ઉતરાયણનું મીની વેકેશન મળ્યું છે તો ક્યાં જવાનું વિચાર્યું છે? કોમેન્ટમાં જણાવો…

જો તમે આ લાંબી રજાઓમાં ફરવા માંગો છો અમે કઈ જગ્યાએ ફરવા જવું એ તમને નથી સમજમાં આવતું તો પછી તમારે સરોવરોના શહેરમાં ફરવા જવું જોઈએ. અહિયાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે બહુ ઓછા સમયમાં વધારે આનંદ ઉઠાવી શકશો. તો કોની સાથે જશો આ જગ્યાએ ફરવા માટે.

સરોવરોના આ શહેરનું નામ છે ઉદયપુર. અહિયાં તમને પ્રવાસન માટેની એકથી વધીને એક સારી જગ્યાઓ જોવા મળશે. ઉદયપુરને આપણા દેશનું વિનસ શહેર કહેવામાં આવે છે. જો તમે એકવાર અહિયાં જશો તો તમને ખબર પડશે કે આ જગ્યાને કેમ વિનસ કહેવામાં આવે છે. ઉદયપુર એ રાજસ્થાનનું સૌથી અદ્ભુત ટુરિઝમ ડેસ્ટીનેશન છે.

ઉદયપુરમાં તમને ઘણી આકર્ષક જગ્યાઓ જોવા મળશે. અહિયાંની રોયલ રેસ્ટોરન્ટ આખી દુનિયામાં પ્રખ્યાત છે. અહિયાંના લેક પેલેસ અને પીછોલા લેકમાં તમે બોટિંગ પણ કરી શકશો. લેક પેલેસને જગ નિવાસના નામથી પ્રખ્યાત છે.

લેક પેલેસ એ હવે એક મહેલથી લગ્ન માટેની હોટલમાં બદલાઈ ગયો છે. અહિયાં આ જગ્યાને જોવા માટે વિદેશથી અનેક મહેમાનો આવતા હોય છે. આ પેલેસને મહારાણા જગત સિંહએ ૧૭૪૩માં ગ્રીષ્મકાલીન નિવાસ તરીકે બનાવ્યો હતો. જગ મહેલની વાસ્તુકળા એ જટિલ શિલ્પ કળાનો અદ્ભુત નમૂનો છે.

આલીશાન છત, મોટા મોટા આંગણા, બગીચા અને ફુવારા એ મહેલની સુંદરતામાં અનેરો વધારો કરે છે. અહિયાં તમે સવારના ૧૦ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી બોટિંગ કરી શકો છો. બોટિંગની ટિકિટ લગભગ ૪૦૦ રૂપિયા છે.

ઉદયપુર સીટી એ પ્લેસ પીછોહા જીલને કિનારે આવેલ છે. આ વિશ્વનો સૌથી લોકપ્રિય ટુરિસ્ટ પ્લેસમાંથી એક છે. આ મહેલનું બાંધકામ બહુ અદ્ભુત છે તેના જેવું બાંધકામ તમને ભાગ્યે જ ક્યાંક જોવા મળશે. સીટી પ્લેસ જોવા માટે તમારે ૫૦ રૂપિયા જેટલો ખર્ચ કરવો પડશે. આ મહેલ પ્રવાસીઓ માટે સવારે ૯:૩૦ થી ૪:૩૦ સુધી ખુલો રહે છે.