માનો યા ન માનો, કબરમાંથી મળેલો આ ખાદ્ય પદાર્થ વર્ષો પછી પણ હતો ખાવાલાયક..

દુનિયાભરની એવી કેટલીય માહિતી છે જેના વિષે બધા લોકો નથી જાણતા.

image source

અમુક માહિતી તો એવી છે જેને જાણીને આપણે નવાઈ પામ્યા વિના ન રહી શકીએ. આવી જ રોચક માહિતીઓ આપના સુધી પહોંચાડવા અમે ” માનો યા ન માનો ” શીર્ષકથી એક વિશેષ શ્રેણી સમયાંતરે પ્રકાશિત કરી રહ્યા છીએ.

image source

જેનો બીજો ભાગ અત્રે પ્રસ્તુત છે. આશા રાખીએ છીએ કે આ શ્રેણી અમારા માનવંત અને જિજ્ઞાસુ વાચકો માટે માહિતીપ્રદ રહેશે.

1). હેં.. માચીસ પહેલા લાઇટર?

સિગરેટ કે બીડી સળગાવવા માટે ઉપયોગમાં લેવાતું નાનકડું લાઇટર તો તમે જોયું જ હશે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે માચીસની શોધ થઇ એ પહેલા લાઇટરની શોધ થઇ ચુકી હતી. અલબત્ત તે લાઇટરનું સ્વરૂપ અત્યારના લાઇટર જેવું આધુનિક નહોતું.

2). આંગળીઓની જેમ જીભની છાપ પણ અલગ અલગ

image source

અનેક જગ્યાઓએ માણસની ઓળખ સાબિત કરવા માટે ફિંગર પ્રિન્ટ એટલે કે આંગળીઓની છાપનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે લગભગ દરેક વ્યક્તિઓની આંગળીઓની છાપ અલગ અલગ હોય છે. પરંતુ નવાઈની વાત એ છે કે જેમ અલગ અલગ વ્યક્તિઓની આંગળીઓની છાપ અલગ અલગ હોય છે તેમ દરેક માણસની જીભની છાપ પણ અલગ અલગ હોય છે.

3). સપનામાં જોવામાં આવેલ વ્યક્તિ વિષે

image source

લગભગ દરેક માણસ દરરોજ સપના જોતો જ હોય છે પણ મોટેભાગે સપના યાદ રહેતા નથી. સપના મૂળ આપણા વિચારો અને કલ્પનાઓ પર આધારિત હોય છે એટલે જયારે તમે સપનામાં કોઈ વ્યક્તિ કે તેના ચેહરાને જુઓ છો તેને તમે એકાદવાર તો જોયેલો જ હોય. જો કે ક્યારેક આમાં અપવાદ પણ બને છે પરંતુ તેનું પ્રમાણ બહુ જૂજ જ હોય છે.

4). ચાઈલ્ડ અડોપ્શન

image source

કોઈ દંપતી અથવા વ્યક્તિ નિઃસંતાનના કારણોસર કે અન્ય કોઈ કારણોસર બીજાનું બાળક સ્વીકારે તેને ચાઈલ્ડ અડોપ્શન કહેવાય છે. દુનિયામાં ચાઈલ્ડ અડોપ્શનનનું પ્રમાણ જાણીએ તો વિશ્વમાં દરરોજ લગભગ 12 નવજાત શિશુઓને જન્મ આપનાર માં-બાપ અન્ય લોકોને તેના ચાઈલ્ડ તરીકે આપી દે છે.

5). મધ એટલે ફક્ત મધમીઠું જ નહિ પણ..

image source

મધ એક એવો ખાદ્યપદાર્થ છે જેને કોઈપણ ઉંમરના વ્યક્તિ કે બાળકને ખોરાક તરીકે આપી શકાય છે. મોટેભાગે મધની શરીરમાં કોઈ આડઅસર પણ નથી થતી. પણ મધની એક ખાસ વિશેષતા એ છે કે મધ એકમાત્ર એવો ખાદ્યપદાર્થ છે જે ક્યારેય ખરાબ થતો નથી. એટલે જો તમારે ઘરે વર્ષો સુધી મધ સંગ્રહ કરી રાખી દેવામાં આવે અને જયારે તે ખોલો ત્યારે પણ તે ખાવાલાયક જ હોય છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે સંશોધકોએ જયારે ઇજિપ્તના ફેરોની કબરમાં મધ શોધ્યું અને ચાખ્યું ત્યારે પણ તે ખાવાલાયક અને સ્વાદિષ્ટ જ હતું. બસ તેને સહેજ ગરમ કરવાની જ જરૂર હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ