એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા જ સમયમાં વિમાનમાં થયો બ્લાસ્ટ, બધા જ મુસાફરોના મોત, જાણો કમકમાટી ઉપાડે એવી ઘટના

જેટ ક્રેશ થઈ જવાના સમાચાર અનાર નવાર આવતા રહે છે અને તેની તસવીરો અને વીડિયો જોઈ આપણી આંતરડી કકળી ઉઠે એવા સીન સર્જાતા હોય છે. ભારતની ભૂમિ પર પણ આવી ઘણી અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં કંઈક આવા જ ખતરનાક સમાચાર મળી રહ્યા છે. આ વાત છે નાઇજીરિયાની કે જ્યાં એક એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં એક મિલિટરી જેટ ક્રેશ થઈ ગયું છે. એરપોર્ટ પર હાજર હજારો પેસેન્જર્સની આંખો સામે જ વિમાન થોડી જ મિનિટોમાં બળીને ખાક થઈ ગયું હતું. ત્યાં હાજર લોકોએ આવો સીન આ પહેલાં ક્યારેય રિયલમાં જોયો નહોતો. બસ માત્ર ફિલ્મમાં જોયું હતું.

image source

વિગતે વાત કરીએ તો જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે સળગતા પ્લેનને જોઈને પેસેન્જર્સમાં અફરા તફરી મચી ગઈ હતી અને લોકો બૂમાબૂમ કરવા લાગ્યા હતા. નાઇજીરિયાના વાયુસેનાના પ્રવક્તા ઈબીકુનલે દારામોલાએ આ દુર્ઘટના વિશે વાત કરી હતી કે કિંગ એર 350 વિમાને પાટનગર અબુઆના એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી ત્યારે જ એન્જિનમાં કોઈ ખરાબી હોવાનું જાણવા મળ્યું હતું અને વિમાને પરત ફરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વિમાન લેન્ડ થાય એ પહેલાં જ એમાં બ્લાસ્ટ થયો હતો. દુર્ભાગ્યથી વિમાનમાં સાત લોકો હતા, તે દરેક લોકોનાં મોત થઈ ગયાં છે.

image source

એ જ રીતે આગળ વાત કરીએ તો વિમાનમંત્રી હાદી સિરિકાએ ટ્વીટ કરીને ઘટનાની જાણ કરી છે. તેમણે કહ્યું હતું છે કે હાલમાં આપણી સેના ઘટનાની તપાસ કરી રહી છે. વિમાન અબુજાના ઉત્તર-પશ્ચિમમાં લગભગ 100 કિમી દૂર મિન્ના શહેર જવા માટે રવાના થયું હતું. સાક્ષીઓએ જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ ભયાનક હતી. તો વળી એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, એન્જિન ફેલ થયું હોવાને કારણે વિમાનમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યાર પછી એમાં આગ લાગવાના કારણે લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા.

એ સિવાય એક માહિતી એવી પણ મળી રહી છે કે વિમાનમાં બેઠેલા એક અધિકારી એક રેસ્ક્યૂ મિશન પર જઈ રહ્યા હતા. હકીકતમાં નાઈજીરિયામાં 42 લોકોને કિડનેપ કરવામાં આવ્યા હતા અને તેમને બચાવવા માટે રેસ્ક્યૂ મિશન ચલાવવામાં આવ્યું હતું. જો વાત કરીએ એન્જિનમાં આગ લાગ્યા પછીની તો ત્યારબાદ વિમાનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

image source

એરપોર્ટના એક સ્ટાફે જણાવ્યું હતું કે નજરોની સામે જ પ્લેન ટૂટી પડતાં લોકો ચીસો પાડવા લાગ્યા હતા. કંઈક આવી જ ઘટના આ પહેલાં શનિવારે અમેરિકામાં યુનાઈટેડ એરલાઈન્સમાં પણ બની હતી અને ત્યાં એક વિમાનમાં આગ લાગી હતી. જોકે એ દુર્ઘટનામાં યાત્રીઓને કોઈ નુકસાન થયું ન હતું. પણ હાલમાં બનેલી દુર્ઘટનામાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!