એક અમે તમારા માટે લાવ્યા છીએ – ઉંધિયું ઈન માઈક્રોવેવ.

ઉંધિયું ઈન માઈક્રોવેવ 

ઝડપી આ યુગમાં ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે સમયના અભાવે આપણી મનપસંદ અને સમય માંગી લેતી પરંપરાગત રીતથી બનતી વાનગીઓ બનાવવાનું ટાળતા હોઈએ છીએ. પરંતુ હવે એવું નહી થાય…. આજે આપના માટે અમે આવી જ એક વાનગી લાવ્યા છીએ – ઉંધિયું ઈન માઈક્રોવેવ.

સમય – 30 મિનિટ
સર્વ – 4 જણ

સામગ્રી

– 1/2 કપ શક્કરીયા સમારીને
– 1/2 કપ સુરણ સમારીને
– 1/2 કપ બટાટા સમારીને
– 4 નાના રીંગણ
– 1/2 કપ વટાણા
– 1/2 ગાજર સમારીને
– 1/2 કપ તુવેર
– 1 કપ વાલ
– 1/2 કપ લીલું લસણ સમારીને
– 1/2 કપ કોથમીર સમારીને
– 1 ટેબલસ્પુન લીલા મરચા સમારીને
– 1/2 કપ નારિયેળનું છીણ
– 1 ટેબલસ્પુન આદુ સમારીને
– 1 ટેબલસ્પુન કીસમીસ
– 2 રાજસ્થાની મરચા
– 1 ટેબલસ્પુન તલ
– 2 ટીસ્પુન હળદર
– 1 ટેબલસ્પુન ગરમ મસાલો
– મીઠું સ્વાદાનુસાર
– સાકર સ્વાદાનુસાર
– 1 ટેબલસ્પુન તેલ
– 1 ટેબલસ્પુન લીંબુનો રસ
– પાણી જરૂર મુજબ

મેથીના મુઠિયા માટે

– 1/2 કપ મેથી સમારીને
– 1 કપ બેસન
– 1/2 કપ ઘઉંનો લોટ
– મીઠું સ્વાદાનુસાર
– સાકર સ્વાદાનુસાર
– 1 ટેબલસ્પુન તેલ
– પાણી જરૂર મુજબ
– 1/2 ટીસ્પુન હળદર
– 2 ટીસ્પુન ધાણા પાવડર
– 1 ટેબલસ્પુન તલ

રીત

મેથીના મુઠિયા માટે
– બધી સામગ્રી ભેગી કરી કણક બાંધી નાના ગોળા કરો.

ઉંધિયા માટે

– બધી શાકભાજી એક બાઉલમાં મિકસ કરો.
– બીજા બાઉલમાં કોથમીર, લસણ, નારિયેળ, આદુ, હળદર, ગરમ મસાલો, મીઠું, સાકર, કીસમીસ, તેલ, તલ મિક્સ કરો.
– આ મિશ્રણ માં શાકભાજી મિકસ કરી 15 મિનિટ માટે મુકી રાખો. જયારે રીંગણ અને મરચાં માં મિશ્રણ ભરો.
– 15 મિનિટ બાદ તેમા મેથીના મુઠિયા મિકસ કરો. અને 1 કપ પાણી ઉમેરી 6 મિનિટ માટે માઈક્રોવેવ કરો.
– શાકભાજી હલાવી ફરી થોડું ગરમ પાણી ઉમેરી ફરી 6 મિનિટ માટે માઈક્રોવેવ કરો.
– ઉંધિયામાં લીંબુ ઉમેરી સર્વ કરો.

રસોઈની રાણી : રઝિયા બાનુ લોહાણી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી

ટીપ્પણી