ઉંઘતા પહેલા રોજ રાત્રે આ બે સામગ્રીનું સેવન કરો અને શરીરને અસંખ્ય બિમારીઓથી દૂર રાખો..

રાત્રે સુતા પહેલાં હુંફાળા દૂધમાં એક ચમચી શુદ્ધ દેશી ગાયના ઘીનું સેવન કરો અને શરીરને તંદુરસ્ત રાખો.

આપણે આપણા શરીરને સ્વસ્થ તંદુરસ્ત અને ફીટ રાખવા માટે ઘણા પ્રયાસ કરતા હોઈએ છીએ. એ વાત અલગ છે કે આપણને યોગ્ય રીઝલ્ટ નહીં મળતા અથવા તો ધીરજના અભાવે આપણે આપણો તે પ્રયાસ છોડી દઈએ છીએ અને ફરી પાછા અસ્વસ્થતા તરફ વળીએ છીએ.

પણ સ્વસ્થ તો રહેવું જ છે. જીવન મળ્યું છે તો તેને સ્વસ્થતાપૂર્ણ કેમ પસાર ન કરવું. શરીરની મોટા ભાગની સ્વસ્થતા પેટ સાથે જોડાયેલી હોય છે. પેટ સાથે જોડાયેલી બીમારીમાં સૌ પ્રથમ નંબર આવતો હોય તો તે છે કબજીયાત.

આજે તમને પાંચમંથી બે વ્યક્તિ એવી મળી જશે જેને સતત કબજીયાતની સમસ્યા સતાવ્યા કરતી હશે. જો કે એ કંઈ તમને કહેતા ના ફરે પણ એક સર્વેક્ષણ પ્રમાણે તો આ જ આંકડો સામે આવ્યો છે.

પણ આજનો આ નુસખો તમારી કબજીયાતને લગતી બધી જ સમસ્યા દૂર કરી દેશે. તેટલું જ નહીં પણતે તમારા શરીરને મજબુત બનાવશે અને તાજુમાજુ રાખશે.

અહીં તમને અમે દૂધ અને દેશી ગાયના ઘીનો પ્રયોગ જણાવવાના છીએ. દૂધ અને ઘીને એક સાથે પીવાથી તેમના ગુણમાં વધારો થાય છે. જે વ્યક્તિન સતત કબજીયાતની સમસ્યા રહેતી હોય તેના માટે આ એક અકસીર ઉપચાર છે.

આયુર્વેદમાં પણ આ પ્રયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાયનું દૂધ અને દેશી ગાયનું શુદ્ધ ઘી એ ગુણોની ખાણ છે. ગાયના ઘીથી શરીરનું કોલેસ્ટેરોલ લેવલ વધવાનો ભય નથી રહેતો. દેશી ઘીને કબજીયાત માટે ઉત્તમ માનવામાં આવ્યું છે.

રોજ સૂતા પહેલાં દૂધમાં એક ચમચી દેશી ઘી નાખીને પીવાના ફાયદા

મેટાબોલીઝમને સક્રીય બનાવે છે

પાતળા રહેવા માટે જે બાબતની સૌથી વધારે જરૂર છે તે છે સક્રીય મેટાબોલીઝમ. દૂધમાં ઘી નાખીને ખાવાથી તમારા શરીરનું મેટાબોલિઝમ ગતિમા આવે છે અને તમારી ચયાપચયની ક્રીયા ઝડપી બને છે. અને તેના કારણે શરીરમાં રહેલા ઝેરી તત્ત્વો પણ બહાર નીકળી જાય છે. જે તમારા શરીરને નવજીવન આપે છે.

ડાયજેસ્ટીવ સિસ્ટમ સુધારે છે

દૂધને ઘીનું સેવન એક સાથે કરવાથી એટલે કે દૂધમાં ઘીને ઉમેરીને તેનું સેવન કરવાથી શરીરની પાચન શક્તિ સક્રીય બને છે. દીવસ દરમિયાન જે ખોરાક તમે આરોગ્યો હોય તેને પચવા લાયક બનાવે છે અને ગમે તેટલો અપાચ્ય ખોરાક પણ તમે સરળતાથી પચાવી શકો છો.

ઉંઘ સારી આવે છે.

સ્વસ્થ શરીરની પાછળ આ એક કારણ પણ જવાબદાર છે. તે છે આરામ એ માત્ર પથારીમાં પડ્યા રહેવું તે જ નહીં પણ સંપૂર્ણ આરામ માનસીક શારીરીક બન્ને પ્રકારનો આરામ અને તે તમને ઉંઘ દ્વારા જ મળી શકે. પણ જો તમને ઉંઘ સારી ન આવતી હોય તો તેની માઠી અસર તમારા શરીર પર પડે છે. પણ નિયમિત દૂધમાં દેશી ઘીનું સેવન કરવાથી તમને ઉંઘ સારી આવે છે અને શરીરને પુરતો આરામ મળે છે.

શારીરીક અને માનસિક સશક્તતા આપે

આયુર્વેદમાં ઉલ્લેખ છે કે દૂધમાં એક ચમચી દેશી ગાયનું ઘી ઉમેરી તેને મીક્સ કરીને પીવાથી શરીર મજબુત બને છે અને મન બળવાન બને છે. માત્ર કોઈ એક એજ માટે જ નહીં પણ નાના બાળકોથી માંડીને વૃદ્દો માટે દૂધ-ઘીનો પ્રયોગ લાભ પહોંચાડનારો છે.

ગર્ભાવસ્થા દરમિયાન લાભપ્રદ

ગર્ભાવસ્થા દરમિયાન જો સગર્ભા સ્ત્રી એક ગ્લાસ દૂધમાં એક ચમચી દેશી ગાયનું ઘી ઉમેરીને તેનું નિયમિત સેવન કરે તો બાળક રુષ્ટ પુષ્ટ અને તેજસ્વી જન્મે છે.

આ ઉપરાંત સ્ત્રીને થતાં પેટના દુખાવામાં પણ દૂધ અને ઘીનું સેવન લાભદાયક સાબિત થાય છે.

તો આજથી જ રોજ રાત્રે એક ગ્લાસ દૂધમાં દેશી ગાયના ઘીનું સેવન કરવાનો નિયમ બનાવી લો. અને તમામ રોગોથી દૂર રહી જીવનને સ્વસ્થતાપૂર્ણ જીવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ