ગુજરાતમાં બનશે ‘ઉડતી કાર’, નહિં નડે કોઇ ટ્રાફિક, જાણો વિશેષતાઓ વિશે તમે પણ

રાજ્યના મેટ્રો સીટીમાં સૌથી મોટી સમસ્યા જો કોઈ લોકોને સતાવતી હોય તો તે છે ટ્રાફિકની સમસ્યા. ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે સરકાર અનેક પ્રોજેક્ટ લાવે છે. લોકોને પણ ટ્રાફિકના નિયમનું પાલન કરવા સમજાવવામાં આવે છે. પરંતુ તેમ છતાં ટ્રાફિકની સમસ્યા જેમની તેમ જ રહે છે. તેમાં પણ રાજ્યના કેટલાક શહેરો એવા છે જ્યાં તો કલાકો સુધી વાહનોની લાંબી લાઈનો ખડકાઈ જાય છે કારણ કે તે રસ્તા પર ટ્રાફિક જામ થઈ જાય છે.

image source

આવી સ્થિતિમાં ફસાયેલા લોકોને એકવાર તો ઈચ્છા થાય કે કાર જો ઉડી શકે તો ઉડાડીને ટ્રાફિકમાંથી નીકળી જવાય.. અત્યાર સુધી તો આ વાત માત્ર કલ્પના હતી પરંતુ હવે આવું થઈ શકે છે. જી હાં ટુંક સમયમાં રાજ્યમાં તમને રસ્તા પર દોડતી કારની સાથે હવામાં ઉડતી કાર પણ જોવા મળી શકે છે. આ વાત કોઈ કાલ્પનિક નથી પરંતુ રાજ્યમાં ઉડતી કાર બનાવવા માટે તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

image source

રાજ્ય સરકારે આ અંગે એક કંપની સાથે એમઓયુ પણ સાઈન કર્યા છે. ઉડતી કાર રાજ્યમાં નેધરલેન્ડની કંપની બનાવશે. આ કંપની રાજ્યમાં કાર બનાવવા માટે 10,000 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. નેધરલેન્ડ પ્રખ્યાત કાર નિર્માતા કંપની PAL-V ગુજરાતમાં ઉડી શકે તેવી કારનો પ્લાન્ટ સ્થાપશે. આ કાર લોકોને ટ્રાફિકની સમસ્યામાઁથી મુક્તિ આપશે. કારણ કે જ્યાં ટ્રાફિક હોય ત્યાં તમારે કલાકો ઊભા રહેવું પડશે નહીં. જો આ કાર તમારી પાસે હશે તો તમે ટ્રાફિક જણાય ત્યાં કારને ઉડાડીને નીકળી જઈ શકો છો. કારને રોડ પર દોડતી માંથી ઉડતી કરવી હોય તો તેના માટે તમારે રન વેની જરૂર પણ નહીં પડે. તમે કારને ફક્ત 30 બાય 30 ફૂટની ખુલ્લી જગ્યામાંથી ઉડાડી શકો છો.

image source

ઉડતી કારની મજા માણવા માટે તમારે તેની 3થી 4 કરોડની કીમત ચુકવવી પડશે. PAL-V કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ કાર્લો માસબોમિલ અને ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસ વચ્ચે આ પ્રોજેક્ટ માટેના MOU સાઈન થયા છે. કાર્લો માસબોમિલ વધુમાં જણાવ્યું હતું કે દોડતી કાર મિનિટમાં જ ઉડતી કારમાં પરિવર્તિત થઈ જશે. હવામાંથી જ્યારે તે નીચે ઉતરશે ત્યારે તેનું એન્જિન કામ કરવા લાગશે જેથી ઝડપની મર્યાદા 160 કિમી પ્રતિ કલાકની હશે.

image source

PAL-V ભારતમાં ઓટો ક્ષેત્રની મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરવા માંગે છે અને લગભગ 10 હજાર કરોડનું રોકાણ કરીને ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવા માંગે છે. આ કાર ક્યારે જોવા મળશે તે અંગે હાલ કહી શકાય નહીં પરંતુ કંપની હાલ પ્લાન્ટ અને ભાગીદારી સહિતની મંજૂરીઓ મેળવી રહી છે. જો આ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ તો પ્લાન્ટ ઝડપથી જ કંપની ધમધમતો કરી દેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ