દવા અને માર્યા વગર આ રીતે ભગાડી દો ઘરમાંથી તેમજ કારમાંથી ઉંદરને, નહિં લાગે પછી કોઇ જાતનો ત્રાસ

ઉંદર જ્યારે ઘરમાં ઘુસી જાય તો આપણને કેવા હેરાન કરી મુકે છે. ઉંદર ઘરની વસ્તુઓ જેવી કે આપણા કપડાં, બુક્સ, ફર્નિચર, ખાવાપીવાની વસ્તુઓ વગેરેને પણ ખૂબ નુકસાન પહોંચાડે છે. તેમજ ઉંદરને ઘરમાં આમથી તેમ દોડતા જોઈને ખૂબ નવાઈ લાગે છે. એવું લાગે કે જાણે આપણે ઉંદરના ઘરમાં હોઈએ. ઉપરાંત ઘરમાં જ્યાં ત્યાં ઉંદરના મળમૂત્ર જોઈને ખૂબ અણગમો થાય છે.

image source

ઉંદર ફક્ત સમાનને જ નુકસાન નથી કરતા પરંતુ ઉંદરના કારણે ઘરમાં ઘણા પ્રકારની બીમારીઓ થવાની શક્યતા પણ વધી જાય છે. રાતના સમયે જ્યારે આપણે શાંતિથી સુઈ ગયા હોઈએ ત્યારે આ ઉંદર ચુપકેથી આવે છે અને આપના પગને ખોતરી પણ શકે છે. નાના બાળકો અને નવજાત શિશુઓને ઉંદરથી બચાવવા ખૂબ જરૂરી હોય છે.

ઘર સિવાય પણ આ ઉંદરો કારમાં પણ જોવા મળી શકે છે. જો ઉંદર કારમાં ઘુસી ગયુ તો તે કારની સીટ, વાયરિંગ વગેરે જગ્યાઓને કોતરી નાખે છે અને જ્યારે બોનેટ ખોલશો ત્યારે તેમાં ઉંદરે ફેલાવેલી ગંદકી અને ખૂબ કોતરેલો કચરો જોવા મળે છે. ક્યારેક તો ઘરમાં ઉંદર દ્વારવા કાપી નાખેલા વીજળીના વાયરોના કારણે શોર્ટ સર્કિટ થઈ શકે છે અને ઘરમાં આગ લાગવા જેવી ઘટનાઓ પણ બની શકે છે.

ઉંદર ત્યાં રહેવાનું વધારે પસંદ કરે છે જ્યાં તેને સરળતાથી ખાવાની વસ્તુઓ મળી જાય અને સંતાવા માટે યોગ્ય અને સુરક્ષિત જગ્યા મળી જાય છે. ઉંદર ક્યાંય પણ પોતાનું સ્થાન જમાવી લે છે અને ત્યાં રહીને ખાઈ પીને પોતાના પરિવારને વધારતા રહે છે. તેમજ ઉંદર ઘરમાં કેવી રીતે ઘુસ્યા તે જાણવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે.

image source

ઉંદરના કારણે ફેલાયેલી ગંદકીના કારણે ખૂબ ખરાબ ગંધ ઘરમાંથી આવે છે. ઉપરાંત જો ઉંદર જ ઘરમાં મરી જાય તો તેની વાસ ખૂબ જ ભયંકર દુર્ગંધના કારણે ઘરમાં રહેવુ પણ મુશ્કેલ થઈ જાય છે. આથી જલ્દીથી જલ્દી ઉંદરથી છુટકારો મેળવવા ઉપાયો કરવા જોઈએ.

ઉંદરથી બચવાના અને ઉંદરને ભગાવવાના ઉપાયો:

ઉંદર એક સામાન્ય સમસ્યા છે. બજારમાં ઉંદર માટે ઘણી દવાઓ અને કેટલાક પ્રકારના પિંજરાઓ પણ ઉપલબ્ધ હોય છે. ઉંદર મારવાની દવાથી કેટલાક વ્યક્તિઓને ક્રૂરતા લાગી શકે છે. ઉંદર ગંભીર બીમારીઓ પણ ફેલાવી શકે છે. એટલે એ નક્કી કરવું આપનું કામ છે કે આપના માટે ઉંદર વધારે મહત્વ રાખે છે કે પરિવાર.

તે આપની ઉપર નિર્ભર છે કે આપ ઉંદરને મારી નાખવા ઈચ્છો છો કે ઉંદરને પિંજરામાં પકડીને ફેંકી દેવા ઈચ્છો છો. યોગ્ય પધ્ધતિથી ઉપાય કરવામાં આવે તો બન્ને રીતથી ઉંદરને ભગવવામાં સફળતા મળી શકે છે.

image source

સૌપ્રથમ એ જોવું અને જાણવું જરૂરી બની જાય છે કે ઉંદર કઈ જગ્યાએથી ઘરમાં પ્રવેશ કરે છે. આ જગ્યા એક ઇંચ જેટલી પણ નાની જગ્યા હોઈ શકે છે. ઉંદર એટલી જગ્યા માંથી પણ સરળતાથી અંદર આવી શકે છે. આવી બધી જગ્યાઓ બંધ કરી દેવી જોઈએ.

ઉંદર ઘરમાં ના આવે તેના ઉપાયો.:

 • -ઉંદર ચોખ્ખું જોઈ શકતા નથી, પણ ઉંદરની સૂંઘવાની શકતી ખૂબ જ સારી હોય છે. ઉંદરને કેટલીક ગંધ સખત નાપસંદ હોય છે. તે ગંધને ઉપાય તરીકે ઉપયોગમાં લેવાથી પણ ઉંદરને દૂર રાખી શકાય છે.
 • -ઉંદરના દાંત એટલા મજબૂત હોય છે કે આપે કોઈપણ વસ્તુથી કાણું બંધ કર્યું હોય તો પણ તે વસ્તુને કોતરીને પણ ઉંદર ઘરમાં આવી જ જાય છે. ઉંદર આવવાની જગ્યાએ જો આપ લોખંડનો કોઈ ટુકડો કે વસ્તુને રાખી દેવાથી ઉંદર ઘરમાં આવી શકશે નહીં. કારણકે ઉંદરના દાંત લોખંડને કોતરી શકે એટલા મજબૂત ના હોવાથી ખાસ કરીને આપે ઉંદર આવતા હોય તે જગ્યાએ ખાસ લોખંડની વસ્તુને ફિટ કરી દેવી જોઈએ.
 • -પીપરમિન્ટની ગંધ ઉંદરને દૂર રાખવામાં મદદ કરે છે. ઉંદર જે જગ્યાએથી આવે છે તે જગ્યાએ પીપરમિન્ટના તેલમાં કોટન બોલને પલાળીને રાખી દેવું જોઈએ. ઉંદર આવતા હોય તે જગ્યાએ ફુદીનાના પાન પણ રાખી શકો છો. કે પછી ફુદીનાને કુંડામાં રોપીને ત્યાં રાખી દેવાથી પણ ઉંદર દૂર રહે છે.

  image source
 • -આ જ રીતે ઉંદરને ડુંગળીની ગંધ પણ પસંદ હોતી નથી. થોડીક ડુંગળીના ટુકડા કરીને જે જગ્યાએથી ઉંદર આવતા હોય ત્યાં રાખી દેવાથી ઉંદર દૂર રહે છે. ડુંગળીને એક દિવસ પછી જ બદલી જોઈએ. જો આપે આમ ના કર્યું તો ડુંગળીની આ ગંધ આપને પણ ખૂબ હેરાન કરી શકે છે.
 • -લાલ મરચાનો પાવડર પણ ઉંદરને દૂર રાખવામાં મદદ કરે છે. પરંતુ લાલ મરચાનો ઉપયોગ ખૂબ સાવધાનીપર્વક કરવો જોઈએ.
 • – ઉંદર જ્યાંથી આવે છે ત્યાં આપે માણસના વાળ મૂકી દેશો તો ઉંદરની ત્યાં આવવાની હિંમત જ નહીં થાય. કારણકે જો માણસનો વાળ ઉંદરના પેટમાં જતો રહે તો ઉંદર મરી જાય છે. આથી ઉંદર ત્યાં આવવાની હિંમત કરશે નહીં.

-ઉંદરને દવા વગર મારવાના ઉપાયો.:

 • -કોકો પાવડર અને POP પાવડર ભેળવી દેવો. આ પાવડરને જ્યાંથી ઉંદર આવતા હોય તે જગ્યાએ ભભરાવી દેવો. ઉંદર આ પાવડર ખાતાની સાથે જ ઉંદર પાણી શોધવા માટે બહાર જતો રહેશે અને તે બહાર જઈને મરી જશે.
 • -બાફેલા બટાકાને છોતરા સાથે મેસ કરીને ઉંદર આવતા હોય તે જગ્યાએ રાખી દેવો. ઉંદર બટાકાના છોતરાને પચાવી શકતા નથી અને આ બટાકાના છોતરા ઉંદર માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
 • -શક્ય હોય તો ઘરમાં એક બિલાડી પાળી લેવી જોઈએ. બિલાડી બધા ઉંદરને ખતમ કરી દેશે. બસ ખાલી બિલાડીનું ધ્યાન રાખવું પડશે.

  image source
 • -કેટલાક ખાસ પ્રકારના કૂતરા હોય છે જે રેટ ટેરિયર કહેવાય છે આ કુતરાઓ ઉંદરનો શિકાર કરવામાં પારંગત હોય છે. આ કૂતરાને પાલતુ બનાવીને ઘરમાં રાખવાથી આપનો પેટ રાખવાનો શોખ પણ પૂરો થશે અને ઉંદરોથી પણ મુક્તિ મળી જશે.
 • -જો આપ ઉંદર મારવાની દવાનો ઉપયોગ કરી રહ્યા છો તો તેની પર લખેલ નિર્દેશો મુજબ જ ઉપયોગમાં લેવી. તેમજ તેને સુરક્ષિત જગ્યા પર રાખી દેવી. જ્યાં બાળકો અને પાલતુ જાનવરો પહોંચી શકે નહીં તેવી જગ્યાએ રાખી દેવી જોઈએ.

ઉંદર પકડવા માટે પિંજરાને કેવી રીતે ઉપયોગમાં લેવું.:

 • -ઉંદર પકડવા માટેનું પીંજરું યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે ચેક કરી લેવું જોઈએ.
 • -પિંજરાને ફર્નિચરની પાછળ રાખી દેવું જોઈએ. જ્યાંથી ઉંદર નીકળે છે કે થોડીકવાર માટે ત્યાં રોકાય છે. કે પછી ત્યાં જ્યાં ઉંદર હોવાની સંભાવના હોય તે જગ્યાની આસપાસ રાખી દેવું.
 • -બ્રેડ, ચોખા, ખાંડ, અનાજ વગેરે વસ્તુઓ બંધ ડબ્બાઓમાં રાખી દેવી. જો ઉંદરને ભરપૂર પ્રમાણમાં ભોજન બહાર જ મળી રહેતું હશે તો તે થોડાક ભોજન માટે પિંજરામાં જશે નહિ.

  image source
 • -આપ જે ખાવાની વસ્તુ પિંજરામાં મૂકી રહ્યા છો તેની સુગંધ આવવી ખૂબ જરૂરી છે. આ ભોજનની સુગંધથી આકર્ષાઈને ઉંદર પિંજરામાં આવી શકે છે.
 • -ઉંદર એક ડરપોક પ્રાણી છે. પીંજરું ઉંદર માટે નવી જગ્યા છે. એટલે ઉંદર જલ્દીથી પિંજરામાં ઘૂસવાની હિંમત નહિ કરે. આથી થોડું ધૈર્ય રાખીને કામ લેવું જોઈએ.
 • -જો એક કે બે દિવસમાં ઉંદર પાંજરામાં નથી આવતું તો પાંજરાની જગ્યા બદલી દેવી. જો પાંજરાની જગ્યા બદલ્યા પછી પણ જો સફળતા ના મળે તો પિંજરાને બદલી દેવું જોઈએ.
 • -પિંજરાને દિવસમાં એકવાર જરૂરથી ચેક કરવુ. જો ઉંદર પિંજરામાં ફસાઈ ગયો હોય તો તેને જલ્દી થી જલ્દી દુર ફેંકી દેવો જોઈએ. નહિ તો ઉંદર મરી પણ શકે છે કે બીમારીનું કારણ પણ બની શકે છે.
 • -પિંજરામાં ફસાયેલા ઉંદરને ફેંકવા જઈ રહ્યા છો તો તેને ઘરથી ઓછામાં ઓછો એક કિલોમીટર દૂર હોય એવી જગ્યાએ ફેંકવા જવું.

કારમાં ઉંદરને આવતા કેવી રીતે બંધ કરવા.:

 • -કારમાં ઉંદર અવરજવર કરી શકે તેવી જગ્યા હોય તો તેને ધ્યાનથી બંધ કરી દેવી જોઈએ.
 • -વેહિકલ કે કારને એવી જગ્યાએ પાર્ક કરવી જોઈએ નહીં જ્યાં આજુબાજુ ઉંદર હોય અને ફર્શ પર લાબું ઘાસ ઊગ્યું હોય ખાસ કરીને જો લાંબા સમય સુધી વેહિકલ કે કાર ઉપયોગમાં લેવાના ના હોવ.

  image source
 • -કારમાં કે વેહિકલમાં ચિપ્સ કે બ્રેડ વગેરે વિખેરાયા હોય તો તેને સાફ કરી દેવા જોઈએ અને ખાવાના ખાલી પેકેટો પણ વેહિકલ કે કારમાં રાખવા જોઈએ નહીં. કારણકે ખાલી પેકેટની સુગંધથી ઉંદર આકર્ષાઈને કારમાં આવી શકે છે.
 • -કારમાં કેટલીક ખાસ પ્રકારની વસ્તુઓ રાખવી જોઈએ જેવી કે પીપરમિન્ટનું તેલ કે ફુદીના પાન વગેરે.
 • -કારમાં માણસના વાળ રાખી દેવામાં આવશે તો કારમાં ઘૂસવાની ઉંદર હિંમત કરશે નહીં.

ઉંદરના કારણે થતી બીમારીઓ.:

 • -ઉંદર કેટલાક પ્રકારના કીટાણુંઓ, બેક્ટેરિયા અને વાઇરસના હોય છે. ખાસ કરીને ઉંદરના મળમૂત્ર પણ બીમારી ફેલાવાનું કારણ બની શકે છે. જેના કારણે તાવ, ભૂખ ઓછી લાગવી, માથાનો દુખાવો, વોમીટ વગેરે લક્ષણો જોઈ શકાય છે.
 • -પ્લેગ નામની ગંભીર બીમારી ઉંદરના કારણે ફેલાય છે. આ વાત બધા જ જાણીએ છીએ.
 • -ઉંદર ફૂડ પોઇઝનિંગનું કારણ પણ બની શકે છે.

  image source
 • -ઉંદરના પગ કે અન્ય જગ્યાએ ખોતરવાથી રેટ બાઈટ ફીવર પણ થઈ શકે છે. જે કેટલાક મહિનાઓ સુધી મટી શકતો નથી.
 • -ઉંદરના કારણે ટાયફસ નામની બીમારી થઈ શકે છે. આ બીમારીમાં તાવની સાથે સ્કિન રેસિસ અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.
 • -ઉંદર હંટા વાઇરસ નામની બીમારી પણ ફેલાવે છે. આ બીમારીમાં તાવ આવે છે અને કિડની પર ખૂબ જ ખરાબ અસર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ