UIDAI જણાવી આધાર કાર્ડને સેફ રાખવાની નવી રીત, નહીં કોઈ કરી શકે ચોરી, જાણો તમારા કામની વાત

આધાર કાર્ડને સૌથી ખાસ અને આઈડેન્ટિફિકેશનનું ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. બેંક એકાઉન્ટ ખોલવાથી લઈને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે આ આધાર કાર્ડની જરૂર રહે છે. આધાર કાર્ડની સિક્યોરિટીને મજબૂત કરવા માટે કેટલાક ખાસ પગલાં લેવાઈ રહ્યા છે. યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAIએ આધાર કાર્ડ ધારકોને માટે ખાસ સુવિધા આપી છે. તેનાથી તે પોતાના આધાર નબરને લોક અને અનલોક કરી શકે છે. તેનાથી આધાર નંબરની પ્રાઈવસી અને સિક્યોરિટીને વધારે મજબૂત કરી શકાય છે.

તમે પણ આ કેટલીક રીતનો ઉપયોગ કરીને તમારા આધારનો દૂર ઉપયોગ થતો રોકી શકો છો.

આધાર નંબરને લોક કરવું

image source

આધારને લોક કરવાનો અર્થ છે કે તેના 12 અંતના આધાર નંબરને લોક કરવો અને 1 અંકના વર્ચ્યુઅલ આઈડીને દરેક રીતના ઓથેન્ટિકેશન માટે ઉપયોગમાં લેવુ. આધાર કાર્ડને લોક કરવાની 2 રીત છે. જેને તમે આ સ્ટેપની મદદથી યૂઝ કરી શકો છો.

UIDAIની વેબસાઈટની મદદથી

  • સૌ પહેલા તમારે UIDAIની વેબસાઈટ પર જવાનું રહે છે. આ પછી આધાર સર્વિસના આધારે તમારે આધાર લોક અને અનલોક સર્વિસ પર ક્લિક કરવાનું રહે છે.
  • હવે અનલોક યૂઆઈડી પર ક્લિક કરો.
  • હવે તમારે 12 અંકનો આધાર નંબર નાંખવાનો છે. આ પછી આધાર કાર્ડમાં આપવામાં આવેલું તમારું આખું નામ લખો. સાથે પિનકોડ નંબર પણ લખો.
  • આ પછી સિક્યોરિટી અને કેપ્ચા કોડ લખવાનો રહે છે.
  • હવે તમે સેન્ડ ઓટીપી કે ઈન્ટર TOTP પર ક્લિક કરો. અહીં તમારો આધાર નબર લોક થઈ જશે.
  • આવી પ્રોસેસની મદદથી તમે આધાર નંબરને અનલોક પણ કરી શકો છો.

SMSની મદદથી આધાર ને કરો લોક

image source

UIDની મદદથી એ,એમએસની મદદથી લોક કરવા માટે આધાર કાર્ડધારકની પાસે 16 અંકનો વીઆઈડી નંબર હોવો જરૂરી છે. જો કોઈ યૂઝરની પાસે વીઆઈડી નંબર નથી તો તેણે એસએમએસ સર્વિસ કે UIDAIની વેબસાઈટ પર રેજિડેંટ પોર્ટલની મદદથી જનરેટ કરવાનો રહે છે. એ પણ ધ્યાન રાખો કે એસએમએસની મદદથી વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવા માટે તમારા મોબાઈલ નંબર UIDAIના ડેટાબેસમાં રજિસ્ટર્ડ હોવું જોઈએ.

સ્ટેપ -1

image source

પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી ઓટીપી માટે 1947 પર એસએમએસ કરો. આ મેસેજમાં તમને તમારા આધાર નંબરના છેલ્લા 4 અંક ભરો. માની લો કે તમારા આધાર નંબર 1567 6754 7654 છે તો મેસેજ કંઈ આ રીતનો આવે છે, GETOTP 7654.

સ્ટેપ -2

image source

તમારી તરફથી એસએમએસ મોકલ્યા બાદ UIDAI તમને 6 અંકનો ઓટીપી મોકલશે.

સ્ટેપ -3

હવે તમારે ફરી એક મેસેજ મોકલવાનો રહે છે. જે કંઈ આ રીતનો હશે. LOCKUID તમારા આધારના છેલ્લા 4 નંબર અને 6 અંકનો ઓટીપી મોકલો. આ મેસેજ મોકલ્યા બાદ યૂઆઈડીએઆઈ તમારા આધાર નંબરને લોક કરે છે. તમને તેનું કન્ફર્મેશન મેસેજ પણ મળે છે.

આધારમાં બાયોમેટ્રિક્સને લોક કરવા

image source

આધાર કાર્ડ ધારક બાયોમેટ્રિક્સને પણ લોક કે અનલોક કરી શકાય છે. બાયોમેટ્રિક્સ લોકિંગ કે અલોકિંગ સર્વિસ, આધાર કાર્ડ ધારકને પોતાના બાયોમેટ્રિક્સ લોક કરવા અને અસ્થાયી રીતે તેને અનલોક કરવાની સુવિધા મળે છે. આ સુવિધા કોઈ પણ આધાર કાર્ડ ધારકના બાયોમેટ્રિક્સ ડેટાની પ્રાઈવસી અને સિક્યોર બનાવે છે.

આ રીતે લોક કરો આધાર બાયોમેટ્રિક્સને

  • સૌથી પહેલા યૂઆઈડીએઆઈની વેબસાઈટ પર જાઓ.
  • આ પછી આધાર સર્વિસિઝના આધારે લોક કે અનલોકના બાયોમેટ્રિક્સ પર ક્લિક કરવાનું રહે છે.
  • એક નવું પેજ ખૂલી જશે. અહીં ટિક માર્ક કરો અને પછી તમે લોક કે અનલોક બાયોમેટ્રિક્સ પર ક્લિક કરવાનું રહે છે.
  • અહીં તમારે તમારો 12 અંકનો આધારપ નંબર કે વીઆઈડી નાંખવાનો રહે છે.
  • આ પછી તમારે કેપ્ચા કોડ લખવાનો રહે છે. હવે સેન્ડ
  • ઓટીપી કે એન્ટર ટીઓટીપી પર ક્લિક કરવાનું રહે છે.

    image soure
  • આટલું કરવાની સાથે જ તમારા બાયોમેટ્રિક્સ લોક થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!