શું તમે જાણો છો વિશ્વના સૌથી નાના યુદ્ધ વિષે જે ફક્ત કેટલી મિનિટ ચાલ્યુ હતુ..

દુનિયાભરની એવી કેટલીય માહિતી છે જેના વિષે બધા લોકો નથી જાણતા.

image source

અમુક માહિતી તો એવી છે જેને જાણીને આપણે નવાઈ પામ્યા વિના ન રહી શકીએ. આવી જ રોચક માહિતીઓ આપના સુધી પહોંચાડવા અમે ” માનો યા ન માનો ” શીર્ષકથી એક વિશેષ શ્રેણી સમયાંતરે પ્રકાશિત કરી રહ્યા છીએ. જેનો ત્રીજો ભાગ અત્રે પ્રસ્તુત છે.

image source

આશા રાખીએ છીએ કે આ શ્રેણી અમારા માનવંત અને જિજ્ઞાસુ વાચકો માટે માહિતીપ્રદ રહેશે.

ઘડિયાળની જાહેરાતમાં 10:10 જ કેમ ?

image source

તમે જોયું હશે કે વધુ પડતી ઘડિયાળની જાહેરાતમાં કે ઘડિયાળની દુકાનમાં ગોઠવેલી ઘડિયાળો પર 10:10 જ વાગેલા હોય છે. જો કે તેની પાછળ કોઈ ખાસ કારણ તો નથી હોતું બસ એજ કે ઘડિયાળમાં કાંટાની આ સ્થિતિ જોવામાં સારી અને આકર્ષક લાગે છે માટે ઘડિયાળમાં 10:10 વાગેલા હોય છે.

પુરુષો અને મહિલાઓના શર્ટમાં ભિન્નતા

image source

મોટાભાગના લોકોએ આ કદાચ ક્યારેય નોટિસ નહિ કર્યું હોય કે પુરુષોના શર્ટના બટન શર્ટની જમણી બાજુએ લગાવેલા હોય છે જયારે મહિલાઓ માટેના શર્ટમાં બટન ડાબી તરફ લગાવેલા હોય છે. કેટલાક તો આ વાંચીને પોતાના શર્ટના બટન પણ ચેક કરશે. ચોક્કસ.

મહિલાઓ વધુ બોલકી કે પુરુષો ?

image source

આમ તો આ સવાલનો જવાબ અહીં ન લખીએ તો પણ આ વાંચનાર પૈકી 90 ટકા લોકોને ખબર જ હોય કે જવાબ શું હોય. તેમ છતાં જણાવી દઈએ કે એક વયસ્ક પુરુષ એક દિવસમાં સરેરાશ 7000 જેટલા શબ્દો પોતાના મોં વડે બોલે છે જયારે એક વયસ્ક મહિલા દિવસ દરમિયાન સરેરાશ 20000 શબ્દો બોલે છે.

100 વર્ષ જીવવામાં કોણ આગળ ?

image source

શું તમે જાણો છો કે વિશ્વભરમાં 100 વર્ષથી વધુ જીવનારા લોકો પૈકી કોની સંખ્યા વધારે છે પુરુષોની કે મહિલાઓની ? તો જવાબ છે કે વિશ્વના 100 વર્ષ સુધી જીવન જીવનારા પ્રતિ 5 લોકોમાં 4 મહિલાઓ હોય છે.

તમે ડાબોડી કે જમણેરી ?

image source

બાળપણમાં જયારે ક્રિકેટ રમતા ત્યારે અમુક મિત્રો ડાબોડી અને અમુક મિત્રો જમણેરી એમ અલગ અલગ બેટિંગ અને બોલિંગ કરતા. અમુક લોકો જમણેરી હોય છે જયારે અમુક ડાબોડી. જો કે ફક્ત માણસ જ નહિ પણ માણસની જેમ કુતરા અને બિલાડી પણ ડાબોડી અને જમણેરી હોય છે.

ઇતિહાસનું સૌથી નાનું યુદ્ધ

image source

વિશ્વમાં બે મોટા યુદ્ધો વિષે તો તમે ઇતિહાસમાં વાંચ્યું કે સાંભળ્યું જ હશે, એક પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું દ્રિતીય વિશ્વયુદ્ધ. પણ શું તમે વિશ્વના સૌથી નાના યુદ્ધ વિષે જાણો છો ? નહિ ને ? તો જણાવી દઈએ કે વિશ્વનું સૌથી નાનું યુદ્ધ 1896 માં ઇંગ્લેન્ડ અને ઝાંઝીબાર વચ્ચે થયું હતું. જેમાં ઝાંઝીબારે ફક્ત 38 મિનિટ ના યુદ્ધ બાદ શરણાગતિ સ્વીકારી લીધી હતી.

દુનિયાનું સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ

image source

તમે કદાચ નહિ જાણતા હોવ પણ દુનિયાનું સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ હિમાચલના ચાયલ નામક સ્થળે આવેલું છે જે સમુદ્ર સપાટીથી 2444 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ ગ્રાઉન્ડ છેક 1893 માં બનાવાયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ