ઉનાળાની રજાઓનો આનંદ ઉઠાવવો છે એ પણ બજેટમાં રહીને? જાણો આ ૧૧ જગ્યાઓ વિષે…

ઉનાળાની મજા માણવા માટે આ 11 પ્રવાસન સ્થળો પર તમે તમારા બજેટમાં રહીને જ ફરી શકો છો.

ભારતના મોટા ભાગના લોકોને જો કંઈ સૌથી વધારે પસંદ હોય તો તે પ્રવાસ-પ્રવાસ અને પ્રવાસ જ હશે તેમાં કોઈ જ શંકા નહીં. અને જો તે સસ્તામાં થતું હોય તો તો તેનાથી વધારે સારું શું હોઈ શકે. વેકેશનની મોસમના હવે તો પગરવ પણ સંભળાવા લાગ્યા છે. માટે આજથી જ તેનું આયોજન શરૂ કરી દો.


જો આ વખતે તમારો ઇરાદો ભારત બહારના સ્થળો પર જવાનો હોય તો તો તમે યોગ્ય લેખ વાંચી રહ્યા છો. કારણ કે આજે અમે તમને કેટલીક બજેટ ટૂર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. માટે જલદી આ લેખ વાંચો અને જગ્યાઓ ભરાઈ જાય સીટો ફૂલ થઈ જાય તે પહેલાં તમારા બુકિંગ્સ કરાવી લો.
તો ચાલો જાણીએ આ 11 આંતરરાષ્ટ્રિય સ્થળો વિષે જે તમારા વેકેશનને યાદગાર બનાવી દેશે તે પણ બજેટમાં.

1. નેપાળ


નેપાળ એ આપણો પાડોશી દેશ છે. જ્યાંની કરન્સી આપણા કરતાં નીચી છે જે આપણા માટે લાભપ્રદ છે. નેપાળ અન્ય આંતરરાષ્ટ્રિય જગ્યાઓની સરખામણીએ ખુબ જ સસ્તી જગ્યા છે પણ સાથે સાથે એક માણવાલાયક પ્રવાસન સ્થળ પણ છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમને ત્યાં પહોંચ્યા બાદ વિઝા આપવામા આવે છે જે ઉનાળા માટે તો એક ઉત્તમ વિકલ્પ છે. નેપાળમાં અસંખ્ય એન્ડવેન્ચર સ્પોર્ટ્સ, સેંકડો માઉન્ટેન વ્યૂઝ અને અદ્ભુત હેરિટેડ સાઇટો આવેલી છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમારે જવું જ જોઈએ.

તેની હવાઈ ટીકીટ લગભઘ 10000 રૂ.થી શરૂ ટૂ-વે ટિકિટના

2. મલેશિયા


એશિયાનો દક્ષિણપૂર્વિય દેશ પોપ કલ્ચર અને પરંપરાગત આકર્ષણોનું અજબ સંયોજન છે. જો તમને સમુદ્રી તટો પસંદ હોય તો તમારે મલેશિયા જવું જ જોઈ. મલેશિયા રેઇન ફોરેસ્ટનું શહેર પણ છે. મેલય, ચાઇનિઝ, ભારતિય અને યુરોપિયન સંસ્કૃતિના પ્રભાવવાળા આ દેશમાં તમને પ્રવાસ માણવાના અસંખ્ય વિકલ્પો મળી રહેશે. અને હા તમારે મલેશિયા જઈને ત્યાંના પ્રખ્યાત પેટ્રોનાસ ટ્વિન ટાવરની મુલાકાત પણ લેવી જોઈએ.

મલેશિયાની ટિકિટ – 10000 રૂ.થી શરૂ ટૂવે ટિકિટ

3. થાઇલેન્ડ


જો તમને પાર્ટિઝમાં જવાનું ખુબ પસંદ હોય તો થાઈલેન્ડ તમારા માટેની જ જગ્યા છે. થાઇલેન્ડના પ્રખ્યાત શહેરો જેવા કે ફુકેટ અને બેન્કોકમાં ક્લબ અને ફૂડના તમને અસંખ્ય વિકલ્પો મળી રહેશે. આ દેશમાં કેટલાક સુંદર ટ્રોપિકલ બીચ, મંદિરો અને અન્ય પ્રવાસન સ્થળો પણ આવેલા છે. થાઇલેન્ડ પોતાના સ્પાઝ માટે પણ જાણીતું છે. ત્યાંની દુકાનો, ઘરો અને બજારો શોપોહોલિક લોકો માટે શ્રેષ્ઠ છે, અને જો તમે પણ શોપોહોલિક હોવ તો તો તમે અત્યારે ત્યાં જવાનું મન બનાવી જ લીધું હશે.

ટીકીટ – ટૂવે ટિકીટ 15000 રૂ. થી શરૂ..

4. માલદિવ્સ


માલદિવ્સ એ દ્વિપ સમૂહોનો બનેલો દેશ છે, તેમાં અત્યંત રમણિય સમુદ્ર તટો, કુદરતી સમુદ્રી દ્રશ્યો અને કોરલ આઇલેન્ડ આવેલા છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળોની સાથે સાથે આંતરરાષ્ટ્રિય વ્યંજનોની અસંખ્ય શ્રેણીઓ આ બધું જ તમને માલદિવ્સ તરફ ખેંચી જાય તેવું છે.

ટીકીટ – ટુવે ટિકિટ લગભગ 19000રૂ, થી શરૂ થાય છે.

5. કોમ્બોડિયા


દક્ષિણપશ્ચિમ એશિયાનો બીજો દેશ, કોમ્બોડિયાના પ્રવાસ માટે એપ્રિલ-જુન એ ઉત્તમ સમય છે. થાઇલેન્ડની જેમ અહીંના સમુદ્ર તટો લોકોથી છલકાતા નથી હોતા, અહીંના બીચ ખુબ જ શાંત અને જાણે વણશ્પર્શ્યા છે. જો તમે કોઈ એવી વ્યક્તિ હોવ કે જેને શાંત વાતાવરણમાં સમય પસાર કરવો ગમતો હોય તો તમારા માટે આ જગ્યા ઉત્તમ છે. કોમ્બોડિયા એ વિશ્વનું સૌથી વિશાળ સ્મારક ધરાવે છે – અંગકોર વાટ – અને તેની મુલાકાત તો તમારે લેવી જ જોઈએ.

ટીકીટ – લગભગ 20000 રૂ.થી શરૂ ટુ-વે ટિકિટ

6. હોન્ગ કોન્ગ


હોંગ કોન્ગ એ શોપિંગ કરવાનો શોખ ધરાવતા લોકો માટે સ્વર્ગ છે, જો કે આ ઉપરાંત પણ આ શહેરમાં બીજી પણ અગણિત બાબતો છે જે તમને આકર્ષશે. આ શહેર ફેમિલી ટ્રીપ માટે પણ ઉત્તમ છે કારણ કે અહીં મ્યુઝિયમો, મંદિરો, પાર્કો અને પ્રાકૃતિક ભંડારો પણ જોવા લાયક છે. હોંગકોમાં બાળકોને પ્રિય એવું ડિઝનીલેન્ડ પણ આવેલું છે, જેનો પરિચય આપવાની કોઈ જ જરૂર નથી. જો તમને ખરેખર ડિઝનિલેન્ડ ગમતું હોય તો તમારે અહીં ચોક્કસ આવવું જોઈએ.

ટીકીટ – લગભગ 20000 રૂ.થી શરૂ ટુવે ટિકિટ

7. ઇજિપ્ત


ઇજિપ્ત એ ત્યાંના પિરામિડો માટે વિશ્વ વિખ્યાત છે. તેમાં ચલચિત્રો જેવા અત્યંત વિશાળ સ્થળો આવેલા છે. અને તે ભારતથી સૌથી સસ્તુ આંતરરાષ્ટ્રિય સ્થળ છે. તમને ઇજિપ્તનું ભોજન પણ ભાવશે કારણ કે તે ઘણા ખરા અંશે ભારત જેવું જ છે, ઇજિપ્તમાં પણ તમને સ્વાદિષ્ટ કબાબ, કોફ્તા અને શોરમા મળી રહેશે. માટે તમારા માટે આ વિકલ્પ પણ લલચામણો છે.

ટિકિટ – લગભઘ 24000 રૂ. થી શરૂ ટુવે ટિકિટ

8. વિયેટનામ


વિયેટનામનો ઇતિહાસ અત્યંત ચિત્તાકર્ષક છે અને આ એક એવી જગ્યા છે જ્યાંનો પ્રવાસ તમારે ખેડવો જ રહ્યો. ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય, સ્વાદિષ્ટ ભોજન, સુંદર દ્વિપો, તમને તે દેશના પ્રેમમાં પાડી દેશે. આ શહેર ખુબ જ પોસાય તેવું છે અને ત્યાં વિશ્વની ઉત્તમ કોફી મળે છે. તે જો તમે કોફી પ્રેમી હોવ તો તમારે તમારા બિસ્તરા પોટલા બાંધી જ લેવા જોઈએ.

ટીકીટ – 25000 રૂ. થી શરૂ ટુવે ટિકીટ

9. મિયાનમાર


આ દેશ પણ તમારા બજેટમાં જ છે અને ત્યાં ખર્ચેલો એક એક રૂપિયો વસૂલ થઈ જશે. આ દેશમાં સુંદર બુધિસ્ટ મઠો આવેલા છે, આ ઉપરાંત તમે અહીંના કેટલાક સુંદર સમુદ્રી તટો પર હોટ એર બલુનની રાઇડ્સ પણ લઈ શકો છો. સ્થાનિક લોકો ખુબ જ મિત્રપૂર્ણ છે અને તમે આ દેશની કેટલીક જગ્યાઓને ચાલીને પણ ફરી શકો છો.

ટીકીટ – 28000 રૂ.થી શરૂ ટુ વે ટીકીટ

10. ટર્કી – તુર્કી


જો તમે ખાવાના શોખીન હોવ, તો તમારે ટર્કીની મુલાકાત લેવી જ જોઈએ. અહીં તમને મધ્ય પુર્વ, યુરોપિયન અને એશિયન પ્રભાવ જોવા મળશે, અહીંના શોરમા, સૂપ, કબાબ, પિઝા, સ્ટૂ અને બ્રેડ અત્યંત સ્વાદિષ્ટ હોય છે. ટર્કીનો સાંસ્કૃતિક વારસો તમને નિઃશબ્દ કરી મુકશે. ટર્કીના બજારો અસામાન્ય છે, અને ખરીદી માટે પર્ફેક્ટ છે. જો તમે ટર્કીની મુલાકાત લેવાના હોવ તો તમને ખાતરી આપીએ છીએ કે તમને તમારા એક એક રૂપિયાનું વળતર મળી રહેશે. તો ટીકીટ બુક કરાવી લો.

ટીકીટ – રૂ. 30000થી શરૂ, ટુ વે ટ્રીપ

11. મોરેશિયસ


મોરેશિયસમાં કેટલાક ઉત્તમ વોટર સ્પોર્ટ્સ છે આ ઉપરાંત તમે ત્યાંની મરિન લાઈફ પણ માણી શકશો. મોરેશિયસના કેટલાક વિસ્તારો ડોલ્ફિન સ્પોટિંગ એટલે કે જ્યાં અવાનવાર ડોલ્ફિન જોવા મળતી હોય તેના માટે જાણીતા છે અને તે જીવનમાં એક વાર જ કરવા મળતો અનુભવ છે જેને તમારે ક્યારેય ચૂકવો જોઈએ નહીં. અને મોરેશિયના સમુદ્રી તટો તો અત્યંત આકર્ષક છે.

ટીકીટ – રૂ. 35000થી શરૂ થાય છે. ટુ વે ટ્રીપ