રસીકરણની પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, કેન્દ્ર સરકારે બધી જ ખાનગી હોસ્પિટલને કોરોના રસી આપવાની આપી મંજૂરી

દેશમા કોરોનોની રસીકરણની પ્રક્રિયા હવે શરૂ થઇ ચુકી છે, એક પછી એક પગથીયા સફળતા સાથે પાર થઇ રહ્યા છે. ભારતમાં 16 જાન્યુઆરીથી કોવિડ-19ની રસીકરણ કામગીરી શરૂ થઇ ગઇ હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિકતાના ધોરણે સૌથી પહેલા ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓને રસી આપી દીધીએટલે કે નક્કી થયેલા પ્રૉટોકૉલ પ્રમાણે સૌથી પહેલા કોવિડ-19ની રસી હેલ્થકેર કર્મચારીઓને એટલે કે ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ તથા આરોગ્ય સેવા સાથે સંકળાયેલા લોકોને આપી દીધી. તમામ સરકારી અને ખાનગી હૉસ્પિટલોને ભેગી કરીને આ આંકડો ૮૦ લાખથી એક કરોડનો અંદાજ હતો. ત્યારપછી લગભગ બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સ એટલે કે રાજ્યના પોલીસ કર્મચારીઓ, અર્ધલશ્કરી દળો, સેના, સેનિટાઈઝેશન કામદારોને રસી આપવામાં આવી અને પછી હાલમાં ૫૦ વર્ષથી વધારે ઉંમરના લોકો અને પહેલેથી કોઈ બીમારીનો સામનો કરતા હોય તેવા ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. ભારતમાં આવા લોકોની સંખ્યા ૨૭ કરોડ જેટલી છે.

image source

આ દરમિયાન કોવિડ-19નું સંક્રમણ વધારે હોય તેવાં ક્ષેત્રોને પ્રાથમિકતા અપાઇ હતી, હવે તાજેતરમા રસી સામાન્ય લોકોનો વારો શરૂ થઇ ચુક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ દેશમાં રસીકરણ ઝુંબેશને વેગ મળ્યો છે. બીજા તબક્કામાં ૫૦ લાખથી વધુ લોકોએ કો-વિન પોર્ટલ પર રસી બે દિવસમાં આપવામા આવી છે. રસીકરણ અભિયાનને વધુ વેગ આપવા માટે સરકારે નિયત માપદંડને અનુસરીને તમામ ખાનગી હોસ્પિટલોને રસી આપવાની મંજૂરી આપી છે. સોમવારે શરૂ થતા બીજા તબક્કામાં, ૬૦ વર્ષથી ઉપરના લોકો અને ગંભીર રોગોથી પીડાતા ૪૫ વર્ષથી ઉપરના લોકોને એન્ટી કોરોના રસી આપવામાં આવી રહી છે.

image source

મંત્રાલયે રાજ્ય અને કેન્દ્ર સરકારને ત્રણ આરોગ્ય યોજનાઓની આ પેનલમાં શામેલ ખાનગી હોસ્પિટલોની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવા અને રસીકરણ અભિયાનમાં નિર્ધારિત માપદંડોનું પાલન કરવા જણાવ્યું છે. આ યોજનાઓમાં આયુષ્માન ભારત, વડાપ્રધાન જન આરોગ્ય યોજના (એબી-પીએમજેવાય), કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (સીજીએચએસ) અને રાજ્ય આરોગ્ય વીમા યોજનાનો સમાવેશ થાય છે. હજી સુધી, રસીકરણ અભિયાનમાં 26,000 થી 27000 હોસ્પિટલોનો સમાવેશ કરાયો છે, જેમાં 12,500 ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોનો સમાવેશ થાય છે.

image source

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને રસી એડમિનિસ્ટ્રેશનના અધ્યક્ષ ડો.આર.એસ.શર્માએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, આચાર્ય સચિવો અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવો સાથે વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા આને લગતી માહિતી શેર કરેલ, જેમા રાજ્યોને પણ રસી સંગ્રહિત ન કરવા જણાવ્યું હતું, કેમ કે રસીની દેશમા કોઈ અછત નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, મંગળવારે સાંજે સાત વાગ્યા સુધી રસીના કુલ એક કરોડ ૫૪૬૧૮૫૪ ડોઝ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. આમાં પ્રથમ ડોઝ લેત ૬૭૩૨૯૪૪ અને બીજા ડોઝ લેતા ૨૬૮૫૬૬૫ આરોગ્ય કર્મીઓ છે. પ્રથમ ડોઝ લેતા ૫૫,૪૭,૪૨૬ અને બીજા ડોઝ લેનારા ૮૨૬ ફ્રન્ટલાઈન કામદારોનો સમાવેશ થાય છે.

image source

આ ઉપરાંત 6૦ વર્ષથી વધુ વયના ૪૩૪૯૮૧ લાભાર્થીઓ અને ૪૫ વર્ષથી વધુની ઉમરના ૬૦૦૨૦ લોકો જે વધારે અસરગ્રસ્ત હતા તેનો સમાવેશ કરવામા આવ્યો છે. મંગળવારે કુલ ૬૦૯૮૪૫ લોકોને રસી આપવામાં આવી હતી. તેમાંથી ૫,૨૧,૧૦૧ને પ્રથમ ડોઝ અને ૮૮૭૪૪ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આર.એસ.શર્માએ કહ્યું કે, સોમવારે સવારે બીજા તબક્કાની નોંધણી શરૂ થઈ ચૂકી છે અને ત્યારથી ૫૦ લાખથી વધુ લોકોએ કો-વિન પોર્ટલ પર નોંધણી કરાવી છે. તેમણે કહ્યું કે આ નોંધણી હજુ પણ ઘણી વધારે થઇ શકે છે, કારણ કે એક મોબાઇલ નંબરથી ચાર રજિસ્ટ્રેશન કરવાની મંજૂરી આપવામાં આવી છે એટલે કે, નોંધણીના ડેટાની ગણતરી માત્ર મોબાઇલ નંબરના આધારે કરવામાં આવી રહી છે.

image source

આ મુદ્દે રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી માત્ર સવારના નવથી સાંજના પાંચ વાગ્યા સુધી જ રસીકરણની મંજૂરી આપવામાં આવી હતી. હવે આ સમય મર્યાદા વધારી દેવામા આવી છે. આ સિવાય, તેમણે કહ્યું હતુ કે, જો હોસ્પિટલોમાં દરેક પ્રકારની પૂરતી વ્યવસ્થા હોય તો તેઓ રાજ્ય સરકારની સલાહથી સાંજે પાંચ વાગ્યા પછી પણ રસી આપી શકે છે. તેમણે વધારે માહિતી આપી હતી કે, આરોગ્ય સેતુ જેવા પ્લેટફોર્મ દ્વારા રસી મેળવવા માટે નોંધણી અને સ્લોટ બુકિંગ કરી શકાય છે. આ માટે કો-વિનમાં ડેટાની પૂરતી વ્યવસ્થા પણ કરવામા આવી છે.

image source

કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું કે, કો-વિનના પ્રથમ સંસ્કરણમાં શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ હતી, પરંતુ તેના બીજા સંસ્કરણ કિ-વિન 2.0માં, હજી સુધી કોઈ સમસ્યાઓ બહાર આવી નથી. સરકાર આ પર સતત નજર પણ રાખી રહી છે. ડેટાને સુરક્ષિત રાખવા અને તેને કોઈપણ પ્રકારના સાયબર એટેકથી બચાવવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. લાભકર્તાઓનું નામ, વય અને લિંગ જ લેવામાં આવી રહ્યા છે, કારણ કે લોકોને બીજો ડોઝ પણ હજુ આપવાનો છે.

તાજેતરમા મળતી માહિતી મુજબ, હર્ષવર્ધન, રાજનાથ અને રવિશંકરને પણ રસી લીધી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન અને તેમની પત્નીને દિલ્હી હાર્ટ અને લંગ ઇન્સ્ટિટ્યૂટમાં રસી અપાઇ છે. હર્ષવર્ધન પહેલા તેમની પત્ની નૂતન ગોયલને રસી આપવામાં આવી હતી. તેમણે લોકોને રસી લેવા માટે અપીલ પણ કરી અને કહ્યું કે રસી અંગે કોઈ ડર રાખવાની જરૂર નથી. આ સિવાય, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પણ દિલ્હીની આર્મીની આરઆર હોસ્પિટલમાં રસી અપાઇ હતી અને કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે પટનામાં કોરોના રસીનો પ્રથમ ડોઝ પણ લીધો હતો. તેમણે પટના એઇમ્સમાં સ્વદેશી કોવેકસીન લીધી અને તેના માટે ૨૫૦ રૂપિયા આપ્યા હતા. જો કે, સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે આ રસી આપવામાં આવી રહી છે.

image source

આ સિવાય વાત કરીએ તો, કર્ણાટકમાં મંત્રીના ઘરે રસીકરણ અંગે વિવાદ સામે આવ્યો હતો. જેને લઇને હવે કેન્દ્ર સરકારે રિપોર્ટ માંગ્યો છે. આ બાબતે વિગતે વાત કરીએ તો, કર્ણાટકના કૃષિ પ્રધાન બી.સી. પાટિલ મંગળવારે એક હોસ્પિટલને બદલે તેમના ઘરે રસી લીધી જેથી તે હવે વિવાદમાં સપડાયા છે. રાજ્યના આરોગ્યપ્રધાન કે. સુધાકરે તેમના આ પગલાની માત્ર ટીકા કરી અને એટલુ જ નહી હવે કેન્દ્ર સરકારે પણ આ અંગે રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું, ‘આવી રીતે રસી લેવી પ્રોટોકોલ મુજબ મંજૂરી નથી જેથી અમે આ અંગે રાજ્ય સરકાર પાસેથી આ બાબતે રિપોર્ટ માંગ્યો છે. પાટિલે સરકારી હોસ્પિટલના ડોક્ટરને તેના ઘરે બોલાવ્યા હતા, જ્યાં તેમને અને તેમની પત્નીને રસી આપવામાં આવી હતી.

રસી લેવામા અન્ય જાણીતા ચહેરાઓની વાત કરીએ તો, અભિનેતા કમલ હાસનને પણ ચેન્નાઈની એક હોસ્પિટલમાં રસી અપાઇ હતી. તેમણે ટ્વીટ કર્યું હતુ કે, ‘શ્રી રામચંદ્ર હોસ્પિટલમાં મને રસી અપાઇ છે. જેઓ તેમની સાથે અન્યની પણ ચિંતા કરે છે તેમને જરૂરથી રસી લેવી જોઈએ. જાણવા મળ્યુ હતુ કે ‘ કેરળના આરોગ્યપ્રધાન કે.કે. સેલજા, આંધ્રપ્રદેશના રાજ્યપાલ બિસ્વભૂષણ હરીચંદન અને તેમની પત્ની સુપરપ હરીચંદને પણ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. મંગળવારે કોટક મહિદ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ઉદય કોટકએ પણ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

image source

દેશમાં ૩૦મી જાન્યુઆરી અને ૧૬મી જાન્યુઆરી એમ બે તારીખો ઈતિહાસમાં નોંધાઈ ગઈ છે. ૩૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ દેશમાં કોરોનાનો સૌપ્રથમ કેસ નોંધાયો હતો જ્યારે લગભગ એક વર્ષ પછી ૧૬મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ કોરોનાની સૌપ્રથમ રસી અપાવાની સાથે સમગ્ર દેશમાં એક સાથે ૩,૩૫૧ કેન્દ્રો પર વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!