હાર્ટ પેશન્ટ માટે આ લેખ છે વાંચવા જેવો, જો બીજા જોખમમાં ના મુકાવુ હોય તો ક્લિક કરીને વાંચી લો

હાર્ટ પેશન્ટ જો પાણીનો આ ઉપાય કરે તો હૃદયરોગનું જોખમ મહદઅંશે ઘટાડી શકે છે !

image source

હાર્ટ એટેક અને પાણીને છે સીધો સંબંધ, હાર્ટના પેશન્ટ માટે અગત્યની જાણકારી આપતો લેખ

હવે સામાન્ય માણસમાં એવો કોઈ ભ્રમ નથી રહ્યો કે હૃદયરોગનો હુમલો માત્ર મોટી ઉમરના લોકોને જ થાય. પણ જીવનશૈલી બદલાતા આ હૃદય રોગ હવે નાની ઉંમરે જ લોકોમાં દેખાવા લાગ્યો છે.

જે બાબતે જો અગાઉથી જ કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો બચી શકાય છે.

image source

દાયકાઓ પહેલા બાયપાસ સર્જરી શબ્દ આપણે ફિલ્મોમાં જ સાંભળતા હતા. અને ફિલ્મોમાં પણ આ પ્રકારની બીમારી માત્ર શ્રીમંતોમાં જ જોવા મળતી હતી.

પણ આજના સમયમાં મોટા ભાગના કુટુંબમાં એક એવી વ્યક્તિ તો મળી જ જશે જેના પર બાયપાસ સર્જરી કરવામાં આવી હોય અથવા તો તે હૃદય રોગનો દર્દી હોય.

હૃદય રોગથી પિડાતી વ્યક્તિએ તેનું નીદાન થયા બાદ ઘણી બધી રીતે સાવચેતી દાખવવી પડે છે. પણ જે લોકો હૃદય રોગ થાય તે પહેલાં જ ચેતવી જવા માગતા હોય તેના માટે અહીં કેટલાક અકસીર ઉપાય દર્શાવવામા આવ્યા છે. તો ચાલો જાણીએ આ તદ્દ્ન સરળ ઉપાયો વિષે.

image source

હૃદય રોગમાં પાણી એક અકસીર ઉપાય છે

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે શરીરમાંથી કચરો દૂર કરવા માટે આપણે ઓછાં ઓછું અમુક પ્રમાણમાં પાણી પીવું જ જોઈએ પણ જો તે પાણીને યોગ્ય સમયે પીવામાં આવે તો આપણે ગંભીર રોગોને આપણાથી દૂર ભગાવી શકીએ છીએ.

– કોઈ એક ચોક્કસ સમયે પાણી પીવાથી પાણીની સૌથી વધારે હકારાત્મક અસર તમારા શરીર થાય છે.

image source

– સવારે ઉઠ્યા બાદ બે ગ્લાસ પાણી પીવાથી તમારા આંતરિક અંગો સ્ફુર્તિલા બને છે એટલે કે એક્ટીવેટ થાય છે.

– જમ્યા પહેલાં જો એક ગ્લાસ પાણી પીવામા આવે તો તે તમને ખોરાક પચાવવામાં મદદ કરે છે.

– નાહવા જતાં પહેલાં એક ગ્લાસ પાણી પીવામાં આવે તો તે તમારા બ્લડ પ્રેશરને નીચુ લાવવામાં મદદ કરે છે.

image source

– સુતા પહેલાં એક ગ્લાસ પાણીપીવાથી તમે હૃદય રોગના હૂમલાને ટાળી શકો છો. આ ઉપરાંત જો રાત્રી દરમિયાન તમારી ઉંઘ ઉડી જાય તો તે વખતે પણ એક ગ્લાસ પાણી પી લેવું. આમ કરવાથી રાત્રી દરમિયાન હૃદય રોગનો હૂમલો થવાનું જોખમ ઘટી જાય છે.

– ઘણીવાર એવું બનતું હોય છે કે રાત્રી દરમિયાન જ વ્યક્તિનું હાર્ટએટેક આવવાથી ઉંઘમાં જ મૃત્યુ થઈ જાય છે. અને છેક સવારે ઘરના લોકોને તેની જાણ થાય છે.

– એક ડેટા પ્રમાણે જો તમને રાત્રે સુતી વખતે પગમાં દુખાવાની કે પછી પગની નસ ચડી જવાની ફરિયાદ હોય તો તેના માટે પણ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી તમને મદદ મળી રહે છે. અને તમે જ્યારે સવારે ઉઠો છો ત્યારે એકદમ સ્ફુર્તિલા ઉઠો છો.

image source

એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે મોટા ભાગના હાર્ટ એટેક સવારના છ વાગ્યાથી બપોર એટલે કે બપોરના બાર વાગ્યા સુધી જ આવતા હોય છે.

પણ રાત્રી દરમિયાન બહુ ઓછા હાર્ટ એટેક આવતા હોય છે તેની પાછળ મુખ્ય કારણ છે રાત્રે હૃદયને સૌથી વધારે આરામ મળે છે પણ જો તેવા સમયે હાર્ટ એટેક આવે તો તે ગંભીર બાબત કહેવાય.

હાર્ટ એટેકના નિષ્ણાત જણાવે છે કે જો તમે દિવસ દરમિયાન એક એસ્પિરિનની ગોળી લેતા હોવ તો તેને તમારે દિવસે નહીં પણ રાત્રે લેવી જોઈએ.

image source

તેની પાછળનુ કારણ એ છે કે એસ્પિરિનની અસર તમારા શરીરમાં 24 કલાક રહે છે અને સૌથી વધારે અસર શરૂઆતના કલાકોમાં રહે છે અને ધીમે ધીમે તેની અસર ઘટતી જાય છે.

માટે જો તમે રાત્રે સુતી વખતે એસ્પિરિન લીધી હશે તો બીજા દીવસની બપોર સુધી તેની અસર સૌથી વધારે રહે છે. અને ઉપર જણાવ્યા પ્રમાણે જો સૌથી વધારે હાર્ટ એટેક સવારની બાજુએ થતાં હોય તો એસ્પિરિનનો સમય બદલીને તે જોખમને મહદઅંશે ટાળી શકાય છે.

image source

હૃદય રોગના હૂમલા વખતે છાતીમાં જ દૂખાવો થાય છે તેવો ભ્રમ દૂર કરો

મોટા ભાગના લોકોના મનમાં એવી ધારણા હોય છે કે જો છાતીમાં દુખાવો થાય તો જ હાર્ટ એટેક આવ્યો તેવું ગણાય. પણ તેવું નથી. અને આજ ગેરસમજના કારણે ઘણાબધા જીવ યોગ્ય સમયે યોગ્ય સારવાર નહીં મળવાથી જતા રહે છે.

જ્યારે પણ હાર્ટ એટેક ચાલી રહ્યો હોય તે દરમિયાન છાતી ઉપરાંત તમારા ડાબા હાથમાં પણ દુઃખાવો ઉપડે છે. આ ઉપરાંત જો તમને તમારી હડપચીમા તીવ્ર દુઃખાવો થતો હોય તો પણ તે હૃદયરોગનો હૂમલો હોઈ શકે છે.

image source

આ ઉપરાંત તમને જો અકારણ અત્યંત પરસેવો છુટતો હોય તો પણ હૃદયરોગનો હૂમલો હોઈ શકે છે. જો કે આ બધા જ લક્ષણો કાયમી ન હોવા જોઈએ પણ ક્યારેક ક્યારેક જ તમને આવી કોઈ તકલીફ થતી હોવી જોઈએ.

અને એવી પણ શક્યતા છે કે તમને હાર્ટ એટેક આવતો હોય તે દરમિયાન તમને છાતીમાં જરા પણ દુઃખાવો ન થતો હોય. માટે આ ભ્રમથી સદાય દૂર રહો.

image source

મોટા ભાગના લોકો એટલે કે 60 ટકા લોકો કે જેમને રાત્રી દરમિયાન હાર્ટ એટેક આવ્યો હોય તેઓ ઉંઘમાંથી ઉઠતા નથી. તેમ છતાં જો તમારો છાતીનો દુઃખાવો તમને ઉંઘમાંથી ઉઠાડી દે તો તે જ વખતે તમારે બે એસ્પિરિન મોઢામાં મુકીને થોડા પાણી સાથે ગળી જવી.

અને તરત જ તમારા ઘરના લોકોને તમારી તબિયત વિષે જાણ કરવી જેઈએ જેથી કરીને તમને તરત જ સારવાર મળી શકે.

image source

જો કે તમારે તેમને તમે એસ્પિરિન લીધી છે તેની પણ જાણ કરવી જોઈએ. અને આ દરમિયાન તમારે સુઈ ન રહેવું પણ એક આરામ ખુરશીમાં બેસી જવું અને મદદની રાહ જોવી.

હાર્ટ એટેક આવ્યા બાદ શું સાવચેતી રાખવી

હાર્ટ એટેક આવ્યા બાદ જો તમારી તબિયત ફરી પાછી નોર્મલ થઈ ગઈ હોય તો તમારે બેસી ન રહેવું.

image source

સામાન્ય રીતે જ્યારે ક્યારેય પણ કોઈ વ્યક્તિ પર હાર્ટ એટેક બાદ બાયપાસ સર્જરી થતી હોય છે ત્યાર બાદ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સલાહ આપતા હોય છે કે પેશન્ટે ક્યારેય બેસી ન રહેવું અને હંમેશા પ્રવૃત્તિ શીલ જ રહેવું.

તેમની રીટાયર્ડ પેશન્ટને એવી ખાસ સુચના હોય છે કે તેમણે સર્જરીબાદ જરૂરી આરામ લીધા બાદ તરત જ કોઈ પ્રવૃત્તિ શોધી લેવી જોઈએ અને જીવનના અંત સુધી પ્રવૃત્તિશીલ જ રહેવું જોઈએ.

હાર્ટ એટેક બાદ વ્યાયામ

image source

સૌપ્રથમ તો તમારે તમારા ડોક્ટર પાસે વ્યાયામ કરવો કે નહીં તેની સલાહ લઈ લેવી જોઈ. ત્યાર બાદ તમે કેટલીક કાર્ડીઓ એક્સરસાઇઝ કરી શકો છો જે તમારા હૃદયને મજબુત બનાવે છે.

હાર્ટ માટે જો કોઈ ઉત્તમ એક્સરસાઈઝ હોય તો તે છે ચાલવું. હાર્ટ સ્પેશિયલિસ્ટ હંમેશા પોતાના પેશન્ટને બને તેટલું વધારે ચાલવાનું સૂચન કરે છે.

image source

આ ઉપરાંત ધીમી ગતીએ દોડવું, સાઈકલ ચલાવવી, સ્વીમીંગ કરવું. આ બધી જ પ્રવૃત્તિ તમારા હૃદયને શરીરમાં લોહી તેમજ ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરશે અને તેમ કરીને સ્વસ્થ રાખે છે.

ઉપર જણાવેલો વ્યાયામ કરવાથી તમે તમારા કોલેસ્ટેરોલ સ્તરને ઘટાડી શકો છો અને બ્લડ પ્રેશરને પણ ઘટાડી શકો છો. તે તમને માનસિક તાણથી પણ દૂર રાખશે.

image source

જો તમારું વજન પ્રમાણ કરતા વધારે હોય અને તમને હાર્ટનો પ્રોબ્લેમ પણ હોય તો આ બધી જ એક્સરસાઈઝ તમારું વજન ઘટાડશે અને સાથે સાથે તમારા પર તોળાતુ હાર્ટએટેકનુ જોખમ પણ ઘટાડશે.

તમે તમારા વજનનું માત્ર દસ ટકા વજન પણ ઘટાડશો તો તમારા હાર્ટએટેકના જોખમમાં ઘણો ઘટાડો થશે.

લાલમરચુ પાઉડરનો પ્રયોગ

image source

દર્દીને અચાનક હાર્ટ એટેક આવે અને તેની સારવાર થવામાં વાર લાગે તેમ હોય તો તેવા સમયે તમારે લાલમરચુ પાઉડરનો પ્રયોગ કરવો જોઈએ.

તેના માટે તમારે માત્ર એક ગ્લાસ પાણીમાં લાલ મરચુ પાઉડરની એક-બે ચપટી નાખવાની છેઅને તે પાણીને ઉકાળ્યા બાદ સામાન્ય તાપમાને દર્દીને પીવડાવવું તેમ કરવાથી દર્દીને રાહત થશે.

તમારા ડાયેટપ્લાનમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

image source

ભારતીય સંતુલીત ભોજન સ્વસ્થ રહેવા માટે ઉત્તમ ભોજન છે.

આપણા રોજીંદા જીવનમાં આપણે જે કંઈ પણ નિયમિત પણે ખાઈએ છીએ તેને જો યોગ્ય રીતે અને યોગ્ય સમયે આરોગવામાં આવે તો હૃદયરોગના જોખમમાં સદંતર ઘટાડો લાવી શકાય છે. તો ચાલો જાણીએ આ ખોરાક વિષે.

ટામેટા

image source

આપણે સામાન્ય રીતે રેગ્યુલર દાળ-શાકમાં ટામેટાનો ઉપોયગ કરતા જ હોઈએ છીએ આ ઉપરાંત ટામેટાને આપણે ચટની સ્વરૂપે તેમજ સલાડની રીતે પણ આરોગતા હોઈ છીએ.

ટામેટામાં વિટામીનસી, લાઈકોપીન, અન્ય વિટામીન્સ, બીટાકેરોટીન તેમજ પોટેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે જેનું નિયમિન યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી હૃદયરોગનું જોખમ ઘટી જાય છે.

કેપ્સિકમ

image source

કેપ્સિકમમાં ફોલેટ તેમજ બીજા ઘણાબધાપોષકતત્ત્વો સમાયેલા હોય છે જે હૃદયને સ્વસ્થ બનાવે છે.

ગાજર

image source

ગાજર કેરોટેનોઈડ્સથી ભરપુર હોય છે તે એક પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે જે હૃદયરોગ માટે જવાબદાર મુક્ત કણો સામે રક્ષણ આપે છે.

બ્રોકોલી

image source

બ્રોકોલીમાં સી વીટામીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે તમને ગંભીર તેમજ ઓછા ગંભીર હૃદયરોગથી ઓછું સંવેદનશીલ બનાવે છે.

લીલોતરી શાકભાજી

image source

લીલોતરી શાકભાજી જેમ કે પાલકની ભાજી, તાંદળિયાની ભાજી વિગેરેમાં મેગ્નેશિયેમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. હાવર્ડના એક અભ્યાસ પ્રમાણે મેગ્નેશિયમ સ્ત્રીઓમાં જે અચાનકનું હાર્ટ ફેલિયર થાય છે તેના જોખમને ઘટાડે છે.

લસણ

image source

લસણમાં ફાઈટોકેમિકલ્સ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને તમને હૃદયને લગતા રોગોથી રક્ષણ આપે છે.

હળદર

image source

હળદરમાં કરક્યુમીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે હૃદયને પહોળુ થતાં અટકાવે છે. તેનાથી શરીરમાંનું કોલેસ્ટેરોલનું પ્રમાણ પણ ઘટે છે. હળદરથી લોહીનું પરિભ્રમણ પણ નિયમિત બને છે.

ડુંગળી

image source

ડુંગળીમાં ફાઈટોકેમિકલથી ભરપુર સલ્ફર હોય છે. અને આ ફાઇટોકેમિકલ્સ તમારા કોલેસ્ટેરોલ સ્તરને ઘટાડે છે અને તેના કારણે તમારું હૃદયરોગનુ જોખમ પણ ઘટે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ