ઉમિયામાતા શિલાન્યાસ મહોત્ત્સવમાં જવારા યાત્રાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ,જોઇ લો ખાસ તસવીરો

ઉમિયામાતા શિલાન્યાસ મહોત્ત્સવમાં જવારા યાત્રાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

શુક્રવારના રોજ અમદાવાદના જાસપૂર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વના સૌથી ઉંચા મંદીરનો શિલાન્યાસ મહોત્સવ બે દિવસ માટે યોજવામાં આવ્યો હતો જેમાં લાખો ભક્તોએ ભાગ લઈને પોતાની જાતને પાવન કરી હતી. મહોત્સવના પ્રથમ દિવસે 11,111 બહેનોએ જવારા યાત્રામાં ભાગ લઈને વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે.

અમદાવાદના ઓછામાં ઓછા 48 વિસ્તારોમાંથી આવેલી લગભગ 20 હજાર કરતાં પણ વધુ બહેનોએ આ પવિત્ર જવારા યાત્રામાં ભાગ લીધો હતો. આ યાત્રામાં ભક્તોને સદભાગી બનાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રહેતી બહેનો માટે કૂલ 131 AMTS બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ વીસ હજાર બહેનોમાંથી 11,111 બહેનોએ માતા ઉમિયાની આરાધના હેતુ જવારા યાત્રા કરીને ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. આ સાથે સાથે સમગ્ર વિશ્વમાં યાત્રા કરી આવેલા ભગીરથી ગંગા માતાના 108 કળશની પણ યાત્રા યોજવામાં આવી હતી.

ચાલો જાણીએ વર્લ્ડ રેકોર્ડ સર્જનાર જવારા યાત્રાની વિશેષતાઓ વિષે

– જવારા યાત્રામાં વિશ્વ ઉમિયા ધામ ખાતે 11,111 હજાર બહેનોએ ભાગ લઈને જવારા યાત્રાનો અનોખો વિશ્વ રેકોર્ડ સર્જ્યો.

– આખાએ અમદાવાદ શહેરમાંથી કૂલ 20 હજાર મહિલા ભક્તોએ આ વિશાળ જવારા યાત્રામાં પધારી પોતાની જાતને પાવન કરી.

– વિશ્વ ઉમિયા ધામ દ્વારા યોજવામા આવેલી આ વિશાળ યાત્રા 1.5 કિમી લાંબી હતી.

– અમદાવાદના ખૂણે – ખૂણે એટલે કે કૂલ 48 વિસ્તારોમાં વસતી હજારો બહેનોએ આ જવારાયાત્રામાં ભાગ લીધો હતો.

– આટલી ભવ્ય એટલે કે હજારો મહિલાઓની જવારા યાત્રાનું આયોજન માત્ર 100 જ બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. માત્ર તેટલું જ નહીં પણ આ આયોજનમાં એક પણ પુરુષ આયોજક નહોતા પણ બધું જ કામ માત્ર મહિલાઓ દ્વારા જ કરવામા આવ્યુ હતું.

– વિશ્વ ઉમિયા ધામ – જવારા યાત્રા અને મહિલા સંગઠન સમિતિના ચેરમેન ડૉ. રુપલબેન પટેલે જણાવ્યું હતું કે. તેમની આશા 11,111 મહિલાઓની જવારા યાત્રામાં આવવાની હતી પણ જગત જનની માતા ઉમિયાની કૃપાથી 20,000 કરતાં પણ વધુ બહેનો પ્રસંગમાં સદભાગી થવા આવી પહોંચી હતી.

આ રીતે થયું હતું સમગ્ર દીવસનું આયોજન

– ઉષા કાળે 8 વાગ્યે અયુત આહુતિ મહાયજ્ઞ દ્વરા સમગ્ર વિશ્વ ઉમિયા ધામ સંકુલનું શુદ્ધિકરણ કરવામા આવ્યું હતું.

– ત્યાર બાદ જ્યાં વિશ્વનું સૌથી ઉંચું મંદીર બનવા જઈ રહ્યું છે તેવા ઉમિયા ધામ સંકુલને જીવંત બનાવવા માટે મા ઉમિયાના ચલ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અહીં માતા ઉમિયા સાથે બટુક ભૈરવ અને ગણપતિદાદાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાઈ હતી.

હવે ભક્તોને ખુબ જ આતુરતાથી મંદીરનું કામ શરૂ થાય અને જલદી પૂર્ણ થાય તેની રાહ છે જેથી કરીને તેઓ અમદાવાદના આંગણે માતા ઉમિયાના ભવ્ય મંદીરમાં પોતાની આસ્થાને ઓર વધારે નીખારી શકે પ્રબળ બનાવી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ