મકરસંક્રાંતિ – ઉત્તરાયણ – દાન પુણ્યનું મહાપર્વનો મહિમા! વાંચો અને શેર કરો!

વાંચો ઉત્તરાયણનો મહિમા

પૂરાણમાં ઉત્તરાયણ

પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેની માગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. ઉત્તરાયણનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ ઉત્તરાયણમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું. મહાભારતમાં કુરુ વંશનાં સક્ષક ભીષ્મ પિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.

મકરસંક્રાતિને લોકો ઉત્તરાયણ તરીકે પણ ઓળખે છે. પોષ મહિનામાં સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ થાય છે. તેથી તેને મકરસંક્રાંતિ કહે છે. વળી, આ સમયે સૂર્ય પોતાની પૃથ્‍વી આજુબાજુની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડો ઉત્તરદિશા તરફ ખસે છે. આમ, ઉત્તર તરફ ખસવાને કારણે આ ઉત્‍સવને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છ. અહિં સંક્રમણ એટલે મુળ જગ્‍યાએથી બીજી દિશા તરફ પ્રયાણ કરવું અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરવું સુર્ય મકરરાશિમાં પ્રવેશતા જ તેજોમય બને છે અને અંધારું ધીમે-ધીમે ઘટવા લાગે છે.

આ દિવસે તલ અને ગોળમાંથી બનેલી વાનગીઓ ખાવામાં આવે છે. તલ અને ગોળ આયુર્વેદ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી હોય છે. આ ઋતુમાં તેમાંથી બનેલી વાનગીઓ ખાવાથી શરીરને પોષણ મળે છે અને અનેક પ્રકારના રોગ સામે રક્ષણ મળે છે.આ દિવસે લોકો તલગોળના લાડુ એકબીજાને ખવડાવી રૂક્ષ થયેલા આપણા સંબંધોમાં સિનગ્ધતા તલ લાવે છે કારણ તલમાં સિનગ્ધતા છે ગોળ ની મીઠાસ મનની કડવાસ દુર કરી સંબધોને વધુ મજબુત બનાવે છે

મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે.પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ શ્રીરામચરિતમાનસમાં તુલસીદાસે પણ કર્યો છે. તેમાં બાલ કાંડમાં ઉલ્લેખ છે કે, ‘રામ ઈક દિન ચંગ ઉડાઈ, ઈંદ્રલોક મેં પહૂંચી ગઈ.’ ત્રેતાયુગમાં એવા ઘણાં પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી.

આપણા જીવનની પતંગની દોર પણ વિશ્વની પાછળ રહેલી કોઈ અદ્રષ્ટ શક્તિ જ્ઞાન દ્વારા ચગાવે છે ,માટે પ્રભુ પાસે પ્રાર્થના કરવાની કે મને જ્ઞાનવડે પ્રકાશ ભણી (ઉત્તરાયણ)…લઇ જાઓ જેથી મારો જીવન પતંગ ઝોલે ન ચડે ,

મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.

ભારતમાં ઉત્તરાયણની શરૂઆત મકર સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવેલો છે.

મકર સંક્રાતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે.

ઉત્તરાયણ શબ્દ, બે સંસ્કૃત શબ્દ ઉત્તર (ઉત્તર દિશા) અને અયન (તરફની ગતી) ની સંધી વડે બનેલ છે. ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.

આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ “કાપ્યો છે!” “એ કાટ્ટા!” “લપેટ લપેટ” જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી(તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને ‘ચિકી’ (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.

મકરસંક્રાંતિ – ઉત્તરાયણ – દાન પુણ્યનું મહાપર્વ 

ઉત્તરાયણ શબ્દ ઉત્તર ‘ઉત્તર’ અને ‘અયન’ એ બે શબ્દોથી બનેલો છે.

ઉત્તર એટલે ઉત્તર દિશા એટલે દેવોની દિશા અને અયન એટલે જવું એટલે ઉત્તરાયણનો અર્થ ઉત્તર તરફ જવું એવો થાય છે અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે.

મકરસંક્રાંતિ પર્વ સૂર્ય પર આધારિત છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. કર્ક રાશિમાં પ્રવેશ કરે ત્યારે કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે. ધન રાશિમાં સૂર્ય પ્રવેશ કરે ત્યારે ધન સંક્રાંતિ કહેવામાં આવે છે.

સૂર્ય- જુદી-જુદી રાશિઓમાં પ્રવેશ કરતો રહે છે અને તે ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. સૂર્યનારાયણ એક વર્ષમાં બાર રાશી ભોગ કરે છે. સૂર્યનારાયણ મંડલાકારે ફરે છે. જેમ કુંભારનો ચાકડો ફરે છે તેમ. પૃથ્વીના તીસ ભાગોનું અતિક્રમણ કરે છે એ દરેક ભાગને ‘રાશિ’ એવું નામ આપવામાં આવ્યું છે, કુલ બાર રાશિઓ છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન.

હિન્દુ ધર્મશાસ્ત્રના ચાંદ્રમાસથી સંવત્સરની ગણતરી મુજબ પોષ મહિનામાં સૂર્યમકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યારે સર્વમાન્ય પશ્ચિમાત્ય સૌર વર્ષ પ્રમાણે દર વર્ષે સામાન્ય રીતે ૧૪મી જાન્યુઆરીના રોજ સૂર્યના મકર રાશિમાં ભ્રમણની શરૃઆત થતી હોઇ આ દિવસે જ મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે મકરસંક્રાતિની ઉજવણી તા.૧૫ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.

સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાં ધનુર્માસની સમાપ્તિ થાય છે. ધનના સૂર્યમાં સારા લૌકિક કાર્ય કરવામાં આવતા નથી. આ જ દિવસથી કમૂરતાં પણ પૂર્ણ થતાં હોઇ લૌકિક શુભ કાર્યોની શરૃઆત કરી શકાય છે.

પોષ મહિનામાં સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે માટે આ ઉત્સવને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે. તે ઉત્તરની તરફ ઢળતો જાય છે માટે લોકો આ સમયને ઉત્તરાયણ પણ કહે છે.

ઉત્તરાયણ શબ્દ ઉત્તર ‘ઉત્તર’ અને ‘અયન’ એ બે શબ્દોથી બનેલો છે.

ઉત્તર એટલે ઉત્તર દિશા એટલે દેવોની દિશા અને અયન એટલે જવું એટલે ઉત્તરાયણનો અર્થ ઉત્તર તરફ જવું એવો થાય છે અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે.

મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ સમજવા જેવો છે. તા.૧૪ જાન્યુઆરીથી સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સુર્ય પર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે. ત્યારે તેના કિરણો ખરાબ માનવામાં આવે છે. પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરવા લાગે છે. ત્યારે તે કિરણો સ્વાસ્થ્ય અને શાંતિને વધારનારા બની જાય છે.

હિન્દુ સંસ્કૃતિએ તો મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં જ પવિત્ર માન્યું છે. બાણ શય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ ઉત્તરાયણની પ્રતિક્ષામાં આ કારણે જ મૃત્યુને રોકી રાખ્યાની મહાભારતની કથા સુવિદિત છે કે, બ્રહ્મ ચર્યનિષ્ઠ અને મહાબળવાન ભીષ્મ પિતામહનું શરીર યુદ્ધ ભૂમિમાં વિંધાઇ ગયું. તેમનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેમને જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.

તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો. જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.

તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો.

મકરસંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત કરીને યુદ્ધ સમાપ્તિની ઘોષણા કરી હતી તથા બધા જ અસુરોના શીશને મંદાર પર્વતમાં દબાવી દીધા હતા. આ રીતે આ દિવસ અનિષ્ટોના નાશનો દિવસ પણ માનવામાં આવે છે.

મકરસંક્રાંતિમાં પવિત્ર નદીના જળમાં સૂર્યોદય પહેલા સ્નાન કરી ભગવાનની પૂજા- અર્ચના કરવાનો મહિમા છે.

મકરસંક્રાતિના દિવસે તલના દાનનો પણ અનોખો મહિમા છે. ખાસ કરીને તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે. સાથે સાથે અનાજ, વસ્ત્ર, ઉનનાં વસ્ત્રો, શેરડી, વિવિધ ફળની દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવાનો પણ મહિમા છે. મકરસંક્રાંતિના દિવસે એક ગણું દાનને હાજારગણું ફળ એમ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઝોળી દાનનું સવિશષે મહત્વ છે.

આપણા દેશના લોકો પોતાના ધર્મ અને પ્રદેશની માન્યતા, પ્રાચીન પ્રણાલિકા મુજબ તહેવાર ઉજવે છે. આ પર્વ આપણી કુવૃત્તિઓને સદ્વૃત્તિઓમાં સંક્રાંતિ કરવાની પ્રેરણા આપે છે. જ્યોતિષની દૃષ્ટિએ દરેક પર્વ દરમિયાન કરેલ પાપ-પુણ્ય ગુણાંકમાં વધે છે, માટે જીવનની સાર્થકતા માટે પાપથી બચવું અને પુણ્યમાં પ્રવૃત્ત થવું આવશ્યક છે.

આ દિવસે ગાયોને તિલક કરી ઘાસચારો, દાણા, લાપસી વગેરે ખવડાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં કહેવાય છે કે તીલ ગુડ દ્યા ગુડ બોલા’ એટલે કે તલ-ગોળ ખાઓ અને મધુર વાણી બોલો. પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં આ પર્વ ‘લોહિડી’ના નામથી ઉજવવામાં આવે છે.

લોકકથા અનુસાર મકર સંક્રાંતિના દિવસે કંસે શ્રીકૃષ્ણને મારવા લોહીતા નામની એક રાક્ષસીને ગોકુળમાં મોકલી હતી, જેનો શ્રીકૃષ્ણે વધ કર્યો હતો. રાજસ્થાનની પ્રથા અનુસાર આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તલના લાડુ, ઘેબર, મોતીચૂરના લાડુ વગેરે પર રૃપિયા રાખીને, પોતાની સાસુને પ્રણામ કરીને અર્પણ કરે છે.

બંગાળમાં આ દિવસે સ્નાન કરી તલનું દાન આપવાનું મહત્ત્વ છે. અસામમાં આ દિવસ બિહૂના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આ પર્વને ખીસર કે ખીચડો કહે છે. દક્ષિણ ભારતમાં આ તહેવાર પોંગલને નામે જાણીતો છે. પુષ્ટિ મંદિરોમાં જોગી ઉત્સવ મનાવાય છે.

ઉત્તરાયણનું પર્વ જગતને અધ્યાત્મનો સંદેશ આપે છે. ઉત્તરાયણનું પર્વ દાનનો મહિમા દર્શાવતું પર્વ છે. જૈન ધર્મમાં દાનને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગૃહસ્થધર્મના બે પાયા ભક્તિ (પૂજા) અને દાન કહ્યાં છે. ઔષધદાન, શાસ્ત્રદાન, આહારદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે દાનના અનેક પ્રકારો છે. જે પોતાની આવકના ૨૫ ટકા દાન આપે તે ઉત્તમ દાની, ૧૦ ટકા આપે તે મધ્યમ દાની અને ૬ ટકા આપે તે જ ધન્ય દાની ગણાય છે.

સાવધાની : પતંગ ઉડાવવાના મોહમાં અને ઉત્સાહના અતિરેકમાં આપણે જીવલેણ દોરાઓ વાપરી પંચેન્દ્રિય જીવોની હિંસામાં નિમિત્ત તો નથી બનતાને? પતંગ લૂંટવામાં, પેચ લગાવવામાં મસ્ત બની આપણા પોતાના કે અન્યની જાનના દુશ્મન તો નથી બનતા ને?

 

સૌજન્ય : ઈન્ટરનેટ 

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

ધાર્મિક વાર-ત્યોહારોનું મહત્વ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી