આ ઉત્તરાયણે બની રહ્યો છે વિશેષ યોગ, જો તમે આ વસ્તુઓનું દાન કરશો તો તમારી બધી ઇચ્છાઓ થઇ જશે પૂરી

સૂર્ય દક્ષિણાયન થઈને જ્યારે ઉત્તરાયણ થાય છે એ દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્યના ઉત્તરાયણ થતા જ એના બધા કિરણો પૃથ્વીને મળવા લાગે છે જેનાથી જીવજંતુઓ, માનવ અને વનસ્પતિ બધામાં ઉર્જાનો સંચાર પ્રવાહિત થવાનું શરૂ થઈ જાય છે. દિવસ મોટો અને રાત્રી નાની થવાની શરૂઆત થઈ જાય છે પણ આ વખતે 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં જઈને બીજા ઘણા ગ્રહોની સફહે યોગ બની રહ્યા છે જે એક ખગોળીય ઘટના છે. જ્યોતિષની દ્રષ્ટિએ આ અત્યંત મહત્વપૂર્ણ ઘટના છે.

image source

દિવસ ગુરુવાર, શુક્લપક્ષની પ્રતિપદા અને ચંદ્રમાના નક્ષત્રમાં શ્રવણ યોગ હશે. સૂર્ય સવારે 8 વાગીને 14 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે પણ સૂર્યના સ્વાગત માટે મકર રાશિમાં પહેલાથી 4 ગ્રહ જેમાં શનિ, બૃહસ્પતિ, બુધ અને ચંદ્ર વિરાજમાન રહેશે અને સૂર્યના જતા જ પંચગ્રહી યોગ બની જશે.

image source

મકરસંક્રાંતિના દીવસે દાનનું ખાસ મહત્વ હોય છે પણ જે લોકો શનિ, બૃહસ્પતિ, બુધ અને ચંદ્રથી પ્રભાવિત હોય કે જેની કુંડળીમાં આ ગ્રહોની દશા અંતર્દશા ચાલી રહી હોય એમના માટે દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે. જે લોકો શનિની સાડા સાતીથી પ્રભાવિત હોય એ આ દિવસે અન્ન દાનની સાથે સાથે કાળા તલ, અડદની દાળ દાન કરે. કોઈ મંદિરના પ્રાંગણમાં જઈને શમીનો છોડ લગાવો એનાથી મનગમતું ફળ મળે છે. ગુરુવારના દિવસે સંક્રાતિ હોવાથી વનસ્પતિ દાનથી અત્યંત લાભ મળે છે. જે લોકો બીમાર હોય એ અન્ન સાથે ઘીનું દાન કરો.

image source

જેમને રોજગાર અને ધન વૃદ્ધિની જરૂર છે એ લોકોએ અન્ન દાનની સાથે સાથે સફેદ ચંદનની લાકડીનું દાન કરવુ જોઈએ અને મંદિર કે કોઈપણ જગ્યાએ કેળાનો છોડનું રોપણ કરવુ જોઈએ. જે લોકો વારંવાર કોઈપણ કાર્યમાં અસફળ થઈ રહ્યા હોય એ લોકોએ અન્ન દાન સાથે ગોળનું દાન કરવુ જોઈએ અને શમીના છોડનું રોપણ કરવુ જોઈએ.

image source

જે વિદ્યાર્થીઓ શિક્ષા ક્ષેત્રમાં અત્યંત સંઘર્ષ કરી રહ્યા છે અને અસમંજસની સ્થિતિ હોય એ અન્ન દાનની સાથે મંદિરમાં કપૂર અને જનોઈનું દાન કરો અને તુલસીના છોડનું રોપણ કરો.

image source

સર્વકલ્યાણ માટે અન્નની સાથે મીઠાઈ, મધ, ઘી અને અત્તરનું દાન તમારા પુરોહિત કે ગુરુ મહારાજને અવશ્ય કરો. આ વિશેષ યોગમાં દાન કરવાથી અને છોડ રોપણ કરવાથી જીવનના પ્રત્યક્ષ ક્ષેત્રમાં કલ્યાણ થાય છે. એટલે મકરસંક્રાંતિના દિવસે દરેક વ્યક્તિએ યથાશક્તિ દાન કરવું જ જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ