‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની બાવરી રિયલ લાઈફમાં છે એકદમ સ્ટાઈલીશ અને ગ્લેમર્સથી ભરપુર..જુઓ ફોટોસ…

સબટીવી પર આવતી લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બધા પાત્રો ઘરે ઘરે જાણીતા બન્યા છે. તેમજ સૌથી મહત્વનું કોમેડિયન પાત્ર બાઘાનું રિયલ નામ તન્મય વેકેરિયા છે. બાઘાની બાવરીનું રિયલ નામ મોનિકા ભદોરિયા છે. આજે અમે તમને બાઘાની બાવરીની રિયલ લાઈફ વિશે જણાવા જઈ રહ્યાં છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બધા કેરેક્ટર ઘેર ઘેર ફેમસ થઈ ગયા છે. તેમાં પણ બાઘાની બાવરી તો ખાસ. સીરિયલમાં તેની એન્ટ્રી બહુ પાછળથી કરવામાં આવી હતી. પણ તેણુ પાત્ર બધાને પસંદ આવે છે. સીરિયલમાં બાવરીનું કેરેક્ટર પ્લે કરનારી અભિનેત્રીનું રિયલ નામ તો “મોનિકા ભદોરિયા” છે.

તે રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ દેખાય છે. તેનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો અને ત્યાં જ તેણે પોતાનો અભ્યાસ પણ પૂરુ કર્યો હતો.

મોનિકા મોડલ બનવા માટે 2006માં મુંબઈમાં આવી હતી. કેમ કે, તેણે નાનપણથી જ એકટિંગનો બહું શોખ હતો. તેમજ ઘણા બધા ફેશન શોમાં તેણે ભાગ પણ લીધો છે.

તમને જાણીને નવાઈ લાગશે કે તાકર મહેતામાં તેણે બાવરીનો રોલ કેવી રીતે મળ્યો હતો, આ વિશે બાવરીએ જણાવતા કહ્યું કે, તે એકવાર તેણી મિત્રના ઘરે ગઈ હતી. ત્યાં તેણી માંનો ફોન આવ્યો હતો કે તારક મહેતામાં ઓડિશન ચાલું છે.

તે ઓડિશન આપવા માટે ગઈ અને તેને બાવરીના કેરેક્ટર માટે પસંદ કરવામાં આવી હતી. આ રીતે તેને બાવરીનો રોલ મળી ગયો હતો. તારક મહેતામાં બાવરીનો રોલ જોઈને દર્શકો પોતાનું હસવાનું પણ નહીં કોરી શકતા હોય કેમ કે, તેનું કેરેક્ટર જ એકદમ કોમેડિયન છે ખાસ કરીને તેની ચાલવાની સ્ટાઈલ જોઈને તો હસુ આવી જાય.

બાવરીએ જણાવ્યું કે દર્શકો તરફ સારો પ્રતિસાદ મળવાને કારણે સીરિયલની સ્ટોરીમાં થોડો ફેરફાર કરવો પડ્યો હતો અને તેની બાધાની સગાઈ થઈ હતી. તેણે જણાવ્યું કે તે આજે તારક મહેતાની બાવરી તરીકે બહુ ફેમસ થઈ ગઈ છે, તે જ્યાં પણ જાય છે ત્યાં તેના ફેન્સ તેણે બાવરી તરીકે જ ઓળખે છે.

તમને જણાવી દઈએ કે મોડલિંગ, સીરિયલ સિવાય મોનિકાને ફિલ્મોમાં પણ કામ કરવાની તક મળી છે. તે સિંઘમ રિટર્ન્સમાં જોવા મળી હતી.

તેમજ તેણે ઘણી સીરિયલોમાં પણ કામ કર્યું છે. તેમજ બાઘાની બાવરી ઓડી ગાડી ચલાવે છે અને રિયલ લાઈફમાં તે એકદમ સ્ટાઈલીશ અને સુંદર દેખાય છે.

બાવારીને ગાડી ચાલવાનો શોખ છે અને તેણી ઓડી કાર પણ રાખે છે !!

મુંબઈના દરિયા કિનારે હળવી ક્ષણોમાં બાવરી…!!!

રજાઓમાં ફરતી બાવરી….!!

રૂપાણી સાહેબ સાથે જ્યારે ટીમ સાથે ગાંધીનગર આવેલી…

શુટિંગ દરમિયાન સોઢી સાથે હળવા મૂળ માં…

સિંઘમના સેટ પર શૂટિંગ વખતે….!!

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ

મિત્રો, આપ સૌ જો આ ફોટોસ પહેલી વાર જ જોતા હો તો કોમેન્ટ માં “Superb” લખી અમારો ઉત્સાહ વધારજો…જેથી અમે આવા હિડન કલાકારોના વધુ ફોટોસ લાવી શકીએ…

ટીપ્પણી