ઉનાળોમાં દરેકે ધાણા અને ફુદીનાનો ભરપુર ઉપયોગ કરવો જ જોઈએ…

ગુણકારી છે ફુદીનો અને કોથમરી ઉનાળાની સીઝન ચાલી રહી છે અને આ દરમિયાન બજારમાં ફુદીનો અને કોથમરી પણ ભરપૂર દેખાય છે. ધોમધખતા તાપમાં કોથમરી અને ફુદીનાનો ઉપયોગ સ્વાસ્થયની દ્રષ્ટિએ ખાસ માનવામાં આવે છે.

આ બન્ને વનસ્પતિઓના ઘણા અન્ય ખાસ ગુણોનો ઉલ્લેખ કરવા ઈચ્છી રહ્યો છુ કારણ કે ના માત્ર આ બન્ને આસાનીથી ઉપલબ્ધ હોઈ છે પરંતુ તેના અનેક એવા ઔષધિય ગુણ છે જેનો ઉલ્લેખ કરવો જરૂરી છે, વાત આખરે તમારા સ્વાસ્થયની જો છે.

ફુદીનાના ગુણ

અવારનવાર નમી વાળી ધરતી પર ઉગે છે. આમાં ઉડનશીલ તેલ મળી આવે છે જે પિપરમિંટ જેવી સુગંધ આપે છે. જંગલોમાં આદિવાસી તેનો પ્રયોગ ઘણી પ્રકારની સ્વાસ્થય સમસ્યાઓના નિદાન માટે કરે છે, જાણો ફુદીનાથી જોડાયેલા આદિવાસી હર્બલ જ્ઞાન અને અમુક હર્બલ નુસ્ખા.

ફુદીનાના થોડા પાન વાટીને તેનાં ત્રણ ટીપા લીંબુનો રસ નાખો અને આ મિશ્રણ ચહેરાના ખીલ, મુહાંસા પર લગાવો, ૫ મિનિટ બાદ ચહેરો ધોઈ લો, એક અઠવાડિયામાં સમસ્યા ખતમ થઈ જશે, ચહેરો ચમકી ઉઠશે.

શરદી-સળેખમ થવાની હાલતમાં ફુદીનાના પાનના રસનું એક એક ટીપુ નાકમાં નાખવાથી લાભ થાય છે. કાળુ મરચુ, ફુદીનો અને મીઠાનુ મિશ્રણ એક સાથે ચાવવાથી શરદીમાં ફાયદો થાય છે.

શિયાળામાં તાવ આવવા પર ફુદીનાના પાનનો રસ અને આદુના રસને સમાન માત્રામાં મેળવીને રોગીને આપવાથી આરામ મળે છે.

પાતાળકોટના આદિવાસીઓને અનુસાર લગભગ એક ગ્લાસ પાણીમાં ૧૦ ફુદીનાના પાન, થોડુ કાળુ મરચુ અને થોડુ સંચળ નાખીને ઉકાળો. પાંચ મિનિટ ઉકાળ્યા બાદ આ પાણી પીવાથી શરદી, ઉધરસ, સળેખમ અને તાવથી આરામ મળે છે.

જેમના મોંથી દુર્ગંધ આવવાની ફરિયાદ હોઈ, તેમણે ફુદનીનાના સુકા પાનને પીસીને તેનુ ચૂર્ણ બનાવીને તેને દાંતો પર મંજનની જેમ લગાવવુ જોઈએ આવુ કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે.

દાદ કે ત્વચા પર સંક્રમણ થવા પર ફુદીનાના પાનનો રસ દિવસમાં ૩-૪ વાર લગાવવામાં આવે તો આરામ મળે છે.

કોલેરા થવા પર છ ગ્રામ ફુદીનાના પાન અને એલચી (૩ ગ્રામ) લઇને ૧/૨ પાણીમાં ઉકાળવામાં આવ છે અને એક કલાકના અંતર પર દર્દીને આપવામાં આવે છે જેનાથી જીવ ગભરાવાનુ બંધ થઈ હાય છે.

કોથમરીના ગુણ

સામાન્યરીતે કોથમરી લીલા પાન અને બીજ સાથે દરેક ભારતીય રસોડામાં જોવામાં આવી શકે છે. આદિવાસી અનેક હર્બલ નુસ્ખામાં તેનો પ્રયોગ કરે છે. કોથમરીના ઔષધિય ગણો અને તેનાથી જોડાયેલા આદિવાસી હર્બલ ફોર્મ્યુલા બાબતમાં જાણો

લીલી કોથમરીના પાન અને પરવળના ફળોને સમાન માત્રા (૨૦ ગ્રામ પ્રત્યેક)માં લઈને વાટી લો અને એક પાવ પાણીમાં આખી રાત માટે પલાળી દો, સવારે તેને ગાળીને ત્રણ ભાગ કરી દરેક ભાગમાં થોડુ મધ નાખીને દિવસમાં ત્રણવાર દર્દીને આપવાથી પેટના કિટાણુ મરી જાય છે.

સૌંફ, મિશરી અને કોથમરીના બીજને સમાન માત્રામાં લઇને ચૂર્ણ બનાવીને ૬.૬ ગ્રામ પ્રતિદિ જમ્યા બાદ ખાવાથી હાથપગની બળતરા, એસિડીટી, પેશાબમાં બળતરા અને માથાનો દુખાવો દૂર થાય છે.

હાથપગમાં બળતરાની ફરિયાદ થવા પર સૌંફ સાથે સમાન માત્રામાં કોથમરીના બીજ અને મિશરીને ખાંડીને જમ્યા બાદ ૫.૬ ગ્રામ માત્રામાં લેવાથી થોડા જ દિવસોમાં આરામ મળી જાય છે.

કાચા ગવારની શીંગોને પીસીને તેમાં ટામેટા અને કોથમરીના લીલા પાન નાખીને ચટણી તૈયાર કરવામાં આવે અને રોજ સેવન કરવામાં આવે તો આંખોની રોશની વધુ સારી થાય છે અને સતત સેવનથી ઘણીવાર ચશ્મા પણ ઉતરી જાય છે.

લીલી તાજી કોથમરીના પાન લગભગ ૨૦ ગ્રામ અને તેમાં ચપટી કપૂર મેળવીને પીસી લો અને રસ ગાળી લો. આ રસના બે ટીપા નાકના છિદ્રોમાં બન્ને બાજુ નાખવાથી તેમજ માથા પર લગાવી હળવે હળવે ઘસવાથી નસકોરી તરત બંધ થઈ જાય છે.

થોડી કોથમરી પાણીમાં ઉકાળીને ઠંડી કરી જાડા કપડાથી ગાળીને શીશીમાં ભરી લો અને તેના બે ટીપા આંખોમાં નાખવાથી આંખોમાં બળતરા, દુખાવો, પાણી પડવુ જેવી સમસ્યાઓ દૂર થાય છે.

કોથમરી મહિલાઓમાં માસિક ધર્મ સબંધિત સમસ્યાઓને દૂર કરે છે. જો માસિક ધર્મ સાધારણથી વધુ હોઈ તો અડધા લીટર પાણીમાં લગભગ ૬ ગ્રામ કોથમરીના બીજ નાખીને ઉકાળો અને તેમાં ખાંડ નાખીને પી લેવામાં આવે તો ફાયદો થશે.

કોથમરીના ગુણ

*લીલા કોથમરીના પાનને શાકમાં નાખીને સેવન કરવાથી લોહીના વિકાર નષ્ટ થાય છે

*તેનાથી ભૂખ ખુલ્લીને લાગે છે અને પાચન ક્રિયા ઝડપી થઈ જાય છે.

*આ મનને ખૂશ કરે છે.

*આંખો માટે લીલી કોથમરી ખૂબ જ ગુણકારી હોઈ છે.

*કોથમરી, વાત, પિત અને કફના વિકારોમાં લાભ પહોંચાડે છે.

*આ વિર્ય અને પાચનશક્તિને વિકસિત કરે છે.

*મગજની ગરમી ઓછી કરે છે.

*પાગલપન માટે લાભદાયક છે.

*ધાતુ વિર્યદોષોને ખતમ કરે છે.

*ઉંઘ વધારે આવે છે.

*તેના ઉકાળાથી કોગળા કરવાથી મોમાં ચાંદા નથી પડતા.

*કોથમરીના સેવનથી પેશાબ છુટથી આવે છે.

KONICA MINOLTA DIGITAL CAMERA

*શ્વાસ, ઉધરસમાં કોથમરી ખૂબ જ ગુણકારી હોઈ છે.

*આ શરીરની નબળાઈને નષ્ટ કરવાની સાથે જ આંતરના કિટાણુને પણ દૂર કરે છે.

૧.માથાનો દુખાવો

કોથમરીને પીસીને માથા પર લેપની જેમ લગાવવાથી પિત (ગરમી)ને કારણે થનાર માથાનો દુખાવો મટી જાય છે.

કોથમરી અને આમળાને સમાન માત્રામાં લઈને રાત્રે સુતા સમયે પલાળી દો અને સવારે ગાળીને તેમાં મિશરી મેળવીને પીવાથી માથાનો દુખાવો મટે છે.

પિત કે ગરમીના કારણે થનાર માથાના દુખાવામાં કોથમરી, ચંદન અને ગુલાબના ફૂલને જીણા પીસી લો,અને તેને ઈસબગુલમાં મેળવીને ઘટ કરીને લગાવવાથી માથાનો દુખાવો મટી જાય છે.

૧ ચમચી કોથમરી, ૫ આખા કાળા મરચા, ૪ પાન તુલસીના અને બે લવિંગ લઈ ઉકાળો બનાવીને પીવાથી શરદી અને સળેખમને કારણે થનાર માથાનો દુખાવો મટે છે.

૧૦ ગ્રામ સુકી કોથમરી, ૫ ગ્રામ આમળાનુ ચૂર્ણ અને ૪ લવિંગને પીસી સિંધાલા સાથે ચાટવાથી કે માથા પર લેપ કરવાથી ગરમીને કારણે થનારો માથાનો દુખાવો મટી જાય છે.

૨ હોઠ ફાટવા:- કોથમરી, રાલ, ગેરુ, મીણ, ઘી અને સિંધાલુ સમાન માત્રામાં લઈ પીસી અને ગાળીને લેપ કરવાથી ફાટેલા હોઠ બરાબર થઈ જાય છે.

૩.પગમા બળતરા:-સુકી કોથમરી અને મિશરીને સમાન માત્રામાં લઈને પીસી લો. પછી તેની ૨ ચમચી રોજ ૪ વાર ઠંડા પાણી સાથે લેવાથી હાથપગની બળતરા મટી જાય છે.

૪.યાદશક્તિ નબળી હોવી:-૫૦૦ ગ્રામ પાણીમાં ૧૨૫ ગ્રામ કોથમરી ઉકાળો, અને પાણી જ્યારે એક ચતુર્થાંશ માત્રામાં રહી જાય તો તેને ગાળીને તેમાં ૧૨૫ ગ્રામ મિશરી મેળવીને તેને ઘટ થવા સુધી ગરમ કરી રોજ ૧૦ ગ્રામની માત્રામાં ચાટવાથી મગજની નબળાઈ દૂર થઈ જાય છે અને બુધ્ધિનો વિકાસ થાય છે.

કોથમરીના રસને માથામાં લગાવવાથી યાદશક્તિ તેજ થાય છે.

૫.બાળરોગોની ઔષધિ:-કોથમરી, અતીસ, કાકડસિંગી અને ગજપીપળ મેળવીને ચૂર્ણ બનાવીને મધ સાથે મેળવીને ચટાડવાથી બાળકોને ઝાળા અને ઉલ્ટી રોગ મટી જાય છે.

જો બાળકની નાભિ ઉથલી ગઈ હોઈ, તો લીલી કોથમરી પીસીને લગાવવાથી લાભ થાય છે.

કોથમરી, લોધ્ર, ઈન્દ્રજો, આમળા, સુગંધવાલા અને નાગરમોથાને જીણુ પીસીને મધમાં મેળવીને બાળકને ચટાડવાથી તાવ મટી જાય છે.

૬.ગળાનો સોજો:-ગળામાં સોજો આવવાની દશામાં કોથમરીના દાણા પીસીને તેમાં ગુલાબજળ મેળવીને ગળા પર ચંદનનિુ જેમ લગાવવાથી ગળાનો સોજો ઉતરી જાય છે.

૭.ગળાનો દુખાવો:-દર ૩-૩ કલાકની અંદર ૨ ચમચી સુકી આખી કોથમરી ચાવી ચાવીને ચૂસતા રહેવાથી દરેક પ્રકારનો ગળાનો દુખાવો મટે છે.

સુકી કોથમરીને મિશરીમાં મેળવીને દર્દીને ચાવવા કે ચૂસવા કહો. તેનાથી ગળાનો દુખાવો મટી જાય છે.

પિત રોગ (ગરમીનો વિકાર):- લગભગ ૩ ગ્રામની માત્રામાં આખી સુકી કોથમરી લઈ પીસીને ચૂર્ણ બનાવી લો,પછી તેને ઠંડા પાણી અને મિશરી સાથે મેળવીને ઉનાળાના દિવસોમાં પીવાથી પિતના કારણે થનાર રોગોથી છૂટકારો મળી જાય છે.

૮.શરીરની બળતરા:-રાત્રે ચાર ચમચી કોથમરી અને એટલા જ ચોખા પાણીમાં પલાળી દો. તેને સવારે ગરમ કરી પીવો અથવા રાત્રે કોથમરી પલાળી દો અને સવારના સમયે મિશરી નાખીને ગાળીને પીવો તેનાથી શરીરની ગરમી અને પેટની બળતરા નષ્ટ થઈ જાય છે.

રાત્રે કોથમરીને પાણીમાં પલાળી અને સવારે જાગ્યા બાદ તેને ગાળીને તેમાં મિશરી નાખીને પી લો. તેનાથી શરીરની ગરમી અને પેટની બળતરા દૂર થઈ જાય છે.

૯.પેશાબમાં બળતરા:-જો વધુ તરસ, પેટ, શરીર કે પેશાબમાં ક્યાંય બળતરા થાય તો ૧૫ ગ્રામ કોથમરીને રાત્રે પલાળી દો. સવારના સમયે તેને ઠંડાઈની જેમ પીસીને મિશરી નાખીને સેવન કરો. આ પ્રયોગથી હ્દયના તેજ ધબકારા સામાન્ય થઇ જાય છે. કોથમરી અને આમળા રાત્રે પલાળીને સવારના સમયે મસળીને પીવાથી પેશાબની બળતરા દૂર થાય છે.

૧૦.અનિદ્રા:-ખાંડ અને પાણી સાથે લીલી કોથમરી પીસીને દર્દીને પીવડાવવાથી માથાનો દુખાવો દૂર થવાની સાથે જ સારી ઉંઘ આવે છે.

૧૧.માસિક ઘર્મ વધુ માત્રામાં આવવો:- લગભગ ૨૦ ગ્રામ કોથમરીને ૨૦૦ ગ્રામ પાણીમાં નાખીને ઉકાળો જ્યારે ૫૦ ગ્રામ પાણી વધે તો તેને ગાળીને તેમાં મિશરી મળેવીને દર્દીને સેવન કરાવી દો. આ પ્રયોગથી માસિક ધર્મમાં વધુ લોહી આવવાનુ બંધ થઈ જાય છે.

૧૦ ગ્રામ સુકી કોથમરી લઈ લગભગ ૨૦૦ ગ્રામ પાણીમાં ઉકાળો. જ્યારે આ એક ચતુર્થાંશની માત્રામાં રહી જાય તો તેને ગાળીને ખાંડ મેળવીને હળવા ગરમ પાણી સાથે સવારના સમયે ૩-૪ વાર દર્દીને પીવડાવવાથી માસિક ધર્મનો વધુ આવવાનુ ઓછુ થઈ જાય છે.

ફુદીનાના પાન નો મુખ્ય રુપથી ચટણી બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેની ચટપટી ચટણી ભોજનના સ્વાદને બમણો કરી દે છે. ફુદીનો મુખ્ય અાહાર તો નથી પરંતુ તેની હાજરીથી ભોજનનો સ્વાદ વધી જાય છે. તેના સિવાય ફુદીનાના પાન ઓષધિય ગુણોથી ભરપૂર હોઈ છે. પાચન માટે આ એક અચૂક ઉપાય છે. તેના સેવનથી પાચનક્રિયા પણ સારી રહે છે.

૧.જો તમારા મોંમાથી દુર્ગંધ આવે છે તો ફુદીનાના પાન ચાવી લો. નિયમિત તેના પાણીથી કોગળા કરવાથી પણ દુર્ગંધ દૂર થાય છે.

૨.ફુદીનો ત્વચાથી જોડાયેલી ઘણી બિમારીઓમાં પણ એક અચૂક ઉપચાર છે.

૩.ઉનાળામાં ગરમી અને લૂથી બચવા માટે પણ ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે ફૂદીનાનું શરબત કે તેનો રસ બનાવીને એને પીધા પછી ઘરની બહાર નિકળવાથી તડકો લાગવાનો ડર પણ ઓછો રહે છે.

૪. હૈજા થવા પર પણ ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. હૈજા થવા પર ફુદીનો, કાંદાનો રસ, લીંબુનો રસ સમાન માત્રામાં મેળવીને પીવાથી ફાયદો થશે.

૫.ઉલ્ટી થવા પર અડધો કપ ફુદીનાનો રસ પીવાથી ઉલ્ટી બંધ થઈ જશે.

૬.પેટનો દુખાવો થવા પર પણ ફુદીનાને જીરુ, સંચળ અને હીંગ સાથે મેળવીને ખાવાથી આરામ મળે છે.

૭.ફુદીનાના તાજા પાન પીસીને ચહેરા પર લગાવવાથી ચહેરાને ઠંડક મળે છે

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ