શું અમેરિકામાં રહેતા 40 હજાર કુટુંબને ભારત પરત ફરવાનો વારો આવશે ?
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીના કારણે અર્થતંત્રને ભારે અસર થઈ રહી છે. ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ પર કેટલાક અંશે અંકુશ જળવાયેલો છે. પણ હાલ સૌથી વધારે જો કોઈ દેશની સ્થિતિ કફોડી બની હોય તો તે છે યુ.એસ.એ.

અમેરિકા એ વિશ્વની મહાસત્તા છે પણ હાલ કોરોના વાયરસની મહામારી આગળ તેનો કોઈ જ પેંતરો કામ નથી કરી રહ્યો અને રોજ સેંકડોની સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. આ ઉપરાંત પણ ધંધા-રોજગાર પણ બંધ હોવાથી અમેરિકાને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે.
અમેરિકામાં બેરોજગારીનો આંકડો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકામાં હજારો ભારતીય કુટુંબો H-1B અને H4 વિઝા પર વસવાટ કરી રહ્યા છે. H-1B વિઝા એ એક પ્રકારના નોન ઇમીગ્રન્ટ વિઝા છે જે યુ.એસ સ્થિત કંપનીઓને વિદેશી કર્મચારીઓને નોકરી આપવાની મંજુરી આપે છે. ખાસ કરીને યુએસની ટેક્નોલોજી કંપનીઓ ભારત તેમ જ ચીનના હજારો લોકોને દર વર્ષે નોકરી આપે છે. અને ભવિષ્યમાં આવનાર આર્થિક મંદીના કારણે અમેરિકન કંપનીઓ હજારોની સંખ્યામાં નોકરીયાતની છટણી કરે તેવી પણ સંભાવનાઓ છે. જેની અસર ત્યાં નોકરી કરતાં ભારતીયો પર પણ થાય તે સ્વાભાવિક છે અને તેમણે બની શકે કે નોકરીના અભાવે અને વિઝાની શરતો ન જળવાતા પાછા ભારત આવવું પડે.

આ ઉપરાંત કોરોના વાયરસના કારણે અમેરિકા ઉપરાંત વિવિધ દેશોએ ટ્રાવેલીંગ પર રેસ્ટ્રીક્શન્સ મુક્યા છે. જેના કારણે H-1B વિઝા ધારકો કે જેમની વિઝા પરમિટ થોડા સમયમાં એક્સપાયર થઈ રહી હોય તેવા લોકો પણ રઝળી પડ્યા છે.
સામાન્ય સંજોગોમાં એવો નિયમ છે કે આ વિઝા ધરાવતી વ્યક્તિ જોબ કર્યા વગર 60 દિવસની અંદર બીજી જોબ ન મેળવી શકે તો તેણે પોતાના કુટુંબના સભ્યો સાથે પોતાના દેશ પાછા ફરવું પડે છે. બીજી બાજુ H-1B વિઝા ધરાવતી વ્યક્તિ અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ મેળવવાને હકદાર નથી હોતી. તેમને કોઈ સોશિયલ સિક્યોરીટીના ફાયદા પણ નથી મળતા. કેટલીક કંપનીઓએ તો પોતાના H-1B વિઝા પર કામ કરતા એમ્પ્લોઇને ફાયર કરવાની પણ સૂચવા આપી દીધી છે.

આ બધી જ તકલીફોનું નિરાકરણ લાવવા માટે H-1B ધારકોએ વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર એક પીટીશન કેમ્પેઇન ચલાવ્યું હતું કે જેથી કરીને નોકરીમાંથી કાઢ્યા બાદની તેમના રોકાણની સમયમર્યાદાને લંબાવવામાં આવે. આ પિટિશન પર 20000 લોકોએ હસ્તાક્ષર કર્યા છે પણ તેની સુનાવણી કરવા માટે ઓછામાં ઓછા 100000 લોકોના હસ્તાક્ષરની જરૂર પડે છે.
અમેરિકન સરકાર તરફથી મળી છે આ રાહત
અમેરિકન સરકારે H-1B ધારકોને રાહત આપતા તેમની સમય મર્યાદા વધારી છે. જો અરજકર્તાઓ પોતાની અરજીઓ નક્કી કરેલા સમયની અંદર આપશે તો તેમના વધારાના રેહવાસને ગેરબંધારણીય નહીં ગણવામાં આવે અને અમુક શરતોને આધિન તેમની સમય અવધીને 240 દિવસ સુધી લંબાવી દેવામાં આવશે. પણ તેના માટે નક્કી કરેલા સમયે એપ્લાઇ કરવાનું રહેશે.

એક આંકડા પ્રમાણે અમેરિકામાં H-1B વિઝા પર જોબ કરતાં આશરે 3 લાખ લોકો છે. જેમાંના કેટલાકે તો ગ્રીન કાર્ડ મેળવા માટે પણ એપ્લાય કર્યું હતું. તેમાંના કેટલા લોકોને રાહત મળી છે તે કહેવું મુશ્કેલ છે. કારણ કે ઉપર જણાવ્યું તેમ આ બધું શરતોને આધિન છે માટે હજુ પણ કેટલાક H-1B વિઝા ધારકો પર ડીપોર્ટેશનની તલવાર લટકી રહી છે.
બીજી બાજુ 47 મિલિયન એટલે કે 4.7 કરોડ અમેરિકન લોકોએ બેરોજગાર તરીકેની નોંધણી કરાવી છે. તેવા સંજોગોમાં H-1B વિઝા ધારકો ભવિષ્યમાં ક્યારે નોકરીઓ પાછી મેળવી શકશે, મેળવી શકશે પણ ખરા કે નહીં તેવી શક્યતાઓ ઘણી ઓછી જોવા મળી રહી છે.

H-1B વિઝા પર અમેરિકા જનારા ભારતીયો માટે આ વિઝા એ અમેરિકામાં કાયમી વસવાટ મેળવવાના પાસપોર્ટ સમાન છે. અને માટે જ હજારો ભારતીયો આ વિઝા પર અમેરિકામાં જઈને નોકરી કરતા હોય છે જેથી કરીને ભવિષ્યમાં તેઓ ત્યાં કાયમી વસવાટ કરી શકે પણ આ સંજોગોમાં તેમનું આ સ્વપ્ન રોળાઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે.
2007-2008ની મંદીમાં પણ નોકરીયાતોની છટણી નહોતી થઈ તેટલી મોટી સંખ્યામાં અમેરિકન કંપનીઓ છટણી કરશે તેવા પણ અંદાજ લગાવવામાં આવી રહ્યા છે. H-1B વિઝા હોલ્ડર્સની અરજ બાદ તેમની મુંદતમાં વધારો ચોક્કસ કરવામાં આવ્યો છે પણ એક અહેવાલ પ્રમાણે આ આર્થિક મંદી લાંબી ચાલનાર છે અને મહિનાઓ સુધી તે લંબાઈ શકે છે. તેવા સંજોગોમાં H-1B વિઝા ધરાવતા લોકો ક્યાં સુધી પોતાની નોકરી સાંચવી શકે છે અથવા નવી નોકરી મેળવી શકશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ