જલ્સા કરોને જેંતીલાલ

ઘરમાં કામ કરી રહ્યો હતો યુવક, અને આકાશમાંથી છત તોડીને પડી એવી વસ્તુ કે ઉડી ગયા હોંશ અને મિનિટોમાં જ બની ગયો ‘કરોડપતિ’

તમે એક કહેવત સાંભળી હશે, ઉપરવાળો જ્યારે કઈક આપે છે છપ્પર ફાડીને આપે છે. આ કહેવત એકદમ સાચી સાબિત થઈ ઈન્ડોનેશિયામાં. જ્યાં શબપેટી બનાવવાનું કામ કરનાર જોસુઆ હુતાંગલાંગુ નામનો યુવક થોડી મિનિટોમાં કરોડપતિ બની ગયો.

કિંમત 10 કરોડ રૂપિયા હોવાનો અંદાજ

image source

હકીકતમાં, જ્યારે 33 વર્ષીય જોશુઆ એક દિવસ તેના ઘરે કામ કરતો હતો, તે જ દરમિયાન તેના મકાનમાં આકાશમાંથી કંઈક એવી વસ્તુ નીચે પડી જેનાથી તે 10 કરોડ રૂપિયાનો માલિક બની ગયો. જોશુઆના મકાનમાં અત્યંત દુર્લભ ઉલ્કાના ટુકડાઓ આકાશમાંથી નીચે પડ્યો જેણે તેને કંગાલમાથી કરોડપતિ બનાવી દીધો. આ ઉલ્કાનો ટુકડા આશરે 4 અબજ વર્ષ જૂનો હતો, જેના કારણે તેની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

મકાનની છતમાં હોલ પડી ગયો

image source

ઉલ્કા પિંડના પડવાથી જોસાઆ કૌલાંગ ખાતે આવેલા મકાનની છતમાં હોલ પડી ગયો. જે સમયે આ પથ્થર આકાશમાંથી પડ્યો ત્યારે જોઉસા શબપેટી બનાવવાનું કામ કરી રહ્યો હતો. ઉલ્કાનું વજન 2 કિલોથી વધુ હતું અને જ્યારે તે છત તોડીને નીચે પડ્યો ત્યારે તે 15 સે.મી. જેટલો જમીનમાં ધસી ગયો.

જોશુઆને લગભગ 14 લાખ પાઉન્ડ મળ્યા

image source

આ ઉલ્કાના બદલામાં, જોશુઆને લગભગ 14 લાખ પાઉન્ડ (10 કરોડ રૂપિયા) મળ્યા. તેને અત્યંત દુર્લભ પ્રજાતી ગપાનાનો હોવાનું કહેવાય છે, જેના કારણે તેની કિંમત પ્રતિ ગ્રામ $ 857 છે. જોસુઆએ કહ્યું કે જે સમયે આ પત્થર પડ્યો તે સમયે તે ખૂબ જ ગરમ હતો, પરંતુ પછીથી તે ઠંડો પડી ગયો.

રાજસ્થાનમાં પણ બની હતી આવી ઘટના

image source

જાલોર જિલ્લાનાં સાંચોર ગામમાં જુન મહિનામાં આવી એક ઘટના સામે આવી હતી. જ્યા એક ઉલ્કાપિંડ પડવાને કારણે સનસની ફેલાઇ ગઇ હતી. ઉલ્કાપિંડને જોવા માટે સૌથી મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં હતા. ત્યાર બાદ પોલીસ અને તંત્રના અધિકારીઓની હાજરીમાં તેને ત્યાંથી હટાવીને સુરક્ષીત સ્થળ પર ખસેડવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર કોઇ ધાતુનો સામાન હોય તેવા પ્રકારનો આ ઉલ્કાપિંડ 2.788 કિલોગ્રામનાં વજનનો છે.

કાળા રંગની ચમકીલી ધાતુ જેવો હતો

image soucre

સાંચોર પોલીસનાં અનુસાર ગાયત્રી કોલેજની નજીક ભંસાલી હોસ્પિટલ તરફના માર્ગ પર આકાશમાંથી કોઇ કડાકા સાથે એક ચમકદાર વસ્તું નીચે પડી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં કાળા રંગની એગ ધાતુનો ટુકડો જમીનમાં ઘુસી ગયેલી હાલતમાં પડ્યો હતો. આશરે ચારથી પાંચ ફુટના ખાડામાં પડીને આ ટુકડો પડ્યો હતો. જો કે તે ટુકડો ખુબ જ ગરમ હતો ત્યાર બાદ અન્ય ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને તે ઉલ્કાપિંડ હોવાની માહિતી મળી હતી. તે કાળા રંગની ચમકીલી ધાતુ જેવો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version