ઉત્તરાખંડમાં વાદળ ફાટતા તબાહી મચી ગઈ, અનેક ઘર દબાઈ ગયા, લોકો જીવ બચાવવા ઉંચાઈવાળા વિસ્તારો પર દોડ્યાં

હાલમાં એક તરફ આખા દેશ પર કોરોનાએ કકળાટ મચાવી દીધો છે. તો બીજી તરફ ભગવાન વધારે બદલો લેવા માગતા હોય એ રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જ જાય છે. કારણ કે હવે સમાચાર સામે આવ્યા છે કે ઉત્તરાખંડ અને ઉત્તરકાશીમાં સોમવાર ફરી કુદરતી કોપ જોવા મળ્યો હતો અને વાદળ ફાટ્યું હોવાની ઘટના બની છે. આ ઘટના ચિન્યાલીસૌડ બ્લોકના કુમરાડા ગામમાં બની છે. જેનાથી અહીં બનેલા કેનાલનું પાણી ઓવરફ્લો થઈને ઘરોમાં ઘુસી ગયું. પાણીની સાથે આવેલી માટીથી ઘરની દીવાલો અનેક ફુટ સુધી દબાઈ ગઈ હોવાની વાત પણ બહાર આવી રહી છે.

image source

જો આ ઘટનાના કારણે નુકસાનની વાત કરવામાં આવે તો આ સિવાય પણ અનેક ગૌશાળા આ દૂર્ઘટનાથી નુકસાન થયું છે. રૂદ્રપ્રયાગ જિલ્લાના નરકોટમાં પણ વાદળ ફાટતા પહાડોની માટી પાણીની સાથે વહીને ઘરોમાં આવી ગઈ. ગ્રામીણોએ ઉંચાઈવાળા વિસ્તારોમાં જઈને પોતાનો જીવ બચાવ્યો જે એક સારી વાત છે. આ સિવાય ત્યાંના માહોલ વિશે જો વાત કરીએ તો પાણી અને કાદવ-કીચડનું વહેણ લગભગ એક કલાક સુધી જોવા મળ્યું. જેનાથી લોકોના ઘરોનો મોટા ભાગનો સામાન ખરાબ થઈ ગયો.

image source

આ દુર્ઘટના વિશે વાત કરતાં ઉત્તરકાશીના જિલ્લા આપદા પ્રબંધન અધિકારી દેવેન્દ્ર પટવાલે જણાવ્યું કે વાદળ ફાટવાથી ગ્રામીણોના ખેતર અને ઘરોમાં પાણી ભરાય ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ટિહરીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. હાલની પરિસ્થિતિને જોઈને અહીં SDRF અને પોલીસ રાહત બચાવ કામમાં લાગી ગયા છે. જો કે આ આજકાલની વાત નથી, ઉત્તરાખંડમાં છેલ્લાં 4 દિવસથી હવામાન ખરાબ છે. પહાડી વિસ્તારોમાં સતત વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે. બે જિલ્લામાં વાદળ ફાટવાની જાણકારી મળ્યા બાદ મુખ્યમંત્રી તિરથસિંહ રાવતે ઉત્તરકાશી અને રૂદ્રપ્રયાગના અધિકારીઓ સાથે ફોન પર વાત કરી.

image source

તેમજ મુખ્યમંત્રી તિરથસિંહએ સોશિયલ મીડિયા પર પણ કહ્યું છે કે દુર્ઘટનામાં પ્રભાવિત લોકોને તાત્કાલિક સહાયતા રકમ આપવામાં આવે. તેના માટે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. જો આ પહેલાની દુર્ઘટનાની વાત કરીએ તો ભારત-ચીન બોર્ડર સાથે સંલગ્ન ચમોલી જનપદના જોશીમઠમાં 23 એપ્રિલે ગ્લેશિયર તૂટીને મલારી-સુમના રલ્તા પર આવી ગયા હતા. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના કમાન્ડર કર્નલ મનીષ કપિલે જણાવ્યું હતું કે સડક નિર્માણનું કામ ચાલતું હતું તે દરમિયાન દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં 10થી વધુ મજૂરોનાં મોત પણ નિપજ્યા હોવાની વાત સામે આવી હતી. ગ્લેશિટર તૂટવાને કારણે ભારે બરફવર્ષાને કારમભૂત ગણવામાં આવ્યું હતું.

image source

એ જ રીતે બીજી એક મોટી દુર્ઘટનાની જો વાત કરીએ તો ઉત્તરાખંડમાં 7 ફેબ્રુઆરી 2021ની સવારે સાડા 10 વાગ્યે ચમોલી જિલ્લાના તપોવનમાં ગ્લેશિયર તૂટીને રૂષિગંગા નદીમાં પડ્યો હતો. દુર્ગઠના પછી 50થી વધુ લોકોની લાશ મળી હતી, જ્યારે 150થી વધુ લોકો એવા હતા, જેમની કોઈ ભાળ જ નથી મળી.

image source

જે કે હજુ પણ આ લાશો વિશે કોઈને અતો પતો નથી અને પ્રશાસન પણ તેના કામમા વ્યસ્ત છે. ત્યારે હવે ફરી એકવાક આ રીતે વાદળ ફાટતાં લોકોમાં ચિંતાનો માહોલ છે અને બધા પ્રાર્થના કરી રહ્યા છે કે આખરે ક્યારે આ બધી મુશ્કેલીમાંથી લોકોને છુટકારો મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!