એક ભક્તને થયો હતો ચમત્કારીક અનુભવ, ત્યારથી આ મંદિરમાં મનોકામના પૂરી કરવા શિવલિંગ પાસે ચડાવાય છે ઝાડૂ, જાણો શું છે લોક કથા…

દરેક રોગ દૂર કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અહીં અને માનતા પૂરી થતાં શિવલિંગ પાસે ચડાવે છે ઝાડૂ!

ભગવાન શિવશંકર ભોલેનાથને ખુશ કરવા માટે, ભક્તો તેમના પર ધતુરા, બિલિપત્ર, દૂધ વગેરે ચડાવે છે. પરંતુ એક મંદિર એવું પણ છે જ્યાં ઝાડૂ ચડાવાય છે અને શિવને પ્રસન્ન કરીને વરદાન મંગાય છે.

આપણો દેશ વિશ્વાસ અને શ્રદ્ધા પર જીવનારા લોકોનો દેશ છે. અહીં સાબિતીઓ અને તર્કને બદલે ચમત્કાર અને પરચા પર વધુ વિશ્વાસ કરનારી પ્રજા વસે છે. એવો જ એક ચમત્કારીક અને વિશ્વાસ ન બેસે એવા પ્રસંગની અને એક મંદિરમાં થતી અનોખી પ્રથાની વાત લઈને આપની પાસે આવ્યા છીએ. એ લોક કથા આપને જાણવી જરૂર ગમશે.

આ મંદિરમાં, ભગવાન શિવને ઝાડૂ ચડાવાય છે:

શિવ મંદિર ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જિલ્લામાં આવેલું છે, બિહાજોઈ ગામમાં ભગવાન શિવનું પ્રાચીન પાતાળેશ્વર મંદિર છે. જ્યાં વર્ષોથી ભક્તોની લાંબી કતાર લાગે છે. આ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરતા લોકો તેમને ઝાડૂ અર્પણ કરે છે. પાતાળેશ્વર મંદિર પ્રત્યે ભક્તોને એક અનન્ય પ્રકારનો આદર છે. અહીં ભગવાન શિવની લોકો દૂધ, બિલિપત્ર, જળ અને અને ફળની સાથે શિવલિંગ પર સળીઓવાળું ઝાડૂ પણ ચડાવે છે.

આ મંદિર પ્રત્યે લોકોને એવી શ્રદ્ધા છે કે અહીં ઝાડૂ ચડાવવાથી તેમની મનોકામના પૂર્ણ થશે. અને ગમે તેઓ આકરો રોગ હશે તો પણ તે મટી જશે. આ પાછળની માન્યતાના આધારે અહીં દર્શન કરવા આવતા ભક્તો ભગવાન શિવને સાવરણી પ્રદાન કરવા ઇચ્છે છે.

એટલું ઓછું હોય તેમ અહીંના ભક્તો માને છે કે સાવરણી ભેંટ કરવાથી તેમને તમામ સુખ પ્રાપ્ત થશે અને તેમને દરેક પ્રકારના ચર્મ રોગોથી છૂટકારો પણ મળશે. ભગવાન શિવનું આ મંદિર સમગ્ર પ્રદેશમાં પ્રસિદ્ધ છે. આ મંદિરના મુખ્ય પૂજારીનું કહેવું છે કે આ મંદિર લગભગ દોઢ સો વર્ષ જૂનું છે.

શા માટે ઝાડૂ ચડાવાય છે:

અહીં ઝાડ ચડાવવાની પ્રથા પણ ખૂબ જૂની છે. શિવાજીને ઝાડૂ અર્પણ કરવા માટે દરરોજ ભક્તો કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે. આ ઉપરાંત, અહીં સેંકડો ભક્તો દૂર પ્રદેશોથી પણ અહીં આવે છે.

ઝાડૂ ચડાવવાની રસપ્રદ લોક કથાઃ

એવું કહેવામાં આવે છે કે આ ગામમાં ભીખારીદાસ નામનો એક વેપારી રહેતો હતો, જે ખૂબ સમૃદ્ધ હતો. પરંતુ તેને એક ભયંકર પ્રકારનો ત્વચાનો રોગ લાગૂ પડી ગયો હતો. એક દિવસ બન્યું એવું કે તે આ રોગની સારવાર કરાવવા એક વૈદ્યની પાસે જઇ રહ્યો હતો કે એવામાં અચાનક તે તરસ્યો થયો.

આ ભીખારીદાસ નામના વેપારી મહાદેવના આ મંદિરમાં પાણી પીવા આવ્યો અને તે સમયે મંદિરમાં ત્યાંના મહંત ઝાડૂથી કચરો વાળી રહ્યા હતા અને તેમનો એમને ધક્કો વાગ્યો. તે પછી, ચર્મ રોગની સારવાર કરાવવા નીકળેલા એ વેપારીનો પૂજારીની સાવરણીનો સ્પર્શ થયો. તેના આશ્ચર્ય સાથે થોડી જ વારમાં તેના ચામડીના રોગમાં રાહત મળવા લાગી અને તે રોગ ધીમેધીમે દૂર થઈ ગયો.

આવા ચમત્કારીક બનાવથી આનંદિત શેઠ મહંતને પૈસા આપવા માંગતો હતો, પરંતુ મહંતે તેને લેવાનો ઇનકાર કર્યો હતો. તેના બદલે, તેણે શેઠને આજ સ્થાને મોટું મંદિર બાંધવી આપવાનું કહ્યું.

ત્યારથી, આ મંદિર માટે એવું કહેવામાં આવ્યું છે કે ત્વચા રોગ લાગૂ પડ્યો હોય તેમણે આ મંદિરમાં શિવલિંગને ઝાડૂ ચડાવી સાજા થવાની માનતા માનવી જોઈએ. લોકોની આસ્થા મુજબ અનેક લોકોની સમસ્યાઓ દૂર થઈ છે. તેથી આજે પણ ભક્તો અહીં આવે છે અને ઝાડૂ અર્પણ કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ