માત્ર 2 જ દિવસમાં અન્ડર આર્મ્સની કાળાશને આ રીતે કરી દો દૂર

અન્ડર આર્મમાં પડતા કાળા ડાઘથી છુટકારો મેળવવાના ઉપાય.

દરેક વ્યક્તિ સુંદર દેખાવાની ઇચ્છા રાખે છે. દરેક વ્યક્તિ ફેશનેબલ આધુનિક વસ્ત્ર પરિધાન દ્વારા મોર્ડન લુક મેળવવાની ઈચ્છા પણ રાખે છે . ઓફ શોલ્ડર કપડા અને સ્લીવલેસ કપડાં પહેરવા હવે સામાન્ય વાત થઈ ગઈ છે.પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે અંડરઆર્મ્સ માં પડેલા કાળા ડાઘને કારણે યુવતીઓ સ્લીવલેસ કપડા પહેરતા ખચકાય છે , ક્ષોભ અનુભવે છે. શિયાળામાં તો સ્વેટર અને જેકેટ ને કારણે વાંધો નથી આવતો હતો પરંતુ ભારતમાં મોટેભાગે ગરમીની ઋતુ વધુ રહે છે અને આવીશ સમયે મહિલાઓ સ્લીવલેસ કપડાં પહેરવા વધુ પસંદ કરે છે ત્યારે અંડર આર્મ ના કાળા ડાઘ તેમને લાંબી બાયના કપડાં પહેરવા મજબૂર કરી દે છે.

image source

મહિલાઓ અંડર આર્મ ના કાળા ડાઘ માંથી છુટકારો મેળવવા માટે જાતજાતના ઉપાયો પણ અજમાવે છે. અહીં કાળા ડાઘ માંથી છુટકારો મેળવવાના કેટલાક ઘરેલુ નુસખા દર્શાવી રહ્યા છીએ જે અપનાવવાથી કાળા ડાઘ ઓછા થઇ શકે છે, ઘણી વખત સંપૂર્ણપણે પણ દૂર થઈ જાય છે. તેમજ આ તમામ ઉપાયો હર્બલ હોવાને કારણે કેમિકલ રહિત છે જેથી ત્વચા પર કોઈ પણ જાતની આડઅસર થતી નથી.

બગલની નીચેની ત્વચા જેને આપણે અંડર આર્મ તરીકે ઓળખીએ છીએ તે અત્યંત સંવેદનશીલ હોય છે .તેમાં ઉગતી અણ ગમતી રુવાટી કાઢવા માટે ઘણી વખત રેઝર તથા અન્ય ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે.જેને કારણે આ ત્વચા પ્રમાણમાં વધુ બરછઠ અને કાળી પડવા લાગે છે.પર્ફ્યુમ અને વધુ પડતા ડીઓનાં ઉપયોગથી પણ આ ભાગની ત્વચા કાળી પડી જાય છે.બગલ ની ચામડી કાળી થઇ જવાના અન્ય ઘણાં કારણ હોઇ શકે છે.

image source

ઘઉંવર્ણો રંગ ધરાવતી ત્વચામાં મેલેનિન વધુ પડતું પ્રમાણ પણ બગલમાં પડતા કાળા ડાઘ માટે જવાબદાર છે.ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોન્સમાં આવતા બદલાવને કારણે પણ ત્વચા માં કાળા ડાઘ પડી શકે છે.ડાયાબિટીસના દર્દીઓમાં પણ વગરની ત્વચા વધુ પડતી કાળી જણાય છે.અસંતુલિત ઇન્સ્યુલિન પણ બગલ માં થતા કાળા ડાઘ માટે જવાબદાર હોઈ શકે છે.કાળા અંડર આર્મ માટે બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ જવાબદાર છે.

બગલના કાળા ડાઘને દુર કરવાના ઉપાય તરીકે બજારમાં વિવિધ પ્રકારના કોસ્મેટિક પણ ઉપલબ્ધ છે પરંતુ તે કેમિકલયુક્ત હોવાથી તેની સાઇડ ઇફેક્ટ થઈ શકે છે.જ્યારે કેટલાક ઘરેલુ નુસખા ત્વચાને નુકસાનથી બચાવે છે.

સફરજન

image source

બે સફરજનના રસમાં બે ચમચી બેકિંગ સોડા મેળવો.બરાબર મિક્સ કર્યા બાદ તેને અન્ડર આર્મમાં લગાવી થોડીવાર સૂકાવા દેવું.ત્યારબાદ તેને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. અઠવાડિયામાં ત્રણ વાર સફરજનમાંથી તૈયાર કરેલું આ વિનેગર લગાવી શકાય છે.સફરજનમાં રહેલું એસિડ બગલની ત્વચાના મૃત કોષોને દૂર કરી બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.ત્વચા વધુ પડતી સંવેદનશીલ હોય તો તેમાં થોડું પાણી મિક્સ કરી શકાય.

એલોવીરા

image source

એલોવેરા એટલે કુંવારપાઠું પણ બગલના કાળા ડાધ કરવા માટે ઉપયોગી છે.એલોવેરાના પાંદડામાં રહેલો રસ બગલનાં ભાગમાં લગાવી 10 થી 15 મિનિટ સુધી રહેવા દેવું.ત્યારબાદ તેને પાણીથી ધોઈ નાખવું.ઘરમાં એલોવેરા નો પ્લાન્ટ ન હોય તો બજારમાં ઓર્ગેનિક એલોવેરા જેલ પણ ઉપલબ્ધ છે જે નુકસાનકારક નથી.નિયમિતપણે એલોવેરા નો વપરાશ કરી શકાય છે.એલોવીરા માં રહેલું એલોસિન તત્વ પિગ્મેન્ટેશન માટે જવાબદાર એન્ઝાઇમ સામે ત્વચાનું રક્ષણ કરે છે.એલોવીરા એન્ટિ બેક્ટેરિયલ હોવાથી ત્વચામાં થતા ઇન્ફેકશન ને પણ દૂર કરે છે.

જેતુન તેલ

image source

બે ચમચી જેતૂનના તેલમાં બે ચમચી બ્રાઉન સુગર મિક્સ કરવી.મિશ્રણ તૈયાર થયા બાદ કાળા ડાઘ પર લગાવી તેને ૨ થી ૩ મિનિટ સુધી હળવે હાથે મસાજ કરી ત્વચામાં પાંચ મિનિટ માટે ઊતરવા જેવું.ત્યારબાદ તેને પાણીથી ધોઇ લેવું.અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરી શકાય છે.જેતુનનું તેલ ચામડીને hydrate કરવાની સાથે સાથે પોષણ પૂરું પાડે છેતેમાં ભરપૂર માત્રામાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો તેમજ બ્રાઉન સુગર માં રહેલા એક્સફોલિએટ તત્વો ત્વચાના ડેડ સેલને દૂર કરે છે.

હળદર

image source

શરીરના તેમજ ત્વચાના આરોગ્ય માટે આદર્શ ગણાય છે.એક ચમચી હળદર એક ચમચી દૂધ અને એક ચમચી મધ ની પેસ્ટ તૈયાર કરી બગલમાં લગાવવાથી તેમાં પડેલા ડાઘા ઓછા થાય છે.હળદરની પેસ્ટ લગાવીને દસ મિનિટ સૂકાવા દેવી ત્યારબાદ તેને પાણીથી સાફ કરવી.અઠવાડિયામાં બે વખત હળદળ લગાવી શકાય છે.હળદરનો ઉપયોગ ફેસપેક તરીકે પણ થઈ શકે.હળદર ચામડી પર પડેલા ડાઘા અસરકારક રીતે દૂર કરીને ચામડીની રંગત નિખારે છે .દૂધમાં રહેલું લેક્ટિક એસિડ પણ ત્વચા પરના ડાઘ દૂર કરવામાં ઉપયોગી છે.

એરંડા નું તેલ એટલે કે દિવેલ.

image source

દિવેલ લગાવવાથી પણ મગફળીમાં પડેલા કાળા ડાઘ દૂર થાય છે.સ્નાન કર્યા પહેલા એરંડાના તેલનું બગલના ભાગમાં મસાજ કરવું.એરંડાનું તેલ ત્વચાનું શુદ્ધિકરણ કરે છે.ત્વચાના મૃત કોષો દૂર કરવામાં પણ મદદરૂપ છે.એરંડાનું તેલ ત્વચાને સ્નિગ્ધતા આપે છે.

ટી ટ્રી ઓઇલ.

image source

ટી ટ્રી ઓઇલ ના ચાર થી પાંચ ટીપા એક કપ પાણીમાં મિક્સ કરી સ્પ્રે બોટલમાં પાણી ભરી લેવું.આ મિશ્રણને અંડર આર્મમાં સ્પ્રે કરવાથી તે સારી રીતે ફેલાઇ શકે છે.તેને ચામડીમાં કુદરતી રીતે જ સુકાઈ જવા દેવું.ટી ટ્રી ઓઇલ માંથી તૈયાર કરેલું સ્પ્રે રોજ વાપરી શકાય છે. ટી ટ્રી ઓઇલ માં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વ અને સ્વસ્થ રાખે છે ઉપરાંત તેમાં રહેલો antimicrobial ગુણ ત્વચાનુ ઇન્ફેક્શન દૂર કરે છે.શરીરમાંથી આવતી દુર્ગંધ સામે પણ ટી ટ્રી ઓઇલ પર્ફ્યુમ નું કામ કરે છે. ટી ટ્રી ઓઇલ નો ઉપયોગ કરતા પહેલા તેનો પેચ ટેસ્ટ કરી લેવો હિતાવહ છે.

બદામનું તેલ

image source

બગલની કાળી ત્વચા પર બદામના તેલનું માલિશ કરીને તેલને ચામડીમાં ઉતરવા દેવું.બદામના તેલનું માલિશ રોજ કરી શકાય છે.તેમાં રહેલું ફાઈટોકેમિકલ્સ કુદરતી રીતે બ્લિચનું કામ કરે છે . જે બગલના કાળા ડાઘ દૂર કરે છે ઉપરાંત બદામમાં રહેલું વિટામિન ઈ ત્વચાને પોષણ પૂરું પાડે છે.

લીંબુનો રસ

image source

લીંબુના રસમાં પણ સાઈટ્રિક એસિડ રહેલું છે.ઉપરાંત તેમાં રહેલું કુદરતી એક્સફોલિએટ ત્વચા પર બ્લીચનું કામ કરે છે.ત્વચા પર પડેલા ડાઘા ઓછા કરવા તેમજ ત્વચાની કુદરતી રીતે જ મૂળથી સાફ સફાઈ કરવા માટે લીંબુનો રસ અતિ ઉપયોગી છે.તેમાં રહેલું વિટામીન-સી પણ ત્વચાની રંગત નિખારે છે. લીંબુનો રસથી બગલના કાળા ડાઘ પર સારી રીતે મસાજ કરો ત્યારબાદ તેને દસ મિનિટ સુધી સૂકાવા દેવું.નવસેકા પાણીથી બગલ સાફ કરવી.નિયમિત પણે લીંબુનો ઉપયોગ કરવાથી થોડા સમયમાં બગલ માં પડેલા કાળા ડાઘ દૂર થવા લાગે છે.

ખીરા કાકડી

image source

ખીરા કાકડીના ટુકડાને બગલમાં પાંચથી સાત મિનિટ સુધી ઘસવો.ખીરાના રસને પણ અંડર આર્મમાં લગાવી દસ મિનિટ સુધી સૂકાવા દેવું.ત્યારબાદ પાણીથી બગલ ને સાફ કરવી.કાકડીના રસનો ઉપયોગ રોજ કરી શકાય છે. માત્ર બગલમાં જ નહીં પણ આંખો નીચે થયેલા કાળા કુંડાળા પણ કાકડીનો રસ લગાવવાથી દૂર થાય છે.કાકડીનો રસ ચામડી ઉપર ટોનર નું કામ કરે છે.

પ્યુમિક સ્ટોન

image source

નાહયા પહેલા અને ભીનો કરીને અંડરઆર્મ્સ પર થોડીવાર ઘસવાથી પણ કાળા ડાઘ દૂર થાય છે. પ્યુમિક સ્ટોનનો ઉપયોગ એક્સફોલિએટર તરીકે કરવામાં આવે .એના ઉપયોગથી પણ ત્વચાના મૃત કોષો દૂર થાય છે.ત્વચા અતિ સંવેદનશીલ અને નાજુક હોવાથી પ્યુમિક સ્ટોન ને હળવા હાથે શરીર પર ઘસવો જોઈએ.નહિતર ચામડી છોલાઈ જવાનો ડર રહે છે.

સૂરજમુખી નું તેલ

image source

બગલના કાળા ધબ્બા પર સૂરજમુખીના તેલની થી મસાજ કરવું .મસાજ બાદ પંદર-વીસ મિનીટ રહીને પાણીથી બગલ નો ભાગ સાફ કરવો.દિવસમાં બે વાર સૂરજમુખી નું તેલ લગાડી શકાય છે. સૂરજમુખીના તેરી માં ભરપૂર માત્રામાં વિટામિન ઇ રહેલું છે જે ત્વચાની ચમક જાળવી રાખવામાં મદદરૂપ છે ઉપરાંત તેના મસાજથી બ્લડ સર્ક્યુલેશનમાં પણ વધારો થાય છે.

મુલતાની માટી

image source

ચામડી માટે મુલતાની માટી પણ અકસીર ઉપાય ગણાય છે. 2 ચમચી મુલતાની માટીમાં એક ચમચી લીંબુનો રસ અને પાણી નાખી તેની પેસ્ટ તૈયાર કરવી. મુલતાની માટીની પેસ્ટને બગલના કાળા ડાઘ પર લગાવી દસ મિનિટ સૂકાવા દેવું. મુલતાની માટી કુદરતી રીતે જ ચામડી પર ઠંડક કરે છે.ત્વચાના છિદ્રો ખોલીને ત્વચાની અંદરથી સાફ સફાઈ કરે છે .ઉપરાંત ત્વચા પર પડેલા ડાઘ દૂર કરવામાં પણ મુલતાની માટી અકસીર ઉપાય છે.

ગુલાબ જળ

image source

અડધા કપ ગુલાબજળ માં એક ચમચી બેકિંગ સોડા નાખી તેનું મિશ્રણ તૈયાર કરવું.તૈયાર થયેલા મિશ્રણને બગલમાં લગાવી દસ મિનિટ સુકાવા દેવું , ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાખો. ગુલાબ જળ માંથી તૈયાર થયેલા મિશ્રણનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી શકાય છે. ગુલાબજળ ત્વચા ને તાજગી આપે છે. ગુલાબજળ ત્વચા પર મોઇશ્ચરાઇઝરનું કામ કરે છેગુલાબ જળ ત્વચાના પીએચ લેવલ ને સંતુલિત રાખે છેબેકિંગ સોડા ચામડીના મૃત કોષોને દૂર કરવાનું કામ કરે છે.

બટાકા

image source

બટાકાને ખમણીને તેમાંથી નીકળતા રસને બગલમાં અંદરની બાજુએ લગાવો.પંદર-વીસ મિનિટ રસને ચામડીમાં ઉતરવા દીધા બાદ પાણીથી સારી રીતે સાફ કરી નાખો. દિવસમાં બે વાર બટાકાના રસનો ઉપયોગ કરી શકાય છે . કાકડીની જેમ જ બટાકા પણ આંખો નીચેના ડાર્ક સર્કલ્સ ને પણ દૂર કરે છે.બટાકા ચામડીને કુદરતી રીતે બ્લિચ કરે છે.બટાકાનો રસ પિગ્મેન્ટેશન દૂર કરવામાં પણ મદદરૂપ છે.

ફટકડી

image source

એક ચમચી ફટકડી પાવડરને પાણીમાં મિક્સ કરી તેની પેસ્ટ બનાવવી.ફટકડીની પેસ્ટને સ્નાન કર્યા પહેલાં બગલના ભાગમાં લગાવી.15 20 મિનિટ બાદ સ્નાન કરવું. અઠવાડિયામાં બે વખત ફટકડીની પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે.ફટકડી ત્વચાને રોગમુક્ત રાખે છેફટકડી ત્વચાના પીએચ લેવલને નિયંત્રિત કરે છેતેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ તત્વ ચામડીમાં થતા ઇન્ફેક્શનને પણ દૂર કરે છે.

image source

ઉલ્લેખનીય છે કે ઉપર જણાવેલા તમામ ઉપાયો દરેક માટે સફળ નીવડે એવું જરૂરી નથી .ઉપરાંત દરેકની ત્વચા અલગ અલગ પ્રકાર ની હોય છે , કોઈપણ વસ્તુના વપરાશની એલર્જી પણ થઇ શકે છે. તેથી કોઈ પણ ઉપાય અપનાવતાં પહેલાં તે પોતાની ત્વચા માટે અનુકૂળ છે કે નહીં તે અંગે પેચ ટેસ્ટ કરી લેવો.વધુ પડતા કાળા ડાઘ માટે ડોક્ટરની સલાહ પણ લેવી હિતાવહ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ