેશે? જો તમે 45 વર્ષ કે તેનાથી વધુ વયના છો તો તમારે કો-વિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તે આપ ખુદ કરી શકોછો. અથવા તો પછી એ માટે ઓફિસ દ્વારા પસંદ કરાયેલા નોડલ અધિકારીની મદદ લઈ શકો છો.

image source

વેક્સિનનો એક ડોઝ અગાઉ જ લીધો છે તો શું બીજો ડોઝ ઓફિસમાં લઈ શકો છો? જો ઓફિસના કોઈ કર્મચારીએ અગાઉ વેક્સિનનો એક ડોઝ લઈ લીધો છે તેમને પણ વેક્સિન લગાવી શકાશે પણ શરત એ છે કે પ્રથમ ડોઝ અને ઓફિસમાં અપાનારો ડોઝ એક જ હોય. ઉદાહરણ માટે જો તમને પ્રથમ ડોઝ કોવેક્સિનનો અપાયો છે અને તમારી ઓફિસમાં પણ કોવેક્સિનનો ડોઝ જ અપાઈ રહ્યો છે તો તમે બીજો ડોઝ ઓફિસમાં લાગેલા કેમ્પમાં લઈ શકો છો. જો એવું નથી તો તમારે બીજો ડોઝ પણ બહાર જ લગાવવાનો રહેશે.

સરકારના આ નિર્ણયની રસીકરણ અભિયાન પર શું અસર થશે?

image source

રસીકરણ નિષ્ણાત ડોક્ટર ચંદ્રકાંત લહારિયા કહે છે કે તેનાથી વેક્સિનેશનની ગતિ વધશે. તેમાં સરકાર અને લોકો એમ બંનેનો ફાયદો છે. લોકોને રસીકરણ માટે બીજી જગ્યાએ જવું નહીં પડે. કેમકે આ લોકો નોકરિયાત લોકો છે તેથી તેમની પાસે સમયનો અભાવ રહે છે. એવામાં ઓફિસમાં જ વેક્સિન મળવાથી સરળતા રહેશે. રસીકરણ કેન્દ્ર પર ભીડના કારણે જે લોકો રસી લેતા અચકાય છે, એ લોકો માટે આ રાહતભર્યો નિર્ણય છે. પરંતુ અહીં પૂરતી સાવધાની રાખવી જરૂરી છે. રસીકરણ માટે જરૂરી કોલ્ડ ચેઈન જેવા તમામ પાસાઓને ધ્યાનમાં રાખવા જોઈએ.

ઓફિસમાં કેમ્પ લગાવવા માટે શું કરવાનું રહેશે?

image source

ઓફિસના એક સિનિયર કર્મચારીને નોડલ અધિકારી બનાવવાના રહેશે. તેમનું કામ જિલ્લા આરોગ્ય અધિકારી કે નજીકના રસીકરણ કેન્દ્ર સાથે વાતચીત કરીને વેક્સિનેશનની સમગ્ર વ્યવસ્થા કરવાનું રહેશે.

નોડલ અધિકારીએ કંપનીની પૂરેપૂરી જાણકારી સાથે કો-વિન પોર્ટલ પર કર્મચારીનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેના પછી સંબંધિત અધિકારી વેક્સિનેશનની વ્યવસ્થા કરાવશે.

ઓફિસમાં આ માટે શું-શું વ્યવસ્થા કરવાની રહેશે?

image source

ઓફિસમાં આ માટે 3 અલગ-અલગ રૂમ બનાવવાના રહેશે. પ્રથમ રૂમ વેઈટિંગ, બીજો વેક્સિનેશન અને ત્રીજો દેખરેખ માટેનો હશે. આ માટે હંગામી વ્યવસ્થા પણ કરી શકાય છે અથવા ઓફિસમાં અગાઉથી રહેલી જગ્યાનો ઉપયોગ પણ કરી શકાય છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા તમામ જરૂરી નિયમોનું પાલન પણ કરાવવાનું રહેશે.

આ રોગોથી પીડિત પણ લગાવી શકશે રસી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version