શું ખબર છે તમને દુનિયાનો એવો કયો દેશ છે જેની વસ્તી માત્ર 1000 જ છે?

દુનિયાભરની એવી કેટલીય માહિતી છે જેના વિષે બધા લોકો નથી જાણતા.

image source

અમુક માહિતી તો એવી છે જેને જાણીને આપણે નવાઈ પામ્યા વિના ન રહી શકીએ. આવી જ રોચક માહિતીઓ આપના સુધી પહોંચાડવા અમે ” માનો યા ન માનો ” શીર્ષકથી એક વિશેષ શ્રેણી સમયાંતરે પ્રકાશિત કરી રહ્યા છીએ. જેનો પ્રથમ ભાગ અત્રે પ્રસ્તુત છે.

image source

આશા રાખીએ છીએ કે આ શ્રેણી અમારા માનવંત અને જિજ્ઞાસુ વાચકો માટે માહિતીપ્રદ રહેશે.

1) બોયા પક્ષી

image source

આપણે મનુષ્યોને જ પ્રકાશ ગમતો હોય એવું નથી. ફિલિપાઇન્સ દેશમાં જોવા મળતા બોયા પક્ષીઓને પણ પ્રકાશ ગમે છે. તેઓ પોતાના માળાની આસપાસ આગીયા જીવાતને ભેગી કરી લટકાવી દે છે જેથી માળામાં પ્રકાશ રહે.

2). દુનિયાનો સૌથી નાનો દેશ

image source

દુનિયાના સૌથી નાના દેશ તરીકે વેટિકનસીટી સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ દેશનું કુલ ક્ષેત્રફળ માત્ર 0.2 વર્ગ માઈલ છે અને અહીંની માનવવસ્તી ફક્ત 1000 – (2017) વ્યક્તિઓની છે પણ વિચિત્ર વાત એ છે કે આ તમામ નાગરિકો અહીંના કાયમી નાગરિકો નથી.

3). ચંદ્ર પર પથમ પગ મુકનાર વ્યક્તિ

image source

આપણે સૌ એ તો જાણીએ જ છીએ કે ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર માનવી એટલે નીલ આર્મસ્ટ્રોંગ. પણ નીલ આર્મસ્ટ્રોંગે જયારે ચંદ્ર પર પોતાનો ડાબો પગ મુક્યો તે સમયે તેના હદયની સ્થિતિ કેવી હતી એ કોઈને નહિ ખબર હોય. તો એ પણ જાણી લઈએ. એ સમયે નીલ આર્મસ્ટ્રોંગના હદયના ધબકારા 156 પ્રતિ મિનિટ હતા.

4). પર્વતોની ઊંચાઈ

image source

વૈજ્ઞાનિકોના નિષ્કર્ષ મુજબ પૃથ્વી પરના પર્વતો ધરતીના ગુરુત્વાકર્ષણ બળને કારણે વધુમાં વધુ 15000 મીટર સુધી જ ઊંચા બની શકે.

5). દુનિયાનો સૌથી પહેલો દેશ

image source

તમને જાણીને નવાઈ લાગશે કે રોમ દુનિયાનો એ સૌપ્રથમ દેશ છે જેની જનસંખ્યા તમામ દેશો કરતા પહેલા 10 લાખ સુધી પહોંચી હતી.

6). શરીરનો સૌથી મજબૂત ભાગ

image source

આપણું શરીર એક સાથે ઘણા બધા અવયવોનું બનેલું છે જેમાં અનેક અવયવો કોમળ છે તો અનેક સખત. પરંતુ શું તમે જાણો છો કે આપણા શરીરનો સૌથી મજબૂત ભાગ કયો છે ? તો જવાબ છે કે આપણા દાંતનો ઉપરનો ભાગ શરીરનો સૌથી મજબૂત ભાગ ગણાય છે.

7). ટાઇટેનિક જહાજની લંબાઈ

image source

ઇતિહાસમાં નોંધાયેલ એવા ટાઇટેનિક જહાજની લંબાઈ 269 મીટરની હતી. જો આ જહાજને આડાને બદલે ઉભું રાખવામાં આવે તો તે સમયની બધી ઇમારતો કરતા પણ જહાજની લંબાઈ વધી જાય એટલી હતી.

8). ટાઇટેનિક જહાજની ચીમની

image source

ટાઇટેનિક જહાજની વધુ એક જાણવા જેવી વિગત એ છે કે આ જહાજની ચીમનીઓ એટલી વિશાળ હતી કે તેના અંદરથી બે ટ્રેનો પણ પસાર થઇ જાય.

આવી જ વધુ રોચક માહિતી હવે અમારા હવે પછીના રોચક આર્ટિકલમાં.. ત્યાં સુધી જેન્તિલાલ ડોટ કોમની મુલાકાત લેતા રહેજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ