આ એક જ વસ્તુથી તમારા બ્લેકહેડ્સને કરી દો દૂર

માત્ર એક જ વસ્તુના ઉપયોગથી તમારા બ્લેકહેડ્સને દૂર કરો

image source

જો તમે તમારા નાક પર તેમજ તમારા ચેહરા પર વારંવાર ઉપસી આવતા બ્લેકહેડ્સથી કંટાળી ગયા હોવ તો અમે તેના માટે એક સાવજ હાથવગો અને છતાં પણ અસરકારક ઉપાય લઈને આવ્યા છે. તમારા ચેહરા તેમજ નાક પરની આ બ્લેકહેડ્સની સમસ્યાથી તમે હાઇડ્રોજન પેરોક્સાઇડની મદદથી છુટકારો મેળવી શકો છો.

તમને જણાવી દઈ કે બ્લેકહેડ્સ એ એક પ્રકારના ખીલ કે પછી ફોડકીનો પ્રકાર છે. જ્યારે તમારા પોર્સમાં તેલ જમા થાય છે ત્યારે તે તેલ ઓક્સિડાઇઝ્ડ એટલે કે કાળુ પડે છે, અને તમારી ત્વચા છીકણી તેમજ કાળી પડવા લાગે છે.

image source

જો તમને એમ થતું હોય કે બ્લેકહેડ્સ રીમૂવલ પ્રોડક્ટ્સ તમારા બ્લેકહેડ્સ દૂર કરે છે તો તેવું નથી.

તેના માટે તમારે એક કાયમી ઘરગથ્થુ ઉપચાર અપનાવો જોઈએ જે તમને અસરકારક રીતે આ બ્લેકહેડ્સ દૂર કરવામાં મદદ કરે અને તમારી ત્વચાને સુંદર દેખાવામાં પણ મદદ કરે છે અને તે ઘરગથ્થુ ઉપચાર તમે હાઇડ્રોજન પેરોક્સાઇડ દ્વારા કરી શકો છો.

image source

બ્લેકહેડ્સ દૂર કરવા આ રીતે કરો હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ

– સૌ પ્રથમ તો તમારા ચહેરાને એક માઇલ્ડ ફેસવોશ કે પછી ચણાના લોટથી ધોઈ લો જેથી કરીને ચહેરા તેમજ નાક પરનું વધારાનું તેલ, બેક્ટેરિયા તેમજ અન્ય ગંદકી દૂર થઈ જાય. તેને લૂછીને નહીં પણ નેપ્કીનથી હળવા હાથે દબાવીને કોરું કરો જેથી કરીને ચેહરો વધારે ડ્રાઈ ન થઈ જાય.

image source

– ત્યાર બાદ તમારે તમારા ચહેરા પરની જે ત્વચા બ્લેકહેડ્સ ગ્રસ્ત હોય તેને એક્સફોલિયેટ કરવી જે તમે ઘરે જ બનાવેલા ફેસસ્ક્રબની મદદથી કરી શકો છો.

તેના માટે તમે ખાંડ અને પાણીથી બનાવેલી પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. તે હળવેથી તમારા ચહેરાને સ્ક્રબ કરશે અને તમારા ચહેરા પરના ઓક્સિડાઈઝ્ડ બ્લેકહેડ્સની સરફેસને દૂર કરશે. હવે ચહેરાને પાણીથી ધોઈ લેવો.

image source

– હવે ત્રીજા સ્ટેપમાં તમને હાઇડ્રોજન પેરોક્સાઇડની જરૂર પડશે. તેના માટે તમારે એક કોટન બોલ લેવાનો છે તેને 3% હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ડીપ કરવો અને તેનાથી તમારા બ્લેકહેડ્સવાળા ભાગ પર હળવા હાથે ફેરવવું.

જો કે તમારે તમારી આઇબ્રોઝ તેમજ તમારી હેરલાઇન એટલે કે કપાળ પર આવતા વાળને દૂર રાખવા. આઇબ્રોઝ પર હાઇડ્રોજન પેરોક્સાઇડ અડી જશે તો તમારી આઇબ્રો તદ્દન ભૂરી થઈ જશે એટલે કે બ્લિચ થઈ જશે.

image source

– ત્યાર બાદ તમારે તમારી ત્વચા ભીની હોય તે જ વખતે તમારે તેને જોજોબા, એવોકાડો કે પછી ઓલિવ ઓઇલથી મોઇશ્ચરાઇઝ કરી લેવી તેની જગ્યાએ તમે કોપરેલ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

તેના માટે તમારે એક નાની ચમચી ઉપર જણાવેલું કોઈ પણ તેલ લઈ લેવું અને તેનાથી ચહેરા પર મસાજ કરવો. તે તમારી ત્વચાને રક્ષણ આપશે અને તમારી ત્વચામાના મોઇશ્ચરને સાંચવી રાખશે.

image source

– હાઇડ્રોજન પેરોક્સાઇડ તમારા ચેહરા પર રહેલા બ્લેકહેડ્સને ઓગાળી નાખશે અને તમારી ત્વચા પરથી ગાયબ કરી નાખશે. તેનો ઉપયોગ તમે બ્લેકહેડ્સના કારણે જો કોઈ ડાઘ રહી ગયા હોય તો તેના માટે પણ કરી શકો છો.

આ વાતોનું ખાસ ધ્યાન રાખો

image source

– ક્યારેય તમારી ત્વચાને વધારે પડતી એક્સફોલિએટ એટલે કે સ્ક્રબ ન કરી દો. તે તમારી ત્વચા પરથી વધારે પડતું જ સ્ટ્રેટમ કોર્નિયમ દૂર કરી દેશે. આ ત્વચાની એ પરત છે જે ત્વચામાં રહેલા મોઇશ્ચર તેમજ તેલને અકબંધ રાખે છે.

– અઠવાડિયામાં 1-2 વાર એક્સફોલિએટીંગ સ્ક્રબનો ઉપયોગ ચોક્કસ કરો. તે તમારા પોર્સમાં બ્લેકહેડ્સ થતાં અટકાવશે અને તમારી ત્વચાને પણ સુંદર દેખાડશે.

– હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરતી વખતે તમારી આંખને હંમેશા તેનાથી દૂર રાખો. જો તમારી આંખમાં તે જતું રહે તો તરત જ તમારી આંખ પાણી વડે ધોઈ લો. તેમ છતાં તમને કોઈ સમસ્યા જણાય તો તમારે ડોક્ટરની સલાહ લેવી.

image source

– તમારા ચહેરા પર હંમેશા હળવું ફેસ ક્લિન્ઝર યુઝ કરો અને ત્યાર બાદ ત્વચાને મોઇશ્ચર પહોંચાડવા માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવાનું પણ ન ભૂલો. તમે તેના માટે કોઈ પણ કુદરતી વસ્તુનો ઉપયોગ કરી શકો છો.

– જો તમને ચહેરા પર કોઈ ઘા ન થયો હોય તો તમે ખાડંની જગ્યાએ મીઠાનો ઉપયોગ પણ સ્ક્રબર તરીકે કરી શકો છો. પણ તે તમારી ત્વચાને વધારે ડ્રાઈ બનાવી દેશે. જ્યારે ખાંડ તમને વાતાવરણમાંથી પણ મોઇશ્ચર પુરુ પાડશે.

image source

– જો તમે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરવા ન માગતા હોવ તો તમે લીંબુનો રસ પણ વાપરી શકો છો. તે પણ તમારા ચહેરા પરના ખીલ, ફોલ્લીઓ તેમજ બ્લેકહેડ્સને દૂર કરવામાં અસરકારક રીતે મદદ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !