માં ઉમિયાના દર્શન કરીને લોકોને થાય છે ધન્યતાનો અનુભવ, જાણો કેવી રીતે પ્રસન્ન થયા ઉમિયા માં..

19મી સદીમાં રાજા વ્રજપાલે ઉમિયા મંદિર બંધાવ્યું, જાણો ઉમાપુર કેવી રીતે બન્યું ઉંઝા

ભારતમાં સેંકડો ઐતિહાસિક પૌરાણિક મંદીરો આવેલા છે. હીન્દુ ધર્મને પૃથ્વી પરના સૌથી જૂના ધર્મમાંનો એક માનવામાં આવે છે. સદીઓથી ભારતમાં હિન્દુઓ દ્વારા દેવી-દેવતાની પૂજા અર્ચના કરામાં આવે છે. અને શાસક પક્ષ પોતાના શાસન દરમિયાન સેંકડો મંદીરો બંધાવતા આવ્યા છે.

image source

આજે આપણે વાત કરવાના છીએ ઉંઝામાં આવેલા ઉમિયા માતાના મંદીરની. મૂળે મધ્ય એશિયામાંથી આવેલા આર્યો પંજાબ અને રાજસ્થાન થઈ ઇસા પૂર્વે 1250થી 1200 દરમિયાન ગુજરાત તરફ સ્થળાંતરીત થયા હતા અને તે લોકો છેવટે પાટીદાર તરીકે ઓળખાયા ધીમે ધીમે તેમને કડવા પાટીદાર તરીકે ઓળખવામાં આવ્યા અને તેઓ પોતાના કૂળદેવી તરીકે ઉમિતામાતાને પૂજવા લાગ્યા.

image source

ઉંઝામાં કડવા પાટિદારસમાજના કૂળદેવી ઉમિયામાતાજીનું મૂળ મંદીર આવેલું છે. આ મંદીર મૂળે તો 1200 વર્ષ જૂનું છે પણ તેની સાથે ઘણો લાંબો ઇતિહાસ જોડાયેલો છે. આ મંદીરને 19મી સદીની મધ્યમાં એટલે કે 1863માં વ્યવસ્થિત રીતે બાંધવામાં આવ્યું હતું. તે વખતના રાજા વ્રજપાલ સિંહજીએ શિવજીના આદેશથી ઉમિયા માતાને પ્રસન્ન કરી ઉમાપુર નગરની સ્થાપના કરી હતી જેને આજે લોકો ઉંઝા તરીકે ઓળખે છે.

image source

ઉંઝાના ઉમિયા માતાના મંદીર વિષે વાત કરીએ તો વિક્રમ સંવત 1122થી 24 દરમિયાન વેગડા ગામીએ માતાજીનું મંદિર બંધાવ્યું હતું. આ મંદીર હાલમાં ઉંઝામાં જે જગ્યાએ શેષશાયી ભગવાનની જગ્યા આવેલી છે ત્યાં હતું. આ મંદીરને ક્રૂર શાશક અલ્લાઉદ્દીન ખિલજીએ 1365માં નેશ્તનાબૂદ કરી દીધું હતું.

image source

20મી સદીની વાત કરીએ તો અમદાવાદમાં રહેતાં વેપારી રામચંદ્ર મનસુખરામ પટેલે 1921માં મંદીરને નવું સ્વરૂપ આપવાનો નિર્ધાર કર્યો. તે વખતે તે મંદીર ચૂનાના પથ્થરોથી બનેલું હતું જેનું મનસુખરામે પુનર્નિર્માણ કરીને તેને શિખરબંધ મંદિર બનાવવા માટે બાંધકામ શરૂ કર્યું પણ કોઈ કારણસર તે કામ પૂર્ણ ન થઈ શક્યું.

image source

અને લગભગ એક દાયકા સુધી મંદીરનું કામ લગભગ ઠપ જ થઈ ગયું. પણ 1938માં જ્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઉંઝાની મુલાકાત લીધી ત્યારે તેમણે શરૂ કરેલાં બાંધકામને પૂર્ણ કરવા મટે મદદની ખાતરી આપી. જેમાં કડવા પાટીદાર રાજવી એવા સુરજમલસિંહજીએ ખૂબ રસ લીધો.

image source

છેવટે રાવબહાદૂર બહેચરદાસ લશ્કરી શેઠની અધ્યક્ષતા હેઠળ દરેક જ્ઞાતિજનો પાસેથી મંદીરના નિર્માણ માટે ફાળો ઉઘરાવવામાં આવ્યો અને છેવટે 1943માં મંદીરનું સંપૂર્ણ કામ પૂર્ણ થયું અને આજે ઉંઝા મંદીર જેવું દેખાય છે તે આ બધા મહાન લોકોના પ્રતાપે જ છે. મંદિરની વાસ્તુપૂજામાં ગાયકવાડ રજવાડાના પ્રતિનિધિઓ તરફથી માતાજીને કીમતી પોશાક પણ ભેટ આપવામાં આવ્યો હતો. આમ ઉંઝાનું ઉમિયાધામ એક રોચક ઇતિહાસ ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ