તમારી ઊંઘવાની રીત તમારા વિશે ઘણું બધું જણાવે છે…તો તમે કેવી રીતે સુઈ જાઓ છો?

ફીટ રહેવા માટે તમને પોષણ યુક્ત ભોજન કરવું, કસરત કરવી, જંક ફૂડથી દૂર રહેવું કે પછી સમયે સમયે પાણી પીતા રહેવુ વગેરે જેવી અડવાઈસ મળી હશે. પરંતુ બહુ ઓછાને ખબર હશે કે જીવનમાં તંદુરસ્ત રહેવા અને બીમારીઓથી દૂર રહેવા માટે જેટલું ખોરાક, કસરત કે પાણી જરુરી છે તેટલી જ ઊંઘ પણ જરુરી છે. પુરતી ઊંઘ સ્વાસ્થ માટે અત્યંત આવશ્યક છે. આપણી જીવનશૈલીનો મહત્વનો  હિસ્સો એવી ઊંઘ અને તેમાં પણ ખાસ ઊંઘવાની સ્થિતિ પર કદાચ જ કોઇ ધ્યાન આપે છે. ઊંધા કે ચત્તા સૂવાથી સ્વાસ્થ્ય અને જીવનધોરણ પર સારી અને ખરાબ એમ બંને રીતે અસર પડતી હોવાનું બહુ ઓછા લોકો જાણે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઊંઘવાની સ્થિતિ પણ જીવનધોરણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

અલગ-અલગ લોકોની સૂવાની રીત પણ અલગ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે બાળકોને પણ એક જ રીતે ઊંઘવાની ટેવ હોય છે. તમને ખબર નહીં હોય, પરંતુ દરેક વ્યક્તિની સૂવાની રીત તેમનાં વ્યક્તિત્વ વિશે ઘણું બધુ જણાવે છે. એટલું જ નહીં સૂવાની પોઝિશનને કારણે શરીરને શું તકલીફ પડે છે તેના વિશે પણ ખ્યાલ નહીં હોય. તો આજે તમને અમે ઊંઘવાની અમુક રીત અને તેને લગતી રસપ્રદ વાતો જણાવી રહ્યા છીએ.

યુકેનાં સ્લીપ એસેસમેન્ટ અને અડવાઈસરી સર્વિસનાં હેડ ડૉ. ક્રિસ ઈડ્ઝિકોવ્સકિ દ્વારા રીસર્ચ કરવામાં કર્યો, જેમાં એવી ૬ પોઝિશન સામે આવી છે જે દ્વારા વ્યક્તિનાં સ્વભાવ અને હેલ્થને લગતી સમસ્યા વિશે જાણી શકાય છે. તો જાણીલો તમે કેવી રીતે સુવો છો અને તેનાથી શરીર પર કેવી અસર પડે છે.

૧. ફેટલ પોઝિશન 

વ્યક્તિગત લાક્ષણિકતા

સામાન્ય રીતે ઘણા બધા લોકોને ડાબે પડખે સુવાની ટેવ હોય છે. આ રીસર્ચમાં પણ ૪૧ % લોકો ડાબે પડખે ઊંઘતા હતા. આ રીતે સુતા સમયે વ્યક્તિ શરીરનાં બન્ને ફેફસા છાતીને ચાંપીને સૂઈ જાય છે. કહેવાય છે કે જે વ્યક્તિ આ સ્થિતિમાં સૂઈ જાય છે તેઓ બાહ્ય રુપે પ્રબળ વ્યક્તિત્વ ધરાવે છે, પરંતુ આંતરિક રુપે તેઓ એકદમ શાંત અને સંવેદનશીલ હોય છે. તેમના આવા સ્વભાવને કારણે તેમને નાની-નાની વાતે ખોટું લાગતું હોય છે, જેને કારણે તેઓ વધારે મિત્ર નથી બનાવી શકતા. હા, પરંતુ આવી વ્યક્તિ એકવાર મળે ત્યાર બાદ તેઓ સરળતાથી મિલનસાર બની જતા હોય છે.

શારિરીક પરિબળ

જે વ્યક્તિ ડાબે પડખે ઊંઘી  જતા હોય છે તેમને ડૉક્ટર્સ દ્વારા એક જ અડવાઈસ આપવામાં આવે છે કે શરીરનાં ભાગ જેમ કે ફેફસા, પેટ અને કિડની ડાબી બાજુ વધારે સમય સુધી સૂઈ જવાથી તેની ઉપર દબાણ પડે છે, તો તેમણે પડખું બદલતા રહેવું જોઈએ.

૨. લોગ પોઝિશન

વ્યક્તિગત લાક્ષણિકતા

આ રીસર્ચમાં જેટલા પણ લોકોએ ભાગ લીધો હતો તેમનાં ૧૫ % લોકો એકદમ સ્થિર થઈને ઊંઘતા હતા. આ પોઝિશનમાં સુઈ જનાર લોકો પોતાનાં પગ એકદમ સીધા રાખીને સુઈ જતા હોય છે. હાથ પણ શરીરની નીચેની બાજુ પગની ઉપર રાખીને સૂઈ જતા હોય છે. આ સ્થિતિમાં ઊંઘતા લોકો વિશે એ જાણવા મળ્યું કે તેમનો સ્વભાવ ગુસ્સ્સાવાળો અને કટ્ટરવાદ હોય છે. કોઈ પણ વાતનું સત્ય જાણ્યા વગર જ પ્રતિક્રિયા આપતા હોય છે, જેને કારને સામી વ્યક્તિને દુ:ખ થતું હોય છે. તે સામાજીક કાર્યોમાં સરળતાથી ભાગ લેતા હોય છે, તેઓ પોતાનાં નજીકનાં લોકોને ઘણો પ્રેમ રાખતા હોય છે અને સરળતાથી કોઈની પણ ઉપર ભરોસો કરી લેતા હોય છે.

શારિરીક પરિબળ

જે લોકોની પીઠમાં દુઃખાવો રહે તો હોય તેમને આ પોઝિશનમાં સૂવાથી ફાયદો મળે છે. વધારે આરામ મળે તે માટે પીઠ પાસે તાકયું પણ મૂકી શકાય છે.

૩. યર્નર પોઝિશન

વ્યક્તિગત લાક્ષણિકતા

તમામ લોકો માંથી ૧૩ % લોકો આ સ્થિતિમાં સુઈ ગયા હતા. તેઓ અગાઉની જેમ જ સ્થિર અવસ્થામાં જ ઊંઘતા હોય છે, પરંતુ આ પોઝિશનમાં તેમનાં બન્ને હાથ ઉપર-નીચે બાજુ ફેલાવીને સૂઈ જતા હોય છે. આ પ્રકારનાં લોકો કોઈ પણ નિર્ણય લેતા પહેલા દરેક પક્ષ વિશે ૧૦૦ વાર વિચાર્યા બાદ જ કોઈ એક નિર્ણય લેતા હોય છે. અંત્તે જ્યારે તેઓ કોઈ નિર્ણય લઈ લેતા હોય છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરતા કે પછી તેને લગતો કોઈ અફસોસ પણ નથી કરતા.

શારિરીક પરિબળ

આ રીતે સુવાથી જેમને એસીડીટીની તકલીફ દૂર કરવામાં મદદ મળે છે અને જેમને સ્લીપ એપિનીયા એટલે કે જે લોકોને ઊંઘમાં શ્વાસની તકલીફ હોય તેમાં રાહત આપે છે. આમ તો આવી રીતે સુવાથી ઓછો આરામ મળે છે, પણ જો તમને ઊંઘમાં શ્વાસ લેવાની સમસ્યા રહેતી હોય તો તમારે અનુભવી પાસે ઈલાજ કરાવવો જોઈએ.

 

૪. સોલ્જર પોઝિશન

વ્યક્તિગત લાક્ષણિકતા

કુલ ૮ % લોકો સીધા કે છત્તા સુતા હતા. જેઓ સીધા ટટ્ટાર, હાથ અને પગ સીધા રાખીને ઊંધતા હોય છે તેમનાં સ્વભાવ વિશે એ જાણવા મળે છે કે તેઓ સ્વભાવે એકદમ કડક હોય છે. એમને નાની-નાની વસ્તુ કે સમસ્યામાં ગુચવાવું નથી ગમતું. તેઓ સામાન્ય વાતોમાં વધારે પડતો વિચાર નથી કરતા.

શારિરીક પરિબળ

ઊંઘવા માટે આ કોઈ ઉત્તમ સ્થિતિ નથી, કારણ કે આ રીતે સુવાથી નસખોરા ભરવાની અને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. હા, પણ જો અંત્તરાલે ડાબે કે જમણે પડખે સુતા હોવ તો વધારે સમસ્યા નથી થતી.

૫. ફ્રી ફોલ પોઝિશન 

વ્યક્તિગત લાક્ષણિકતા

માત્ર ૭ % લોકો આ રીતે સૂતા હતા, જે દરમિયાન તેઓ પેટનાં ભારે ઊંધા, મોઢું બાજુમાં અને હાથ તકિયાની બાજુમાં રાખીને ફેલાઈને ઊંઘી ગયા હતા. આ એક વિચિત્ર પ્રક્રિયા છે, પણ આ રીતે ઊંઘવાથી શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી અને પાચન શક્તિ પણ સૂધરે છે. જેઓ આ રીતે સુવે છે તેઓ સ્વભાવે એકદમ એરોગન્ટ હોય છે, પરંતુ તેઓ જલદી ભાવૂક પણ થઈ જતા હોય છે. જ્યારે તેઓ પોતાના વિશે કોઈ ટીકા-ટીપ્પણી સાંભળે છે તો તેઓ જલદીથી ગુસ્સે થઈ જતા હોય છે.

શારિરીક પરિબળ

ઊંધા થઈને પેટનાં ભારે ઊંઘવાથી અથવા એવી રીતે જે દરમિયાન તમારૂ મોઢું નીચેની બાજુ હોય છે તે હંમેશા પાચન ક્રિયાની તકલીફ માટે ઉત્તમ ગણાય છે અને તેનાથી શરીરમાં સ્વાસ્થય પણ જળવાઈ રહે છે.

 

૬. સ્ટારફિશ પોઝિશન

વ્યક્તિગત લાક્ષણિકતા

જે લોકો સ્ટારફિશ એટલે કે પગની વચ્ચે તકીયું મૂકીને સૂઈ જાય છે તેઓ કુલ સહભાગીના ૫ % જ છે. આવા લોકો આ સ્થિતિમાં પોતાની પીઠ, હાથ અને પગને સ્ટ્રેચ કરીને સૂઈ જતા હોય છે અને તેમને નીંદર માટે એક બેડ પણ ઓછો પડતો હોય છે. આવા લોકોને નસકોરા વધારે ભરતા હોય છે અને  તેમને ઊંઘ પણ ઓછી આવે છે. તેઓ સારા મિત્રો બની શકે છે કારણ કે તેઓ શાંતિથી લોકોની વાતો સાંભળતા હોય છે. તેઓ અન્યને મદદરુપ થવા માટે હંમેશા તૈયાર રહે છે.

શારિરીક પરિબળ

ઉપર જણાવેલ મુજબ આ રીતે સુઈ જનાર લોકો ક્યારેય સારી ઊંઘ નથી લઈ શકતા. તેમને નસકોરા અને શ્વાસની તકલીફ નડતી હોય છે. તેઓ કદાચ પડખુ બદલીને સુઇ જાય તો તેમને આ સમસ્યા  ન નડે.

ઊંઘનુ ટાઈમટેબલ સારુ રહે અને તમારી કાર્યક્ષમતા પર તેનો ખોટો પ્રભાવ ન પડે એ માટે જરૂરી છે કે તમે તમારા દિનચર્યામાં આટલી વાતોનું ધ્યાન રાખો –

રાત્રે હળવો ભોજન લો

દારુ કે સિગારેટથી દૂર રહો

રાત્રીના સમયે ચા-કોફીનુ સેવન ન કરો

સુવાના અને ટીવી જોવાના સમયમાં ઓછામાં ઓછા એક કલાકનુ અંતર રાખો.

મોડા સુધી ટીવી જોવુ કે કમ્પ્યુટર પર કામ કરવાની ટેવ પર નિયંત્રણ રાખો

સુતા પહેલા પુસ્તક વાંચવાની કે સંગીત સાંભળવાની ટેવ નાખો

કેટલા કલાકની ઉંઘ છે જરૂરી

જુદી જુદી વ્યક્તિની ઊંઘની જરૂરીયાત ઓછી કે વધુ હોઈ શકે છે. તેથી ઓછામાં ઓછી ૬ કલાક અને વધુમાં વધુ ૯ કલાક સુધીની ઊઘને યોગ્ય માનવામાં આવે છે.

તમારી ઊંઘવાની સ્ટાઈલને પણ સમજો

સ્વસ્થ જીવન માટે ફક્ત પૂરતી ઊંઘ જ જરૂરી નથી પણ તમારી સુવાની સ્ટાઈલ કેવી છે એ પણ મહત્વની છે. તમે રોજ રાત્રે કેટલા વાગે સૂઈ જાવ છે અને સવારે કેટલા વાગે ઉઠો છો, તેનો પ્રભાવ પણ તમારા આરોગ્ય અને કામ કરવાની ક્ષમતા પર પડે છે. કેટલાક લોકો આખુ અઠવાડિયુ ઓછુ સૂવે છે પણ રવિવારે મોડા સુધી સુઈ રહે છે. ઊંઘવાની આ ટેવ આરોગ્ય માટે નુકશાનદાયક છે.

આ સમસ્યાઓ થઈ શકે છે..

ઊંઘ ઓછી લો છો કે પછી જરૂર કરતા વધુ તો તેનાથી અનેક નુકશાન થઈ શકે છે. ઓછી ઉંઘ લેવાથી મોટાભાગે લોકોનુ ધ્યાન કોઈ એક સ્થાન પર ટકતુ નથી. જેનાથી તેમની કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે. જ્યારે જરૂર કરતા વધુ ઊંઘવાથી બેચેની, માથાનો દુખાવો, આળસ શરીરમાં ઘર કરી  જાય છે. જે તમારા કામ કરવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે.

 

મિત્રો, તમારી સાથે આ માહિતી એટલે શેર કરવામાં આવી છે કે તમને જો ઊંઘમાં તકલીફ પડતી હોય તો તમે આ માફિતી દ્વારા સ્લીપિંગ પોઝિશનમાં બલાવ કરી શકો અને આરામથી ઊંઘી શકો. દરેક માણસની એક ચોક્ક્સ રીત કે કોઈ પૅટ્રર્ન હોય છે સુઈ જવાની, પણ જો થોડા ચેન્જીસ કરવાથી આરામ મળતું હોય તો કેમ ન કરાય. જો તમને હેલ્પ મળી હોય તો અન્ય સાથે આ માહિતી શેર કરવાનું ભૂલતા નહીં.

લેખક – જ્યોતિ નૈનાણી

ટીપ્પણી