UKમાં ફાઇઝરની વેક્સિનને લઈ ખરાબ સમાચાર, રસી લીધા બાદ એક જ દિવસમાં થઇ આવી અસર, સરકારે ત્વરિત લીધો આ મોટો નિર્ણય

હાલમાં કોરોના આવ્યો એનું વર્ષ થઈ જશે અને છતાં પણ વાયરસ હજુ તેની અસર વ્યાપક જ બનાવતો જઈ રહ્યો છે. ત્યારે હવે તો રસી પણ આવી ગઈ છે અને એના ટ્રાયલ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે રસીકરણમાં શરૂઆત જ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે અને સોપો પડી ગયો હતો. આ વાત છે UKની કે ત્યાં પહેલા જ દિવસે ફાઈઝરની કોરોના વેક્સિન લગાવ્યા પછી બે વ્યક્તિ બીમાર થઈ ગઈ હતી. બંને વ્યક્તિ વ્યવસાયે સ્વાસ્થ્યકર્મી હતા અને તેમને વેક્સિનને કારણે એલર્જી રિએક્શન આવ્યું હતું.

image soucre

હવે આ ઘટનાને ગંભીરતાથી લઈને સરકારે પણ જરૂરી પગલા લીધા છે અને આ ઘટના પછી UKની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોને કોઈ દવા, ખાવાની વસ્તુ અથવા વેક્સિનની એલર્જી હોય તેઓ હાલ ફાઈઝરની વેક્સિનની ટ્રાયલમાં સામેલ ન થાય. ઉલ્લેખનીય ચે કે આ ઘટના UKમાં કોરોના વેક્સિનેશન શરૂ થયા ને 24 કલાકમાં જ બની હતી, એને કારણે સરકારની પણ ચિંતા વધી ગઈ હતી.

image source

તો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો બંને પીડિત સ્વાસ્થ્યકર્મીને Anaphylactoid રિએક્શનની તકલીફ થઈ હતી. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, આ એક ઈમર્જન્સીવાળી સ્થિતિ હોય છે. તેમાં દર્દીને તાત્કાલિક સારવાર આપવામાં આવતી હોય છે. સામાન્ય રીતે આ વેક્સિનની એલર્જીમાં 5થી 30 મિનિટની અંદર જ લક્ષણ દેખાવા લાગતાં હોય છે. તો આ તરફ આ સમગ્ર કેસ વિશે સ્પષ્ટીકરણ થયા પછી UKની રેગ્યુલેટરી એજન્સીએ ચેતવણી જાહેર કરી છે કે એવી કોઈપણ વ્યક્તિ, જેને કોઈ દવા, ખાવાની વસ્તુ અથવા વેક્સિનથી એલર્જી હોય તો તેઓ ફાઈઝરની વેક્સિનેશન ટ્રાયલમાં સામેલ ન થાય.

image soucre

તો વળી આ સાથે સાથે જ ઘટનાની માહિતી આપતાં NHSના નેશનલ મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર સ્ટીફન પોવિસે જણાવ્યું હતું કે બંને વ્યક્તિ એલર્જી હિસ્ટ્રીવાળી હતી અને એને કારણે આ ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે અત્યારે હાલ બ્રિટનમાં 80થી વધારે ઉંમરના લોકોને ફાઈઝરની વેક્સિન આપવામાં આવી રહી છે. એ માટે દેશમાં 50 સેન્ટર બનાવવામાં આવ્યાં છે. સંપૂર્ણ રીતે વિકસિત કોરોના વેક્સિનના દ્વારા સામાન્ય જનતાનું વેક્સિનેશન શરૂ કરનાર બ્રિટન દુનિયાનો પહેલો દેશ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આખરે આ રસી સફળ રહે છે કે કેમ અને દુનિયામાં કોરોના માટે કારગર નીવડે છે કે કેમ.

image source

ઉલ્લેખનીય છે કે આખા ભારતમાં હાલમાં કોરોના વાયરસની રસી બનાવવાનું કામ રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિકને વાયરસની રસી મળે તેના માટેની રણનીતિ બનાવી રહી છે. વેક્સીન સ્ટોરેજ, તેની જરુરી કોલ્ડ ચેઈન સહિત દરેક નાની-નાની બાબતો પર વડાપ્રધાન કાર્યાલયથી નજર રાખવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે એક મોટી ખબર સામે આવી છે. લક્સમ્બર્ગ કંપની ભારતમાં કોરોના વેક્સીનની સ્ટોરેજ માટે કોલ્ડ ચેન ફેસિલિટીનું નિર્માણ કરશે. કંપનીના CEO એલ પ્રોવોસ્ટે કહ્યું છે કે દેશમાં આગામી વર્ષના માર્ચ મહિના સુધીમાં કોલ્ડ સ્ટોરેજ કેન્દ્ર સ્થાપિત કરી દેવામાં આવશે. તેનો પ્લાન્ટ ગુજરાતમાં લગાવવાની યોજના બનાવાઈ રહી છે. કંપનીના CEO ભારતના પ્રવાસ પર આવ્યા હતા અને તેમણે કહ્યું, “લક્સમ્બર્ગથી ભારતમાં કોલ્ડ ચેન ફેસિલિટીની સુવિધા માટે ટેક્નોલોજી ટ્રાન્સફર માટે આ પ્રવાસ કરાયો છે. ગુજરાત એ રાજ્યોમાંથી એક છે જ્યાં અમે તેનો પ્લાન્ટ લગાવવા માટે સાઈટ શોધી રહ્યા છીએ.