જલ્સા કરોને જેંતીલાલ

ઉનાળાની લૂથી હવે નિશ્ચિંત થઈ જાઓ માત્ર આ ઉપાય અજમાવો અને ઉનાળામાં સ્વસ્થ રહો.

ઉનાળામાં જો તમને અવારનવાર લૂ લાગતી હોય અથવા લૂ લાગવાનો ભય રહેતો હોય તો અજમાવો આ ઉપાય

કેટલાક લોકોને જેવો ઉનાળો શરૂ થાય તેવો તેમને અતિશય પરસેવો વળવો, પેશાબમાં બળતરા થવી કે વારંવાર લાગવા જેવી તકલીફો શરૂ થઈ જાય છે. કેટલાક લોકોને તો ઉનાળાની ગરમીમાં શરીરમાં આળસ ભરાતું લાગે અને શરીર ઝકડાઈ ગયેલું લાગે છે. આ સિવાય લૂ લાગવાથી બીજી અનેક તકલીફો ઉનાળામાં પડતી હોય છે. આવો, સાવ સામાન્ય અને ઘરમાંજ મળી આવે તેવા સરળ ઉપચાર જોઈએ.

ઉનાળાની ઋતુમાં, ગરમ હવાનું પ્રમાણ વધે છે અને તાપમાન વધે છે. જે સ્વાસ્થ્ય માટે જોખમી થઈ શકે છે. જો અચાનક શરીરનું તાપમાન વધે અથવા માથામાં તીવ્ર પીડા અચાનક શરૂ થાય, તો સાવચેત રહો. આ બંને લૂ લાગી જવાના લક્ષણો છે.

લૂ લાગવાની વાતને આપણે બહુ ગંભીરતાથી નથી લેતાં પરંતુ લૂ લાગવાથી શરીરના ઘણાં અંગો પર માઠી અસર પડી શકે છે. જેમ કે કિડની, મગજ અને હૃદયના સંચાલનમાં વિક્ષેપ્સ થાય છે, જે આ અંગોના કાર્યને અસર કરે છે. લૂ લાગવાથી, હ્રદયના ધબકારા અને શ્વાસની ગતિમાં પણ વધારો થઈ જાય છે. જે શરીર માટે હાનિકારક છે. તે ઘણી વાર એવું પણ જોવા મળ્યું છે કે ચામડી પર લાલ કે સફેદ દાણા ઊઠી આવે છે અને તેના પર અસહ્ય ખરજ પણ આવે છે.

ઘણા લોકોને જ્યારે લૂ લાગી હોય ત્યારે શરીરમાં વારંવાર પેશાબ લાગવાની અને સખત બળતરા તથા તેનો રંગ પીળો કે કથ્થાઈ આવવાની ફરિયાદ કરે છે. લૂની અસરને ટાળવા માટે હોમમેઇડ ઉપચાર ગરમીમાં ખૂબ અસરકારક સાબિત થાય છે. ચાલો લૂને ટાળવા માટે કેટલાક ખૂબ અસરકારક ઘરગથ્થુ ઉપાયો જાણીએ.

સૂર્યના તાપમાં ફરતી વખતે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. આંખો પર સન ગ્લાસિસ અચૂક પહેરવા જોઈએ. ચહેરા અને માથા દુપટ્ટાથી કે કોટનના કપડાંથી બરોબર ઢાંકવું જોઈએ. સીધું સૂર્યપ્રકાશમાં રહેવાનું જેટલું ટાળી શકાય એટલું ટાળવું જોઈએ.

કોઈપણ જગ્યાએ જાવ તો સાથે ઘરેથી પાણી પીને જવું અને સાથે બોટલમાં લઈને પણ જવું જોઈએ. સાથે કોઈ ભાવતું શરબત પણ લઈ જઈ શકાય છે. ગરમીમાં સામાન્ય રીતે લૂથી બચવા કુદરતી પીણાઓમાં તાજી મોળી છાશ, શેરડીનો રસ, ખસનું શરબત કે તરબૂચનો જ્યુસ વધુ ફાયદાકારક હોય છે.

જો આકરા તાપમાંથી ઘરે આવો ત્યારે વધુ પડતો પરસેવો વળ્યો હોય તો તમારે તાત્કાલિક ઠંડું પાણી પીવું જોઈએ નહીં. શરીરને રૂમ ટેમ્પ્રેચર પર સેટ થવા દઈને પછી જ પાણી પીવું જોઈએ. ઉનાળાના દિવસોમાં, સતત પાણી પીતાં રહેવું જોઈએ જેથી શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે નહીં અને શરીરને તણાવ ન પડે. પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને, દિવસમાં બે વખત પીવાથી લૂ લાગવાનું જોખમ ઘટે છે.

ઉનાળામાં ક્યારેય ભૂખ્યા પેટે ઘરની બહાર ન નીકળવું જોઈએ. તાજાં શાકભાજીનો સૂપ કે બાફેલાં શાક જેવું કંઈ હળવું ખાવાથી પણ લૂની અસર ઓછી થાય છે. વળી, દહીં અને છાશનો પણ ભોજનમાં નિયમિત ઉપયોગ કરવો જોઈએ. હળવો ખોરાક લેવાથી શરીર આખા ઉનાળામાં સ્વસ્થ રહે છે.

જો આટલી સતર્કતા રાખ્યા પછી પણ જો તમને લૂ લાગવાની અસર વર્તાય તો આ સરળ ઉપાયો ધ્યાનમાં લઈ લો… ચોક્કસ ફાયદો થશે.

ઉનાળામાં બહુ બરફવાળું પાણી ન પીવું કે વધુ પડતો આઈસ્ક્રીમ ન ખાવો જોઈએ, શરદી થવાનો ભય રહે છે. તેને બદલે ઊનાળાની લૂથી બચવા ટમેટાંની ચટણી, નારિયેળની ચટણી કે નારિયેળ પાણી કે પેઠા જેવી ઠંડી પ્રકૃતિની મીઠાઈઓ અને વસ્તુઓ ખાવી જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version