ઉત્તરાયણે આ ખાસ યોગના કારણે દુનિયા પર થશે વિપરિત અસરો, જાણો બચાવાના ઉપાયો અને લક્ષણો

આ વર્ષે ઉત્તરાયણે અનેક પ્રકારના સંયોગ બની રહ્યા છે. તેમાં કેટલાક શુભ છે અને કેટલાક અશુભ ફળ આપનારા પણ સાબિત થઈ શકે છે. આ વર્ષે ઉત્તરાયણ પર કાલસર્પ યોગ બની રહ્યો છે. આ યોગ ખાસ કરીને અશુભ અસરોને માટે જાણીતો છે. જ્યારે કાલસર્પ યોગ બને છે ત્યારે દુનિયામાં અનેક વિપરિત સ્થિતિનું નિર્માણ થાય છે.

image source

2021માં ઉત્તરાયણનો પુણ્ય કાળ સવારે 8.15 મિનિટથી શરૂ થનારો છે. સામાન્ય રીતે સાયન, મકર અને કર્ક સંક્રાંતિને અયન સંક્રાંતિ કહેવાય છે. માનવામાં આવે છે કે 2 ઉત્તરાયણ વચ્ચે આશરે 6 કલાક અને 9 મિનિટનું અંતર રહેતું હોય છે. એટલે 2022માં પોશ સુદ બારશના દિવસે 14 કલાક અને 30 મિનિટે ઉત્તરાયણ આવશે. આ પછી 2023માં તે સમય 20 કલાક 44 મિનિટનો રહેશે. 2024માં 15મીએ ઉત્તરાયણ આવશે. આ સમય 2 કલાક 43 મિનિટનો રહેશે.

image source

સૂર્યની સંક્રાતિં સમયે તેનું શુભફળ મળે છે. જો આ સંક્રાંતિ પહેલા ભાગમાં થાય છે તો તેનું ફળ રાજનેતાઓ માટે સારું હોતું નથી. સૂર્યની સ્થિતિ બેઠેલી છે અને મુહૂર્ત ૩૦ છે તે મધ્યમ ફળ દર્શાવે છે. મકરસંક્રાંતિના પ્રવેશ સમયની કુંડળી કાલસર્પ યોગમાં થાય છે. આ માટે પવનને લઈને પણ આગાહી કરાઈ છે. પવનની ગતિ મધ્યમ રહેશે અને તે 10 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. બપોર બાદ પતંગ રસિયાઓ માટે પવન સારો રહેશે એટલે કે મધ્યમ પવનમાં આ વર્ષે પતંગ રસિકો ઉત્તરાયણની મજા માણી શકશે.

આ વર્ષે પોષી પૂનમ પહેલાં જ શરૂ થશે અર્ઘકુંભમેળો

image source

સામાન્ય રીતે અર્ઘમાધ્ય કુંભમેળાનો પ્રારંભ પોષ માસની પૂનમથી ખથાય છે. જો કોઈ વર્ષે મકરસંક્રાંતિ પોષ મહિનાની પૂનમ પહેલાં આવે તો આ દિવસથી મેળાનો પ્રારંભ થાય છે. આ દિવસે પોષી પૂનમ આવતા પહેલાં જ અર્ધકુંભ મેળો શરૂ થશે. આ શાહી સ્નાન ગણાય છે. તે સમયે આગ, અકસ્માત કે લૂટના બનાવો બને તેવી શક્યતાઓ ભરપૂર રહે છે. આ કારણે કાલસર્પ યોગ અશુભ માનવામાં આવે છે.

જાણો ક્યારે બને છે કાલસર્પ યોગ અને તેની કેવી થાય છે અસરો

image source

કાલસર્પ યોગ ત્યારે બને છે જ્યારે રાહુ, કેતુની વચ્ચે સાત ગ્રહો હોય. સરળ શબ્દોમાં સમજીએ તો જ્યારે જાતકની કુંડળીમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર અને શનિ રાહુ તથા કેતુની વચ્ચે આવે છે ત્યારે કાલસર્પ યોગ બને છે. જ્યારે આ યોગ બને છે ત્યારે તેના લક્ષણોમાં સંતાન ઉત્પત્તિમાં બાધા, નિરાશા, અવસાદ, અસફળતાનો સામનો કરવો પડી શકે છે.

કાલ સર્પ યોગથી બચવાના ઉપાયો

image source

કાલસર્પ યોગના નિવારણ માટે સૌથી ખાસ ઉપાયોમાં નાગની પૂજા અને નાગપંચમીએ દાનની સાથે સાપને દૂધ પીવડાવવાનું શુભ માનવામાં આવી રહ્યું છે. સાથે ચંદ્રગ્રહણના દિવસે વહેતા જળમાં ચાંદીના સાપને વહેવડાવી દેવાથી પણ કાલસર્પ દોષથી મુક્તિ મળે છે. આ સિવાય ભગવાન શિવને સાપના દેવતા માનવામાં આવે છે, આ માટે શક્ય તેટલા પ્રમાણમાં ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ