ખસ ખસ સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓને કરે છે દૂર, જાણો તેના ફાયદાઓ વિશે

ગુણકારી ખસ ખસ

image source

ખસ ખસનો ઉપયોગ શાક અને મીઠાઇનો સ્વાદ વધારવા માટે થાય છે. જો કે ઘણા બધા ઘરોમાં આનો ઉપયોગ કોઈ કોઈ વાર જ કરવામાં આવે છે પરંતુ તમને ખબર નથી કે ખસ ખસ સ્વાસ્થ્યની સાથે સાથે ઘણી બધી બીમારીના ઈલાજ માટે પણ ઉપયોગી છે.

ખસખસ એ એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે જે કિડનીમાં થતી પથરીને રોકવામાં ખૂબ જ લાભદાયી છે અને સ્કીન માટે મોસ્યુરાઇઝરનું કામ કરે છે. ખસ ખસ શાક, મીઠાઇઓનો સ્વાદ વધારે છે. તો જાણી લો તમે પણ ખસ ખસના અઢળક ફાયદાઓ વિશે…

image source

ઘણી સામાન્ય બીમારી સિવાય ખસ ખસ ગંભીર બીમારીમાં પણ કામ આવે છે.ખસખસ થાયમિન, ફોલિક એસિડ, લોહ, મેગ્નેશિયમ , મેંગેનીજ, ફોસ્ફરસ જેવી ઘણી બધી જરૂરી ખનિજથી ભરપૂર છે.

કેક, પાંઉ અને બ્રેડના સ્વાદને વધારવાની સાથે જ ખસ ખસ અપાર ખનીજોથી ભરેલી હોય છે. આ સાથે જ સ્કીન, પેટ અને સ્વસ્થ મન માટે આ ખૂબ જ ફાયદાકારક છે.

image source

સારી ઊંઘ અને પેટની તકલીફોમાં આપે છે રાહત

ખસ ખસ માનસિક થાકને દૂર કરે છે જેના કારણે શાંતિથી ઊંઘ આવે છે. જો તમે ચામાં ખસ ખસના થોડાક બીજ ભેળવો છો તો તેના કારણે તમને સારી ઊંઘ આવે છે અને અનિદ્રામાંથી છૂટકારો પણ મળે છે.

પેટની તકલીફ દૂર થાય

image source

પેટની તકલીફો માટે ખસ ખસ પ્રાચિન સમયથી સૌથી ભરોસાપાત્ર ઈલાજ છે. દક્ષિણ એશિયાના ઘરોમાં ઘરગથ્થું ઉપચાર માટે શ્રેષ્ઠ છે.

ખસ ખસનું ચૂર્ણ બનાવીને ઘી કે માખણની જોડે લેવાથી પેટના દુખાવા ની સમ્યસામાં રાહત મળે છે . આમાં રહેલૂ પૈપાવારીન નામનું તત્વ માંસપેશીઓમાં રહેલા બગાડને દૂર કરવાનું કામ કરે છે.

શુષ્ક ત્વચાથી બચાવે

image source

ખસ ખસમાં મોસ્યુરાઇઝરના ગુણો હોય છે. પ્રાચીન સમયમાં ખસ ખસનો ઉપયોગ ત્વચાની દેખભાળ અને શુષ્કતા (ડ્રાયનેસ)માટે થતો હતો.

આના બીજ ફેટી એસિડથી સમૃદ્ધ હોય છે એટલે એ ત્વચા પર એક સુરક્ષા કવચ બનાવી રાખી ત્વચાને કોમળ રાખે છે. ખસખસનો ઉપયોગ રસોઈમાં અને એની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવાથી સારું પરિણામ મળે છે.

શરદી ખાંસી મટાડે છે

image source

ઋતુ બદલાય એટલે શરદી અને ખાંસી થવી એ સામાન્ય બાબત છે. પરંતુ જો તમે ખસ ખસનું સેવન કરો છો તો તમારે આ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

8 ચમચી નાળિયેરના દૂધમાં 1 મોટી ચમચી મધ અને 1 મોટી ચમચી ખસ ખસ મેળવીને પીવો જે દરેક પ્રકારની એલર્જીથી તમને દૂર રાખશે.

પ્રજનન ક્ષમતા વધારે

image source

ખસ ખસનું તેલ ફેલોપીન ટ્યૂબને ફ્લશ કરવાનુ કામ કરે છે જેનાથી પ્રજનન ક્ષમતા વધે છે. આ તેલથી ટ્યૂબમાં કોઈ પણ પ્રકારનો અવરોધ દૂર કરીને લાળ (મ્યુક્સ )ને દૂર કરે છે અને સાથે જ કામેચ્છા અને યૌન ઇચ્છાને વધારવામાં મદદરૂપ થાય છે.

જો તમને કિડનીમાં પથરીની સમસ્યા હોય તો ખસ ખસનું સેવન જરૂરથી કરજો. ખસ ખસમાં ઓકલેત્સ નામનું તત્વ હોય છે જે શરીરમાં વધુ પડતા કેલ્શિયમનું શોષણ કરી લે છે.

તણાવ દૂર કરે

image source

ખસ ખસમાં એન્ટિઓક્સિડન્ટનુ પ્રમાણ વધારે હોવાથી તે તણાવ ઉત્પન્ન કરનાર હોર્મોન્સને વધતાં રોકે છે એટલે તણાવ ઓછો થાય છે અને ઉત્સાહ વધે છે. એટલે જ ખસ ખસ કોઈ ને કોઈ રીતે જરૂરથી ખાવી જોઇએ.

પાચનશક્તિ સુધારે

image source

જો તમારી પાચનશક્તિ નબળી છે તો તમારા ભોજનમાં ખસ ખસને જરૂરથી સામેલ કરો. ખસ ખસ લેવાથી વધુ તરસ લાગવી, તાવ અને માંશપેશિયોમાં આવતા સોજા જેવી સમસ્યા દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ