જલ્સા કરોને જેંતીલાલ

વાળ ખરતા અટકાવશે આ પાંચ સસ્તા અને સરળ હેર-પેક, ઘરે જાતે જ બનાવો…

વાળ ખરવાનો પ્રોબ્લેમ આજકાલ લગભગ બધાને જ હોય છે.

તમે એકલા જ નથી જેને આ પ્રોબ્લેમ છે પરંતુ આખા વિશ્વમાં આજકાલ આ બધી જ જગ્યા આ જોવા મળે છે. જો વાળ નું થોડું ધ્યાન રાખો અને કુદરતી ઉપચારો કરશો તો ચોક્કસ થી ફાયદો જણાશે.

બધા ની પાસે એટલો સમય પણ નથી હોતો કે સલૂન માં જઇ ને વાળ ની માવજત કરાવે અને  ગમે તેમ ત્યાં પણ બધામાં  કેમિકલ જ હોય છે.

જો થોડો સમય નિકાળી ને આ કુદરતી હેર પેક નો ઉપયોગ કરશો તો ચોક્કસ થી ફાયદો જણાશે.

1.પાકા કેળા નો હેર પેક

સામગ્રી:-

2 પાકા કેળા

2 ચમચી કોપરેલ

1 ચમચી મધ

2 ચમચા દહીં

બધી સામગ્રી ને ભેગી કરી ને  મિક્સર માં ક્રશ કરી લો.વાળ અને સ્કેલ્પ માં  બધે લગાવી દો. 10- 15 મિનિટ રાહ જોવો. માઈલ્ડ શેમ્પુ અને હુંફાળા પાણી થી વાળ ધોઈ લો. અઠવાડિયા માં 2 વખત કરો . વાળ ખરવાની સમસ્યા માં ફરક જણાશે.

આ પેકથી થતા ફાયદા

વાળ ચમકીલા અને મુલાયમ બનાવશે, વાળ ને ખરતા અટકાવશે. વાળ ને કંડીશનર કરશે.

કેળા માં પોટેશિયમ , એન્ટીઓક્સિડેન્ટ નું પ્રમાણ બહુ જ હોય છે

જે વાળ ખરવાની ની સમસ્યા માં ખૂબ મદદરૂપ થાય છે. બીજા બધી સામગ્રી સાથે મળતા એક પરફેક્ટ હેર પેક બને છે. મધ કુદરતી કન્ડિશનર નું કામ કરે છે અને ચમકીલા બનાવે છે. દહીં માં આવેલા વિટામિન તમારા વાળ ને વધવામાં મદદ કરે છે.

2. દહીં નો હેર પેક

1 કપ દહીં

1 ચમચો મધ

1 ચમચી એરડીયું

બધું મિક્સ કરી ને વાળ માં બરાબર મૂળ થઈ લગાવી લો. 10 -15 મિનિટ રાખી ને વાળ ને હુંફાળા પાણી થી ધોઈ લો. અઠવાડિયામાં 2 વાર લગાવાથી ખૂબ જલ્દી ફરક લાગશે.

દહીં માં વિટામીન B , D અને પ્રોટીન આવેલું હોય છે જે વાળ વધવામાં મદદરૂપ થાય છે તેમજ વાળ ને ખરતા પણ અટકાવે છે.

એરળિયું તો નુકસાન થયેલા વાળ ને રિપેર કરવાનું કામ કરે છે.

3. મીઠા લીમડા અને કોપરેલ નો હેર પેક

15-20  મીઠા લીમડા ના પાન

4 ચમચા કોપરેલ

એક વાડકી માં તેલ અને મીઠા લીમડા ના પાન લો. આ મિશ્રણ ને લીમડા ના પાન નો કલર બદલાય ત્યાં સુધી ગરમ કરો. હવે તેલ હુંફાળું થાય પછી વાળ માં મૂળ થી બરાબર લગાવી ને 5 મિનીટ મસાજ કરો. 30-45 મિનીટ રહેવા દો. ત્યારબાદ હુફાળા પાણી અને માઈલ્ડ શેમ્પુ થઈ વાળ ધોઈ લો.

મીઠા લીમડા ના પાન વાળ ખરવાની સમસ્યા માટે આશીર્વાદ સમાન છે. મીઠા લીમડા માં પ્રોટીન અને બીટા કેરોટીન વિપુલ માત્રા માં આવેલું હોય છે. અને કોપરેલ માં વાળ ના મૂળ સુધી પહોંચી ને અસર કરવાની ક્ષમતા હોય છે. જે બંને મળી ને તમારા વાળ નો  જથ્થો વધારવામાં અને વાળ ખરતાં અટકાવવા માં મહત્વ નો ફાળો ભજવે છે. અઠવાડિયામાં 2 -4 વાર સુધી પ્રયોગ કરો ને થોડો સમય માં જોવો તમારા વાળ ની રોનક…

4. મીઠા લીમડા ના પાન અને દહીં નો હેર માસ્ક

15-20 મીઠા લીમડા ના પાન

1 કપ દહીં

1 ચમચી કોપરેલ

બધી સામગ્રી ને ભેગી કરીને મિક્સર માં ક્રશ કરી લો. અને વાળ માં મૂળ થી બરાબર લગાવી દો.15-20 મિનીટ રેહવા દો . ત્યારબાદ હુંફાળા પાણી થી ધોઈ લો.

રૂક્ષ થયેલા વાળ પણ મુલાયમ થવા લાગશે અને વાળ ખરતા અટકાવશે. મીઠો લીમડો લગાવવાથી વાળ નો ગ્રોથ પણ જલ્દી વધશે.

5. એલોવેરા જેલ પેક (કુવારપાઠું)

4 ચમચા ફ્રેશ એલોવેરા જેલ

2 ચમચી મધ

1 ચમચી કોપરેલ

બધું મિક્સ કરી ને વાળ માં બરાબર મૂળ થઈ લગાવી લો. 10-15 મિનિટ રહેવા દો અને ત્યારબાદ વાળ ને હુંફાળા પાણી થી ધોઈ લો. અઠવાડિયામાં 1 -2 વાર આ પ્રયોગ કરી શકાય.

એલોવેરા ના જેલ માં ખૂબ જ ફાયદાકારક વિટામિન્સ ,મિનરલ્સ, પાણી નો ભાગ, લેક્ટઇન  આવેલા હોય છે. જે તમારા ખરાબ થયેલા વાળ ને ફરી થી સારા બનવામાં મદદરૂપ છે. વાળ ને મજબૂત બનાવીને વાળ ને ખરતા અટકાવે છે.

બધા પેક માં આવેલી સામગ્રી કુદરતી છે એટલે વાળ ને કોઈ નુકશાન નથી કરતી . પરંતુ લગાવ્યા બાદ જણાવેલા ટાઈમ કરતા બહુ વધુ ના રાખો. તમને જોઈતું પરિણામ ચોક્કસ થી મળશે બસ થોડી ધીરજ થી એનો રેગ્યુલર ઉપયોગ કરો.

Exit mobile version