ઉનાળામાં ફરવા જવાનો પ્લાન હોય તો સાથે આ વસ્તુઓ જરૂર રાખજો…

પ્રવાસ દરમિયાન આ સરળ લાઇફ હેક્સ અજમાવો

દરેક લોકો માટે બહાર પ્રવાસ પર જવું અલગ હેતુ સર હોય છે, કોઈને ઘરના એકધારા જીવનથી થોડા સમય માટે છૂટકારો મેળવવો હોય, કોઈને કોઈ લક્ઝરી હોટેલમાં રહીને માત્ર આરામ જ કરવો હોય, કોઈને ટુ-વ્હિલર પર કુદરતી સૌંદર્ય માણવું હોય તો કોઈને સ્થાનિક બજારોમાં ફરી શોપિંગ કરી રિલેક્સ થવું હોય.

પ્રવાસ એ વ્યક્તિએ-વ્યક્તિએ અલગ અનુભવની વાત છે. જો કે તેમની સમસ્યાઓ ઘણા અંશે સરખી જ હોય છે. તમે પ્રવાસના વિચારથી જ તાજગી અનુભવવા લાગો છો. સુંદર સમુદ્ર કિનારા કે પછી બર્ફીલા કે હરિયાળા પહાડોના દિવસ્વપ્નમાં ખોવાઈ જાઓ છો. અને પ્રવાસના આયોજનમાં લાગી પડો છો. પણ જો તમારે તમારો પ્રવાસ યાદગાર અને મુશ્કેલીઓ રહિત બનાવવો હોય તો આજનો આ લેખ અમે તમારા માટે જ લાવ્યા છીએ. પ્રવાસ દરમિયાન તમને અમારા આ લેખમાં જણાવેલા લાઇફ હેક્ક ચોક્કસ મદદરૂપ થશે.

1. નકશા પર એક ટાંકણી લગાવી રાખો

જો તમને એવો વિચાર આવતો હોય કે આ જમાનામાં નકશાની વાત ક્યાંથી આવી પણ તમારી જાણ માટે કહી દઈએ કે કેટલીક જગ્યાઓ એવી હોય છે જ્યાં તમને ઇન્ટરનેટની વ્યવસ્થા નથી મળતી અરે ત્યાં સિગ્નલ એટલું નબળુ હોય છે કે તમને ફોન કરવામાં પણ તકલીફ પડે. માટે એ જરૂરી છે કે તમે તમારી સાથે જે જગ્યા પર ફરવા જવા માગતા હોવ તેનો નકશો રાખો અને જ્યાં પહોંચવા માગતા હો તે સ્થળ પર ટાંકણી લગાવી રાખો. આ રીતે જો તમારું ઇન્ટરનેટ કામ નહીં કરી રહ્યું હોય તો તેવા સંજોગોમાં તમને એટલી તો ખબર હશે જ કે તમારે ક્યાં જવાનું છે અને તમે હાલ ક્યાં છો.

2. તમારા જેકેટનો ઉપયોગ ઓશિકા તરીકે કરો

કેટલીકવાર આપણે ટુ-વ્હિલર પર જ સ્થાનિક જગ્યાઓ જોવા નીકળી જતાં હોઈએ છીએ, માટે આપણી સાથે બધી જ વસ્તુઓ લઈ જવી કંઈ શક્ય નથી હોતી. પણ જેકેટ એક એવી વસ્તુ છે જે તમારા નાનકડા બ્રેક માટે તમારી ઓશિકાની ખોટ પુરી શકે છે. માટે તમે જ્યાં ક્યાંય પણ ચા પીવા રોકાઓ તો ત્યાં તમારા જેકેટને વાળી તેનું ઓશિકુ બનાવી થોડો આરામ તો તમારે કરી જ લેવો જોઈએ.

3. કેમલબેક વોટર બેગ તમારી પાસે ચોક્કસ રાખો.

હા, તમે તમારી સાથે વોટરબેગ પણ રાખી શકો છો, પણ કેમલબેક વોટર બેગ તમારી સામાન્ય વોટર બેગ કરતાં થોડી આરામદાયક હોય છે. તે માત્ર તમને પાણી જ નહીં આપે પણ જો કોઈ સંજોગોમાં તમારું કુલન્ટ ગરમ થઈ જાય તો તમે આ વોટર બેગમાંથી પાણી નાખી તેને ઠંડુ કરી તેને ફરી ભરી શકો છો.

4. તમારા રાઇડિંગ ગ્લવ્સની નીચે આ લેટેક્સ ગ્લવ્સ પણ પહેરો

હા તમે દલીલ કરી શકો છો કે શા માટે અમારે મોજાની બે જેડી પહેરવી જોઈએ, પણ હું તમને સમજાવું કે શા માટે. જ્યારે તમે બાઈક કે બીજું કોઈ ટુ-વ્હિલર ચલાવતા હોવ ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમારા હાથ સતત સરખી રીતે કામ કરતા રહે. માટે જો તમે કોઈ ઠંડા પ્રદેશ અથવા તો ઠંડી ઋતુ અથવા તો અચાનકના વરસાદમાં ટુ-વ્હિલર પર સવારી કરી રહ્યા હોવ તો તેવા સમયે લેટેક્સ ગ્લવ્ઝ તમારા હાથને ગરમ રાખશે.

5. હેલ્મેટના વાઇઝર પર ડક ટેપ લગાવો

જો તમે પહાડોમાં ટુ-વ્હિલર પર ફરવા જવાનો વિચાર કરી રહ્યા હોવ અથવા સમુદ્ર કિનારાની પેરેલલ વાહન ચલાવવાના હોવ તો સૂર્યનો સીધો તડકો તમારા પર પડશે. જો કે તેનાથી તમને આજકાલ હોટ ગણાય તેવી તામ્ર-ત્વચા મળશે પણ તેનાથી તમારી આંખને પણ નુકસાન થશે. અને માટે જ તમારે તમારા હેલમેટના વાઇઝર પર ઉપરની તરફ ડક ટેપ લગાવવી જોઈએ જે તમારા માટે ફાયદાકારક રહેશે.

6. તમારા રાઇડિંગ શૂઝમાં છાપા ભરી રાખો

ઘણીવાર જ્યારે તમે તમારી બાઈક કે અન્ય ટુ-વ્હિલર પર મુસાફી કરી રહ્યા હોવ. તો તેવા સંજોગોમાં વરસાદ, અતિશય ઠંડી વિગેરેના કારણે તમારા વસ્ત્રો તેમજ બુટ વિગેર ભીના થઈ જતાં હોય છે. વસ્ત્રો તો તમે ક્યાંક રોકાઈને બદલી પણ શકો છો અને એક રાતમાં તેને સૂકવી પણ શકો છો પણ તમારા બૂટ કંઈ એક રાતમાં સુકાઈ શકે નહીં. માટે તેવા સમયે તમારે તમારા બૂટમાં છાપા મુકવા જોઈએ. આખી રાત તેમ જ છોડી દેવા સવારે તમને સુકા-સ્વચ્છ શુઝ પહેરવા મળશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી અને રસપ્રદ માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ