ડીશવોશર ટેબલેટની બહાર દેશોમાં છે જોરદાર બોલબાલા, જાણો શું છે તેનો ઉપયોગ

ડીશવોશર ટેબલેટના આ ઉપયોગો વિષે તમે નહીં જાણતા હોવ

ભારતીય બજારમાં ડીશવોશર તો આવી ગયા છે પણ તે હજુ ઘણા ઓછા લોકોના ઘરોમાં પહોંચ્યા છે. મધ્યમવર્ગના ઘરોમાં તો હજુ ડીશવોશર લાવવાની વાતો પણ નથી થઈ શકતી પણ ઉચ્ચ મધ્યમવર્ગ અને અપર ક્લાસના રસોડામાં ડીશવોશરનો ઉપયોગ થવા લાગ્યો છે.

ખાસ કરીને સાધન સંપન્ન વૃદ્ધ લોકો અથવા તો જે ઘરમાં પતિ-પત્ની બન્ને કામ કરતા હોય અને ત્યાં હાઉસહેલ્પ ન મળી રહેતી હોય તેમના માટે ઘણીવાર ડીશવોશર અનિવાર્ય બની જાય છે.

પણ તેમ છતાં તેમને પણ ડીશવોશર સાથે કેટલીક ફરિયાદ રહેતી જ હશે.

image source

ડીશવોશર પર એક સંશોધન કરવામા આવ્યું હતું તેમાં જાણવા મળ્યું હતું કે તે હાથે વાસણો ધોવા કરતાં ક્યાંય વધારે મોંઘુ પડે છે, પણ જો તમે તેને બજેટમાં જ રાખવા માગતા હોવ અને ડીશવોશરમાં જ વાસણ ધોવા માગતા હોવ તો તમને જણાવી દઈએ કે કેટલીક ટ્રીક્સ દ્વારા તમે બજેટમાં રહીને ડીશવોશરમાં જ તમારા હાથ ગંદા કર્યા વગર વાસણ ધોઈ શકો છો.

આ રીતે ઇકોનોમિકલી ડીશવોશરનો ઉપયોગ કરો

જો તમે ડીશવોશરમાં જ વાસણ ધોવા માગતા હોવ તો અમે તમને જણાવીએ કે તમને તે સસ્તામાં પડે તે રીતે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો.

image source

– સૌ પ્રથમ તો આપણને જે વાસણને વીછળી રાખવાની ટેવ છે તે છોડી દેવી પડે તેમાંથી માત્ર તમારે વધેલો ખોરાક જ લઈ લેવો બાકી બધા વાસણો એમ જ ડીશવોશરમાં ગોઠવી દેવા.

કારણ કે આજે બજારમાં મળતા ડીશવોશર ફુલ્લી ફંક્શન્ડ હોય છે તેમાં તમારે માત્ર સ્વિચ જ ઓન ઓફ કરવાની રહે છે.

image source

– બીજી વાત એ કે તમારે ડીશવોશરને ફુલ ભરી લેવું એટલે કે અરધું ડીશવોશર ખાલી હોય ત્યારે વાસણન ન ધોવા દેવા પણ ડીશવોશરને ભરાવા દેવું જેથી કરીને તમારે વારંવાર મશીન ચાલુ ન કરવું પડે.

– ડીશવોશરમાં આવતા ઇકો પ્રોગ્રામનો ઉપયોગ કરો. તે તમારા ઘણા બધા રૂપિયા બચાવી શકે છે.

image source

હવે અમે તમને ડીશવોશર ડીટર્જન્ટ ટેબલેટ બાબતે કેટલીક એવી ટીપ્સ જણાવીશું જેનો ઉપયોગ તમે ડીશવોશર ઉપરાંત પણ કરી શકશો.

ડીપ ફ્રાયર

image source

જો તમારા ઘરમાં તમે ડીપ ફ્રાયર વસાવ્યું હોય તો તમને સૌથી વધારે તકલીફ તેને સાફ કરવામાં થતી હશે. કારણ કે તેમાં તેલના કારણે જે ચીકાસ જામી ગઈ હોય છે તેને દૂર કરવી ઘણી અઘરી થઈ પડે છે. પણ ડીશવોશર ટેબલેટ તમારું આકામ સરળ બનાવી દે છે.

તેના માટે તમારે તમારા ડીપફ્રાયરના પોણા ભાગસુધી ગરમ પાણી ભરવું અને તેમાં એક ડીશવોશર ટેબ્લેટ ઉમેરી દેવી. હવે તેને તેમ જ રાખી મુકવું.

image source

અને હવે તમારે તમારું ડીપ ફ્રાયર ચાલુ કરવું પણ એક વાતનું ધ્યાન રાખવુ કે 90 ડીગ્રીથી વધારે ગરમ ન થવું જોઈએ. હવે તેને તેમ જ દસ મિનિટ માટે છોડી દેવું. ત્યાર બાદ ડીપ ફ્રાયરને ગરમ પાણીથી ધોઈ લેવું.

ડીશવોશર ટેબલેટથી વોશિંગ મશીનને સાફ કરો

image source

ડીશવોશર ટેબલેટને ખાસ કરીને ઓટો ક્લીનીંગ માટે બનાવવામાં આવી હોય છે. જો આ ટેબલેટને વોશિંગ મશીન સાફ કરવામાં વાપરશો તો તમારું વોશિંગ મશીન ચકચકાટ થઈ જશે.

જો તમને એવું લાગતું હોય કે વોશિંગ મશીનને વળી શું સાફ કરવાનું હોય, તે તો સાફ જ હોય પણ તેવું નથી તેને પણ ક્લિનિંગની જરૂર પડે છે.

image source

તમારે મહિનામાં એક વાર તમારા વસ્ત્રો ધોતી વખતે તેમાં એક કે બે ડીશવોશર ટેબ્લેટ ઉમેરી દેવી જોઈએ. આમ કરવાથી મશીનના કાણામાં જામી ગયેલો મેલ નીકળી જાય છે.

આ ટ્રીક ખાસ કરીને 5થી 10 વર્ષ જુના થઈ ગયેલા વોશિંગમશીનમાં કામ લાગે છે. અને આ ટ્રીક અજમાવવાથી તમારું વોશિંગ મશીન થોડો વધારે સમય સારુ ચાલી શકે છે.

image source

વોશિંગ મશીનની વાત થઈ રહી છે તો તમને એક અલાયદી ટીપ અમે આપી દઈએ અને તે એ છે કે જો તમે નવા વસ્ત્રો વોશિંગ મશિનમાં ધોવાના હોવ તો તે પહેલાં આગલી રાત્રે તેને ઠંડા પાણીમાં પલાળી રાખો

ત્યાર બાદ બીજી સવારે તમે તેને વોશિંગ મશીનમાં ધોઈ શકો છો તેમ કરવાથી નવા વસ્ત્રોના રંગ નહીં ઉડે કે તે ચડી પણ નહીં જાય.

ઘરમાં ફેલાયેલી રસોઈની ગંધ દૂર કરે છે

image source

હા, ડીશવોશર ટેબલેટ તમે જે મસાલેદાર રસોઈ કરી હોય અને ત્યાર બાદ જે ગંધ આખા ઘરના ખૂણે ખૂણે ફેલાઈ ગઈ હોય તેને પણ ઘરમાંથી દૂરકરી શકે છે.

તેના માટે તમારે એક તપેલી લેવી તેને પોણી ભરી લેવી હવે તેમાં એક ડીશવોશર ટેબ્લેટ ઉમેરી દેવી. હવે તે પાણીને ગરમ થવા મુકી દેવું.

image source

જેમ જેમ પાણી ગરમ થશે તેમ તેમ ડીશવોશર ટેબ્લેટવાળુ ગરમ પાણી આસપાસની ગંધને શોશી લેશે અને તમારા ઘરમાં સુગંધ ફેલાઈ જશે.

કોફી-ચા વિગેરેના ડાઘા દૂર કરે છે

જો તમારા ઘરમાં નિયમિત કોફી તેમજ ચા પિવાતા હશે તો તમારા તપેલી, કપ-રકાબી, ટી પોટ વિગેરેમાં પણ બ્રાઉન રંગના ડાઘા પડી જતા હશે અને કેટલાક ડાઘ તો એટલા ઘેરા થઈ જતા હોય છે કે સરળતાથી નથી જતા.

image source

પણ ડીશવોશર ટેબ્લેટની આ ટ્રીકથી તમે આ ડાઘ પણ સરળતાથી દૂર કરીશકો છો.

તેના માટે તમારા ટી પોટમાં પાણી ભરવાનું છે અથવા તો તમે જે તપેલીમા ચા બનાવતા હોવ તેમાં પાણી ભરવું અને તેને ઉકળવા મુકી દેવું ત્યાર બાદ તેમાં ડીશવોશર ટેબ્લેટ ઉમેરવી.

image source

હવે ડીશવોશર ટેબ્લેટ ઓગળી જાય એટલે તમે આ તપેલીમાં તમારા ડાઘાવાળા કપ રકાબી પલાળી શકો છો અથવા તોતેના પર આ પાણી રેડી શકો છો.

હવે તેને તેમ જ અરધા એક કલાક સુધી પલળવા દેવુ અને ત્યાર બાદ તેને ઘસીને ધોઈ લેવા. તમે જોશો કે ડાઘા જતા રહ્યા હશે.

વાસણના તળિયે પડી ગયેલા ડાઘા દૂર કરે છે

image source

જો કંઈ રાંધતી વખતે તમારા વાસણના તળિયે બળીને ખાવાનું ચોંટી ગયું હોય પણ તે ઘણું ઘસવા છતાં ન જતું હોય તો અહીં પણ તમને ડીશવોશર ટેબ્લેટ મદદ કરી શકે છે.

જે વાસણમાં આવી રીતે બળેલુ ખાવાનું ચોંટી ગયું હોય તેમાં પાણી ભરવું તેને ગરમ થવા મુકવું અને સાથે સાથે તેમાં ડીશવોશર ટેબ્લેટ પણ ઉમેરી દેવી.

image source

હવે પાણીને બે-ત્રણ મિનિટ ઉકળવા દેવું. ત્યાર બાદ તે વાસણને સ્પોન્જ કે સ્ક્રબર વડે ધોઈ લેવું. તમે જોશો કે વાસણનું તળિયુ નવા જેવું થઈ ગયું હશે.

વસ્ત્રો પરના પીળા ડાઘને દૂર કરે છે.

જો તમારા વસ્ત્રો પર પીળા ડાઘ થઈ ગયા હોય ખાસ કરીને પરસેવાના કારણે જે પીળા ડાઘ તમારા ટીશર્ટના કોલર કે પછી બગલમાં પડી જતા હોય છે તેને પણ તમે ડીશવોશર ટેબ્લેટની મદદથી દૂર કરી શકો છો.

image source

તેના માટે તમારે તમારા વોશિંગ મશિનમાં એક ડીશવોશર ટેબ્લેટ ઉમેરવાની છે. હવે તમે જે રીતે વોશિંગ મશિનમાં વસ્ત્રો ધુઓ છો તે રીતે ધોઈ લેવા. તમે જોશો કે પીળા ડાઘ જતા રહ્યા હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ