એક “લવ સ્ટોરી” આવી પણ !!

“I love you, Anjali” અયાને ટાઈપ કર્યું.પણ send કરતા પહેલા એ અટક્યો… અયાન મુંજાવણમાં હતો…

”મારે તેની પરીક્ષા પુરી થવાની રાહ જોવી જોઈએ. મારે તેની પરીક્ષા બગાડવી નથી. ” અયાને નક્કી કર્યું કે હું તેની સાથે આ બાબતે પછી વાત કરીશ. અને તેણે પેલો message એમ નો એમ જ છોડી દીધો. .
બીજા દિવસે અયાન અને અંજલી કોલેજે મળ્યા. અયાનની પરીક્ષાનો સમય થઈ ગયો હતો. તે ઉતાવળમાં હતો. તેણે કહ્યું,“અંજલી મારો ફોન મારી બેગમાં જ રહી ગયો છે.તે તું તારી પાસે રાખજે. હું પરીક્ષા પછી લઈ લઈશ.”

અંજલી તેનો મોબાઈલ-ફોન જોવા લાગી. અચાનક તેનું ધ્યાન અયાને લખેલા “I love you, Anjali” પર ગયું.

“ઓહ અયાન! મને ખબર જ હતી કે તું મને ચાહે છે. પણ તું થોડો અસમંજસમાં છે !” પછી અંજલી માર્મિક હસી અને તેણે પોતે જ આ મેસેજ send કરી અને ડીલીટ કરી દીધો.
“અયાન, તારો ફોન… અને તું મને કાલની એગ્ઝામનું પ્રેક્ટિકલ લિસ્ટ મોકલ. મે હજી સુધી કંઈ જ નથી કર્યું”

અયાને લિસ્ટ મોકલ્યું. અંજલી પોતાના ફોનમાં મેસેજ ચેક કર્યો અને અયાનનો મેસેજ જોયો. “આ બધું શું છે અયાન!”, તે ગુસ્સાથી બોલી. “મને પરીક્ષા પછી મળજે !!!”

પછીના ત્રણ કલાક અયાન માટે બહુ જ મુશ્કેલ રહ્યા. તેણે ઘણું વિચાર્યું. પણ તેને સમજતું ન હતું કે તેણે આ મેસેજ ક્યારે send કર્યો. તે લગભગ રડવા જેવો થઈ ગયો અને તેણે જુઠ્ઠું બોલવાનું નક્કી કરી લીધું.
“અંજલી, આઈ એમ સોરી! પણ સાચે મને આના વિશે કંઈ જ ખબર નથી.મે તો તને માત્ર પ્રેક્ટિલ લિસ્ટ મોકલેલું. આ મારા કોઈ મિત્રની મને પજવવા માટે કરેલી ગમ્મત લાગે છે.”

“તો શું તુ મને પસંદ નથી કરતો? શું તને લાગે છે કે હું મુર્ખ છું! તારા ફોન માંથી કોન મને મેસેજ મોકલે? એવું પણ બને ને કે તે આ મેસેજ type કરી ને રાખ્યો હોય અને કોઇ એ તારો આવો મેસેજ જોઈને મને મોકલી દીધો હોય. મને જવાબ આપ મારા સિવાય કોને કોને તારો પાસવર્ડ ખબર હતી?”

“તારા સિવાય કોઈને ખબર ન હતી. પણ સાચે હું ખોટું નથી બોલતો.” અયાન એકદમ મુંજયો.

અંજલી એ હસીને જવાબ આપ્યો,“ અરે પાગલ એ બધું મેજ કર્યું છે. I love you too!”

ટીપ્પણી