ઉદયપુરમાં છે વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ, એક વાર ચોક્કસ જોવા જજો તમે પણ, આવશે જોરદાર મજજા

રાજસ્થાન ના ઉદરપુર પર્યટકો ના આકર્ષણનું મુખ્ય આકર્ષણ છે. આ જ ઐતિહાસિક શહેરમાં સુંદર તળાવો છે, અને તેને ‘ધ સિટી ઓફ લેક્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય અહીં બનેલા વિવિધ મહેલો અને મંદિરો ઇતિહાસને સમજાવવાનું કામ કરે છે.

image source

તમને જણાવી દઈએ કે, ઉદયપુરના જયસમંદ તળાવ ને વિશ્વનું બીજા સૌથી મોટા તળાવનું બિરુદ આપવામાં આવ્યું છે. એવામાં જો તમે ક્યારેય મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો તમે ઉદયપુર જવાનું વિચારી શકો છો. તો ચાલો આજે તમને ઉદયપુર સાથે જોડાયેલી કેટલીક વાતો વિષે માહિતી આપીએ.

image source

ઉદયપુર ના પિચોલા તળાવ પર નું જગ મંદિર મુખ્ય પર્યટકોનું આકર્ષણ છે. તે તળાવ પર ના ટાપુ પર સ્થિત એક મહેલ છે. તેને લેક ગાર્ડન પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આરસ અને પીળા રેતી ના પથ્થરથી બનેલો આ મહેલ ત્રણ માળ પર બનાવવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે જગમંદિર ની ડિઝાઇને તાજમહેલ બનાવવા માટે પ્રેરણા લીધી હતી.

image source

ઉદરપુર તેના તળાવો માટે પણ પ્રખ્યાત છે. ઉદયપુર થી લગભગ અડતાલીસ કિમી દૂર આવેલા જયસ્મંદ તળાવ ને ધેબર તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એશિયાનું બીજું સૌથી મોટું કૃત્રિમ તાજા પાણીનું તળાવ પણ માનવામાં આવે છે. તેનું નિર્માણ મહારાણા જયસિંહે ૧૬૮૫ માં કર્યું હતું. કૃત્રિમ તાજા પાણીનું તળાવ લગભગ ચૌવદ કિમી પહોળું અને લગભગ એકસો બે ફૂટ ઊંડું છે.

image source

વિશ્વની સૌથી ઊંચી અને લાંબી દિવાલ ચીનની ‘ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના’ છે. પરંતુ શું તમે જાણો છો કે ઉદયપુરમાં પણ ખૂબ લાંબી દિવાલ છે? આ દિવાલ કુંભલગઢ કિલ્લા ની દિવાલ છે.

PunjabKesari
image source

તે વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ માનવામાં આવે છે. તેની લંબાઈ ની વાત કરીએ તો તે લગભગ છવીસ કિમી છે. આ કિલ્લા ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે આક્રમણકારો ને દેખાતો નથી. આ દિવાલ કુંભલગઢ કિલ્લા ને દુશ્મનોથી બચાવવા માટે બનાવવામાં આવી હતી.

image source

ભાગ્યે જ તમે જાણતા હશો કે ઉદયપુરમાં કેરી ના જૂના ઝાડ પર એક ઘર પણ બનાવામાં આવ્યું છે. કેપી સિંહ નામ ના એક ઉદ્યોગપતિ એ તેને તૈયાર કર્યો હતો.

image source

હકીકતમાં કેપી સિંહ વૃક્ષો ને નુકસાન પહોંચાડવા માંગતા ન હતા. એવામાં તેઓ એ ઝાડ પર ઘર બનાવવાનું વિચાર્યું. ત્યારે સુરત ના નાના કારીગરે ઝાડ ની ડાળીને નુકસાન પહોંચાડ્યા વિના વૃક્ષ ઘર બનાવ્યું હતું. લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ આ ટ્રી હાઉસનું નામ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong