જલ્સા કરોને જેંતીલાલ

ઉંમરના વનપ્રવેશ વખતે જાણો અપાર મળતી લોકચાહના વિશે શું છે પ્રતિભાવ દિલીપ જોષીનો…

જેઠાલાલના જન્મદિવસે પરમમિત્ર ફાયરબ્રિગેડ કહેવાતા તારક મહેતાએ આપી શુભેચ્છાઓ… જેઠાલાલના પાત્રથી જેમનું જીવન બદલાયું એવા દિલીપ જોષીના અંગત જીવનની કેટલી અજાણી વાતો જાણો… ઉંમરના વનપ્રવેશ વખતે જાણો અપાર મળતી લોકચાહના વિશે શું છે પ્રતિભાવ દિલીપ જોષીનો…


દિલીપ જોષી ઉર્ફે જેઠાલાલ ગત રવિવારે ૨૬મી મેના જન્મદિવસ હતો. આ દિવસે સૌની પ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સૂત્રધારનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ પોતાના ઓફિશિયલ સોશિયલ પ્રોફાઈલમાં જેઠાલાલને ભેટી રહ્યા હોય તેવો ફોટો શેર કરીને શુભેચ્છાઓ પાઠવી છે. સાથે તેમણે અનેક હેશટેગ પણ મૂક્યા છે.


“Happy Birthday #DilipJoshi #Tmkoc #Jethtalal #Birthday #Wish #ShaileshLodha”

આ સિરિયલમાં બંનેને એકબીજાના પરમમિત્રો દર્શાવાયા છે. અને મહેતા સાહેબ તો જેઠાલાલના ફાયરબ્રિગેડ કહેવાયા છે. આવું એટલે કહે છે કે તેઓ જરૂર પડે હંમેશા જેઠાલાલની સંકટ સમયની સાંકળ બનીને પડખે ઊભા રહી જતા હોય છે.


જોવા જઈએ તો આખી ગોકુલધામ સોસાયટીએ મિત્રતા અને પડોશી ધર્મની એક સાચી ઓળખ અને દાખલો સૌની સામે મૂક્યો છે. આ બધા જ એકબીજા સાથે દસ વર્ષથી પણ વધુ સમયથી રહે છે અને આપણને તો ઓનસ્ક્રીન એવું જ લાગે છે કે તેઓ તો ખરેખર એકબીજાનો સાચો પરિવાર છે.

શું કહે છે શૈલેષ લોઢા દિલીપ જોષી વિશે જાણો છો?


તેમણે અગાઉ એક વરિષ્ઠ અખબારને ઇન્ટરવ્યુ આપતાં જણાવ્યું હતું કે જેઠાલાલના પાત્રને એટલી બધી લોકચાહના મળી છે જેને લીધે ૧૦ વર્ષ ક્યાં નીકળી ગયાં એ ખબર જ ન પડી. તેમના પાત્રને એવો લાજવાબ રિસ્પોન્સ મળ્યો છે કે નજીકના ભવિષ્યમાં તેની ટક્કરમાં કોઈ કલાકારને જોવો મુશ્કેલ છે. તેમણે આગળ જણાવ્યું હતું કે અમે સૌ એકબીજાના પરિવાર થઈ ગયાં છીએ અને સૌને સ્પોર્ટ કરીએ છીએ.

જાણો છો જેઠાલાલનું અંગત જીવન કેવું છે અને તેમણે આટલી અપાર સફળતા મેળવ્યા પહેલાં કેવો સંઘર્ષ કર્યો હતો?


તમને ૧૯૮૯માં સલમાન ખાનની આવેલી ફિલ્મ મૈંને પ્યાર કિયામાં દૂધ ગરમ કરતો નોકર યાદ છે? અને હમ આપકે હૈં કોન ફિલ્મમાં પણ તેમણે નોકર અને ડ્રાઈવર જેવી ભૂમિકા ભજવી છે. ૯૦ના દાયકામાં તેમણે અનેક નાના પાત્રો કર્યાં હતાં ફિલ્મોમાં.


જેમાં આ બે ફિલ્મો આપણને જરૂર યાદ રહી જાય તેવી છે. ત્યાર પછી પણ તેમને કામ મેલવવામાં સંઘર્ષ કરવો પડ્યો છે. એ પછી કેટ્લીક કોમેડિ સિરિયલ યે દુનિયા હૈ રંગીન, મેરી બિવિ વંડરફૂલ, કભી યે કભી વો, હમ સબ એક હૈ, શુભ મંગલ સાવધાન જેવી સિરિયલ્સ પણ કરી છે. તેમણે શરૂઆતના તબક્કામાં ગુજરાતી થિયેટર્સમાં કામ કર્યું છે જેના કારણે તેમના અભિનયમાં આપણે એક આગવી ગંભીરતા જોઈ શકીએ છીએ.


તેમને બે વખત ઇન્ડિયન નેશનલ થિયેટર્સ તરફથી એવોર્ડ્સ મળ્યા છે. ત્યારે તેઓ મુંબઈમાં કોમર્સમાં ગ્રેજુએશનનો અભ્યાસ કરતા હતા અને સાથે નાટ્કની પ્રવૃત્તિઓ પણ ચાલુ રાખી હતી. તેમનું એક નોંધપાત્ર નાટક હતું બાપુ તમે કમાલ કરી! આ સિવાય પણ અનેક નાટકોમાં અને ફિલ્મોમાં તેમણે યાદગાર પાત્રો ભજવ્યાં છે.

તેઓ માને છે કે પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કર્યા કરશું ને તો જરૂર સફળતા મળશે. તેમણે કોઈ જ નોંધપાત્ર સફળતા નહોતી મળતી નાના નાના સપોર્ટિંગ રોલ કર્યા સિવાય એ સમયે પણ તેમણે પોતાના અભિનય અને નસિબ પર ક્યારેય અવિશ્વાસ નહોતો કર્યો. આજે ૨૦૦૮થી લઈને આજ સુધી તેમનું એકધારું કામ જેઠાલાલના પાત્રને એક જીવંત ઓળખ ઊભી કરી દીધી છે. જે ભવિષ્યમાં લેજન્ડરી કેરેક્ટર તરીકે જરૂર યાદ કરાશે.

તેમનું પરિવાર


દિલીપ જોષી, બરડાઈ બ્રાહ્મણ છે અને પોરબંદર પાસે આવેલ ગામ ગોસાના વતની છે. તેઓ ઇશ્વર પણ ખૂબ જ આસ્થા રાખે છે. આપનામાંથી ઘણાં મિત્રોને ખ્યાલ નહીં હોય પણ તેઓ સ્વામિનારાયણ ભગવાનને ખૂબ જ માને છે અને જ્યારે તેઓ મેકઅપ વિના હોય સામાન્ય રીતે કપાળે મોટો ચાંદલો કરે છે અને જેઠાલાલની જેમ મૂછ નથી રાખતા.


જેઠાલાનના પત્નીનું નામ જયમાલા જોષી છે. તેમને બે બાળકો છે. દીકરીનું નામ નિયતિ છે અને દીકરાનું નામ છે ઋત્વિક… તેમના લગ્નને ૨૦ વર્ષ થયાં છે અને આ વર્ષે દિલીપ ભાઈએ તેમની ઉંમરમાં કર્યો છે વન પ્રવેશ એટલે કે તેઓ ૫૧ વર્ષના થયા છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિસિયલ દ્વારા અપાર મળતી લોકચાહના વિશે શું છે પ્રતિભાવ તેમનો જાણો છો?


દિલીપ જોશી, જેમણે મૈને પ્યાર કિયા અને હમ આપ હૈ હૈ કૌન જેવી ફિલ્મોમાં અગાઉ બહુ નાની યાદગાર ભૂમિકા ભજવી હતી, અને તેમ છતાં તેમને એ સમય બાદ યોગ્ય પાત્ર મેળવવામાં અને કામની નોંધ લેવાવવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિસિયલમાં જેઠાલાલનું પાત્ર મેળવ્યા બાદ તેઓ કારકિર્દીમાં આવેલ મોટો ટર્નિંગ પોઇન્ટ તરીકે માને છે.


તેઓ કહે છે, “હું મારી જાતને ખૂબ નસીબદાર અને નસીબદાર ગણાવું છું કે મને જેઠાલાલની ભૂમિકા ભજવવાની તક મળી. હું અમારા નિર્માતા, અસિત મોદીનો આભાર માનું છું જેમણે મને જેઠાલાલનું પાત્ર પ્રદાન કર્યું અને આ પ્રકારનો શો બનાવવા માટે તેમને અભિનંદનના પાત્ર ગણું છું…

હું સહમત છું કે આ સિરિલય મેળવ્યા બાદ મારી કારકિર્દીમાં ટર્નિંગ પોઇન્ટ રહ્યો છે. એક અભિનેતા તરીકે, મેં વધુ કંઇ માગ્યું નહોતું. એમ તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિસિયલમાં કામ કરવા કરી છે તેમણે મહેનત…


આ શોમાં તેમને એટલી હદે પ્રેમ અને ચાહના મળી છે કે તેઓને જે કોઈપણ મળે તો એમ જ કહે છે કે આ શો ક્યારેય બંધ ન થવો જોઈએ. જેઠાલાલે તેમના પાત્રને આજે જે સ્વરૂપ આપ્યું છે તેમાં તેમનો લૂક, તેમનાં કપડાં, અવાજની સ્ટાઈલ અને મૂછ સહિત બધું જ એટલું પોપ્યુલર છે. તેમના એમ્બ્રોઈડ્રી અને પેચ વર્કવાળા ડિઝાઈનર શર્ટ અને જબ્બા પણ લોકો નોટિસ કરે છે અને તેને પસંદ કરે.

દયાબેન સાથેની તેમની કેમેસ્ટ્રી જમાવવામાં પણ તેમણે સારી એવી મહેનત કરી હતી. દયાબેનનો અવાજ અને ગરબા કરવાની સ્ટાઈલ વિશે પણ તેમણે સૂઝાવ આપ્યા હતા જે આજે એક દાયકા સુધી પણ લોકો પસંદ કરે છે. એકંદરે કહીએ તો એક ગુજરાતી તરીકે આ કલાકારાની કર્તવ્ય નિષ્ઠા પર ગર્વ થાય અને આનંદ થાય તેવું છે,


કે તેમણે આ સિરિયલને આ મુકામે પહોંચાડવા જાણે જીવ રેડી દીધો છે. એજ કારણ છે કે કદાચ તેઓ જીવનપર્યંત દિલીપ જોષી તરીકે નહીં પરંતુ જેઠાલાલ ચંપકલાલ ગડા નામે ઓળખાતા રહેશે…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version