“ઉંબાડિયુ”, “માટલા ઊંધિયું” – ઉતરાયણ આવી રહી છે તો નોંધી લો આ રેસીપી…

“ઉંબાડિયુ, માટલા ઊંધિયું”

સામગ્રી:

750 ગ્રામ (સુરતી પાપડી),
4-5 નાના બટેકા,
4-5 નાના શક્કરીયાં,
1 મિડીયમ રતાળુ,
250 ગ્રામ નાના રીંગણ,
1/2 કપ શિંગદાણાનો ભૂકો,
નાનો ટુકડો નાલીયેર,
4-5 ટે સ્પૂન લીલો મસાલો (લીલું મરચું, આદું, લસણ પેસ્ટ),
1/2 કપ મીઠું,
2 ટી સ્પૂન ધાણા પાઉડર,
2 ટી સ્પૂન હલદર,
2 ટી સ્પૂન લાલ મરચું,
2 ટી સ્પૂન ગરમ મસાલો,
2 ટી સ્પૂન ખાંડ,
4 ટી સ્પૂન તેલ,
1/2 કપ કોથમીર અને લીલા લસણની અધકચરી પેસ્ટ,

ગ્રીન લીફી પ્લાન્ટ્સ (કાલાર, લિમ્બુ અને કમ્બોઈના લીલા પાન) (આ પાન ખાલી ફ્લેવર માટે છે ,ખાવાના નથી)

રીત:

બધા શાક- પાન બરાબર ધોઈ લેવા. એક બાઉલમા શિંગદાણાનો ભૂકો, ધાણા પાઉડર, હલદર, લાલ મરચું, ગરમ મસાલો, ખાંડ, મીઠું, લીલો મસાલો, કોથમીર અને લીલા લસણની અધકચરી પેસ્ટ લઈ મિક્ષ કરવું.

 

હવે આ મિક્ષનને બટેકા, રીંગણમા સ્ટફ કરવું. બાકી રહેલ મસાલા અને તેલ શાકમા મિક્ષ કરવુ. થોડાક ગ્રીન લિવસ ઉમેરી હાથ વડે મસળી લઈ 1/2 કલાક રેસ્ટ આપવો.

 

હવે માટલુ લઈ નીચે તલિયામા અને ફરતી બાજુ ગ્રીન લીફી પ્લાન્ટસનું લેયર કરવું, પછી બધુ શાક પછી ઉપર ગ્રીન પ્લાન્ટ્સ કવર કરવા.

 

હવે, જમીન પર એક પાંદડું મૂકી એમાં થોડી પાપડી રાખો. જેથી આપણને ખ્યાલ આવે કે બધા વેજીટેબલ્સ બરોબર કુક થયા છે કે નહિ. હવે, તેના પર ઘડો ઉંધો કરી મુકો..

માટલાને સૂકા પાંદડા, સૂકા લાકડા વડે કવર કરી આગ પેટાવવી. 45 મિનિટ કૂક કરી, 20 મિનિટ રેસ્ટ આપવો. પછી ખોલી ગ્રીન ચટણી અને છાશ જોડે સર્વ કરવું.

 

રેસિપિ: લીના પટેલ (અમદાવાદ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી