શું તમને પણ ઊંઘમા નીચે પડી જવાનો ક્યારેય થયો છે એહસાસ? તો વાંચો આ લેખ અને જાણો શું છે વાસ્તવિકતા

નમસ્તે મિત્રો આજે આપણે ઊંઘમાં થતી અનેક સમસ્યાઓ વિશે ચર્ચા કરીશું. ઊંઘમાં આપણે અનેક વસ્તુઓનો અનુભવ કરીએ છીએ. આપણે ઊંઘમાં સપનાજોઈએ છીએ, વાતો કરવાનું શરૂ કરીએ છીએ અથવા ઉંઘમાં ચાલીએ છીએ. પરંતુ કયારેય ક્યારેય જો તમને ઊંઘમાં અચાનક ઉપર થી નીચે આવવાનું અનુભવ થાય છે. આ સ્થિતિને હાઈપિક જર્ક અથવા હાયપોનોગિક જર્ક કહેવામાં આવે છે.

image soucre

આ સ્થિતિમાં પોતાને ઉંચાઇથી નીચે પડવાનું મહેસૂસ થતા અચાનક ઉંઘ ઉડી જાય છે.આ અનુભવ ઊંઘની શરૂઆતમાં થાય છે.જ્યારે પણ વ્યક્તિ ઉંઘ અને જાગરૂકતાની સ્થિતિમાં હોય ત્યારે તે દરમિયાન તમારું મગજ શરીરના તમામ સ્નાયુઓને આરામ આપે છે.

image soucre

આ અનુભવને ડોક્ટરની ભાષામાં સ્નાયુઓમાં અનૈચ્છિક આંચકો એક હાઈપીક આંચકો કહેવામાં આવે છે. આને મ્યોક્લોનસ મૂવમેન્ટ પણ કહેવામાં આવે છે.કોઈ પણ માણસને હીચકી આવવી તે પણ એક આ સમસ્યાનો પ્રકાર છે. હાઈપીક આંચકો આવવા પાછળનું કારણ હજુ સુધી કોઈ તબીબ જાણી શક્યા નથી.

હાઇપીક આચકો આવવા પાછળ અનેક કારણો રહેલા છે.જેમકે પડવાનો અહેસાસ થવો,જમ્પિંગ, પડવું અથવા ઠોકર લાગવાની ભ્રમણા,ઝડપી શ્વાસ,પરસેવો થવો, ઝડપી ધબકારા આવવા, સ્નાયુ અથવા શરીરના ભાગે આંચકો આવવો

image soucre

આ સમસ્યા થવા પાછળના અનેક કારણો હોય શકે છે. તણાવ અને ચિંતા કેફીન અથવા નિકોટિનનું સેવન કરવું,સૂવાનો સમય પહેલાં કસરત કરવી, પૂરતી ઉંઘ ન લેવી, ભારે થાક લાગવો આવા અનેક કારણો જવાબદાર હોય શકે છે. આજે આપણે આ આચકાથી કેવી રીતે બચવું તેના વિશેની ચર્ચા કરીશું.આ સમસ્યાને દૂર કરવા માટે આલ્કોહોલ, કેફીન અને ધૂમ્રપાનનું સેવન ઓછુંકરવું જોઈએ.

image soucre

ખાસ કરીને સૂવાના સમયે આનું સેવન ન કરવું જોઈએ,સુતા પહેલા વધારે કસરત ન કરવી, સુવાની ૩૦ મિનિટ પહેલાં મોબાઇલ, ટીવી વગેરેથી અંતર રાખો, શ્વાસ લેવાની કસરત કરો. આવી અનેક બાબતોને ધ્યાનમાં રાખીને આવી સમસ્યામાં ફાયદો મેળવી શકાય છે.

image soucre

આ સમસ્યાને દૂર કરવા માટેનો કોઈ ખાસ ઈલાજ હોતો નથી પરંતુ એવું માનવામાં આવે છે કે શરીરને રિલેક્સ કરવાની ટેવ રાહત આપે છે. આ સમસ્યાને દૂર કરવા માટે કોઈ પણ મુશ્કેલીની અંદર આ સમસ્યા ધરાવતા વ્યક્તિએ રિલેક્ષ ફિલ કરવું જોઈએ જેથી આવી સમસ્યા થવાના કારણો ઘટી જાય છે.