ઉત્તરાયણે ન ભૂલશો આ વાતો, રાશિ પ્રમાણે દાન કરવાથી મળશે સફળતા

મકર સંક્રાંતિને ખાસ કરીને પુણ્ય અને દાનનો તહેવાર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે દાન આપવા અને લેવાને માટે ક્યારેય રાહ જોવી જોઈએ નબં. કેમકે શક્ય છે કે રાહ જોવાના ચક્કરમાં ભવિષ્યમાં તમે દાન આપી શકો અથવા ન પણ આપી શકો. આ રીતે શક્ય છે કે ભવિષ્યમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનો યોગ્ય અવસર તમને મળે કે ન મળે. તેને વિશે કંઈ કહી શકાય નહીં.

image soucre

શાસ્ત્રોમાં કહેવાઈ રહ્યું છે કે દાન અને જ્ઞાન હંમેશા યોગ્ય વ્યક્તિને આપવું જોઈએ. ત્યારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિ દ્વારા દાન લેવા અને ગ્રહણ કરવા માટે કેટલાક વિધાન કહેવાયા છે. તો જાણો કઈ રાશિના જાતકોએ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

દરેક રાશિના જાતકો માટે દાન કરવું જરૂરી

image source

પોતાની રાશિ અનુસાર ધર્મનિષ્ઠ શ્રેષ્ઠ વૈષ્ણવ બ્રાહ્મણોને વિધિપૂર્વક શ્રદ્ધા સાથે દાન કરવું. આ અત્યંત પુણ્ય અપાવે છે. આ ગ્રંથમાં કહેવાયું છે કે મેષ રાશિના જાતકોને ભૂમિ, વૃષ રાશિના જાતકોએ ગાય, મિથુન રાશિએ વસ્ત્ર, ભોજન અને પેય પદાર્થોનું દાન કરવું. આ લોકમાં શાસ્ત્રોના અનુસાર કરાયેલું દાન જીવનમાં અને તેના પછી પણ ફળદાયી રહે છે.

image source

આ રીતે જેની રાશિ કર્ક છે તેઓએ ઘી અને ગાય, સિંહ રાશિના જાતકોએ સ્વર્ણ, કન્યા રાશિમાં વસ્ત્ર અને ગાય અને અનેક પ્રકારના અન્નનું દાન મકર સંક્રાંતિના અવસરે બ્રાહ્મણોને કરવું. અન્નના દાનનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે મનુષ્ય યોગ્ય વ્યક્તિને અન્ન દાન કરે છે તેના જીવનમાં ક્યારેય અન્નની ખામી આવતી નથી. તેના પરિવારમાં કોઈનું અકાળ મૃત્યુ થતું નથી. ભારી યંત્રો અને સડકથી થનારી દુર્ઘટનામાં તેના પરિવારની રક્ષા થાય છે.

image source

જ્યોતિષ કહે છે કે તુલા અને વૃશ્વિક રાશિના જાતકોએ વસ્ત્ર અને ગૃહ નિર્માણની સામગ્રી, ધન રાશિના જાતકોએ પુસ્તકો, ધર્મગ્રંથ અને વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષા સામગ્રી, મકર રાશિના લોકોએ ચૂલ્હાનું દાન કરવું. કહેવાય છે કે જે વ્યક્તિ ઇંધણનું દાન કરે છે તેમના ઘરના અગ્નિકાંડ, અગ્નિ સાથે થતી દુર્ઘટનાઓથી રક્ષા થાય છે.

માન્યતા છે કે ઈંધણના દાનથી તમારા રસોઈઘરમાં મા અન્નપૂર્ણઆ અને અગ્નિદેવની કૃપા રહે છે. એવામાં ઘરમાં અન્નની ખામી રહેતી નથી. કહેવાય છે કે ચૂલ્હામાંથી સદા પવિત્ર અગ્નિ પ્રજ્વલિત થાય છે. ચૂલ્હાની અગ્નિને શાસ્ત્રોમાં પવિત્ર માનવામાં આવે છે અને આ પરિવારની સમૃદ્ધિની પરિચાયક પણ છે.

કઈ રાશિના જાતકોએ કરવું પુષ્પનું દાન

image source

કુંભ રાશિના લોકોએ ગાય, જળ, છોડ અને મીન રાશિના લોકોએ તાજા ફઊલ અને છોડ દાન કરવા જોઈએ. પુષ્પનું દાન કરવાની પાછળ માન્યતા છે તે પુષ્પનું દાન લેનારા અને આપનારાના જીવનમાં પ્રસન્નતા આવે છે. ગાયના દાન તો પ્રસિદ્ધ છે. ગાયમાં દરેક દેવી દેવતાનો વાસ માનવામાં આવે છે. તેના દાનનું વિશેષ ફળ છે.

સૌભાગ્યવતી મહિલાઓ આ રીતે કરે દાન

image source

સૌભાગ્ય વતી મહિલાઓએ કોઈ પણ વસ્તુ 13 ની સંખ્યામાં બ્રાહ્મણો કે સુહાગિન મહિલાઓને દાન કરવી. મકર સંક્રાંતિ પર સૂર્ય પૂજા વિના ભોજન ન કરવું જોઈએ. આ દિવસે વાતાવરણમાં સૂર્ય દેવને તેજ વધવા લાગે છે. તે માટે ખાન પાન અને દિનચર્યાને પણ તે અનુસાર બદલવા જોઈએ. શાસ્ત્રોમાં દાન આપવાની સાથે આ વાતોને વિશે પણ કહેવાયું છે કે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ.

આ દાનથી પુણ્ય મળતું નથી

દાન હંમેશા પોતાની કમાણીથી ભેગુ કરેલું હોવું જોઇએ. પવિત્ર કમાણીનું હોવું જોઈએ. જો ધન કે પદાર્થ કોઈને સતાવીને, કોઈને દુઃખી કરીને કે કોઈ નિર્બલની આંખોમાં આંસૂ લાવીને અર્જિત કરાય છે. પછી તેનું દાન કરવામાં આવે તો તે ફળદાયી સાબિત થતું નથી. આ દાનને નિકૃષ્ટ દાન માનવામાં આવે છે જે કોઈને પીડા આપીને કરાયું હોય. દાન આપવાની પાછળની ભાવના પ્રધાન હોય છે પણ તેનું મૂળ ક્યાં છે અને તે કયા પ્રકારથી દાનદાતાના જીવનમાં આવ્યું છે તે પણ મહત્વનું છે. એટલે કે દાન આપવાથી મનુષ્ય પાપનો ભાગી હોય છે અને દાન આપનારાને કોઈ પુણ્ય મળતું નથી.

આવા લોકોને ક્યારેય દાન ન આપો

image source

આ સિવાય જેમને દાનની જરૂર ન હોય તેમને દાન આપવાનું વર્જિત માનવામાં આવ્યું છે. તેઓ તેનો સદ્ઉપયોગ કરતા નથી. અન્ય શબ્દોમાં કહીએ તો દાનમાં મળનારા પદાર્થનો દુરઉપયોગ કરે છે. સદૈવ પોતાના હિત વિશે વિચારે છે અને વ્યક્તિને દાન આપવા વિવશ કરે છે. આવા લોકોને ક્યારેય દાન ન આપો. તેઓ દાન તો લે છે પણ પાછળથી દાન દાતાનું અપમાન કરે છે. હંમેશા પોતાના માટે જ વિચારે છે. દાન આપ્યા બાદ વ્યક્તિને તેનો પશ્ચાતાપ થાય છે. તેનું પુણ્ય ત્યાં જ સમાપ્ત થઈ જાય છે.

આ વ્યક્તિઓને આપવું જોઈએ દાન

image source

દાન એવી વ્યક્તને આપવું જેને ખરેખર તેની જરૂર હોય. એવા વ્યક્તિને દાન આપવાથી તેનું જીવન સુધરે છે, થોડું સરળ બને છે અને સાથે તેનું પુણ્ય દાન આપનારને મળે છે. દરેક ધર્મ દાનના મહત્વને સ્વીકારે છે. આ સિવાય તે વ્યક્તિને પણ દાન આપવાનું પુણ્ય મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!