શરીર પણ આ રીતે થાય છે ઘરડુ, માત્ર ઉંમર જ નહિં..

મનુષ્યની જિંદગી સંબંધોથી લઈને ઉંમર સુધીમાં કેટલાક પડાવો છે. નાનપણ, યુવાની અને પછી ઘડપણ આવવું સ્વાભાવિક છે.

image source

આને એ રીતે પણ સમજી શકાય છે કે જો કોઈનો જન્મ આ ધરતી પર થયો છે તો તેના જીવનમાં એક નિર્ધારિત સમય પછી ઘરડાપણું આવવું નિશ્ચિત છે. ઉપરાંત આ સત્યને ના તો બદલી શકાય છે કે ના તો નકારી શકાય.

ઉંમરના દરેક પડાવમાં આવતા પહેલા શરીરમાં કેટલાક બદલાવ આવે છે. જે અમે આપને આ લેખ દ્વારા જણાવીશું. તેમજ આ લેખમાં અમેં આપને ઘરડાપણું લાવતા કેટલાક અલગ અલગ કારકો વિશે પણ જણાવીશું.

image source

સામાન્ય રીતે ૬૦ વર્ષની ઉંમર પછી વૃદ્ધાવસ્થા માનવામાં આવે છે પરંતુ જો કોઈ આ ઉંમર સુધી આવતા આવતા કોઈ વ્યક્તિ ફિટ પણ છે અને રોગ રહિત પણ, તો શું તે વ્યક્તિ ઘરડી છે? આ એક મહત્વનો પ્રશ્ન છે. પણ આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે અને ગુંચવણ દૂર કરવા માટે શોધકર્તાઓએ આ સવાલનો ચાર ચરણો શોધાયા છે જે આપને એ જણાવશે કે સાહેબ હવે આપ ઘરડા થઈ ચૂક્યા છો.

કેવી રીતે કરવામાં આવી છે રિસર્ચ?

image source

નેચર મેડિસિન દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરાયેલ એક રિપોર્ટ મુજબ સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીના મેડિકલ સ્કૂલના શોધકર્તાઓએ મનુષ્યની ઉંમર વધવાની સાથે ઘરડાપણ આવવાના ચાર વર્ગોમાં વિશ્લેષણ કર્યું છે. જેમાં મેટાબોલિક, ઇમ્યુન, લીવર અને કિડનીની કાર્યક્ષમતા સામેલ છે.

શોધકર્તાઓનું આ વિશ્લેષણાત્મક અધ્યયન બે થી ત્રણ વર્ષ સુધી ચાલ્યું, જેમાં ૩૪ થી લઇને ૬૮ વર્ષ સુધીના ૪૩ સ્વસ્થ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન શોધકર્તાઓને એ લોકોમાં મળી આવેલ જીવાણુ અને જૈવિક અણુઓનું મૂલ્યાંકન કર્યું.

ઘરડાપણા માટે આવી વસ્તુઓને આધાર બનાવાયો.:

image source

પ્રોટીન, મેટાબોલિઝમ (પાચન કે શરીરની અન્ય રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બનવાવાળો પદાર્થ) લિપિડ(ફેટ)ની તપાસ કર્યા પછી શોધકર્તાઓએ એજિંગ(ઉંમર વધવાની પ્રક્રિયા)ના ચાર પ્રકાર બતાવ્યા. આનો પહેલો પ્રકાર મેટાબોલિક એટલે કે ચયાપચય પ્રક્રિયા છે. જેનો સંબંધ ચયાપચય થી જોડાયેલ વિકારોથી છે.

બીજો પ્રકાર પ્રતિરક્ષા તંત્ર ત્રીજો પ્રકાર લીવર અને ચોથો પ્રકાર છે કિડનીની સમસ્યાથી જોડાયેલ છે.

image source

આ રિસર્ચના મુખ્ય શોધકર્તા પ્રોફેસર સનાઇડર અને તેમના સહકર્મીઓ મુજબ મેટાબોલિક એજિંગ(ઉમરની સાથે પાચન નબળું થવું)વાળા લોકોમાં ડાયાબિટીસ જેવી વધતી રહેવાવાળી બિમારીઓની આશંકા વધારે રહે છે. ઉમર વધવા પર આવા લોકોનું હિમોગ્લોબિન એ1સી નું લેવલ પણ વધી શકે છે. હિમોગ્લોબિન એ1સી બ્લડ સુગર લેવલને માપવામાં આવે છે.

એક નહિ, કેટલાક પ્રકારથી ઘરડું થાય છે શરીર.

image source

શોધકર્તાઓની ટીમને આ પણ મળી આવ્યું કે મનુષ્યમાં એક પકરથી જ નહિ, પરંતુ બે કે તેથી વધારે પ્રકારથી એજિંગ થાય છે. આવા પ્રકારના ઘરડા થવા પર વ્યક્તિમાં એક સાથે જ કેટલાક વિભિન્ન સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ રહે છે.

એજિંગના પ્રકારો સિવાય અધ્યયનકર્તાઓની ટીમએ લોકોમાં ઉમર વધવાના દરમાં પણ અંતર મળી આવ્યું છે. શોધકર્તાઓનું કહેવું છે કે આ રિસર્ચના પરિણામ થી લોકોને સ્વસ્થ જીવન જીવવા અને જીવન પર વધારે નિયંત્રણ મેળવવામાં મદદ મળે છે.

શું હકીકતમાં વધતી ઉમરને રોકવી સંભવ છે?

image source

પ્રોફેસર સનાઇડર અને તેમની ટીમને અન્ય કારકો પર પણ ધ્યાન આપ્યું જે એજિંગની પ્રક્રિયાને અલગ પ્રકારથી પ્રભાવિત કરે છે. આનો મતલબ છે કે ઇન્સ્યુલીનના પ્રત્યે સંવેદનશીલ સ્વસ્થ વ્યક્તિઓમાં એજિંગની તુલના એ લોકો સાથે કરવામાં આવી જેમાં ઇન્સ્યુલીન પ્રતિરોધ હતું સાથે જ તેમનું શરીર પ્રભાવી રીતથી બ્લડ સુગર નથી બનાવી રહ્યું હોતું.

શોધકર્તાઓને મળી આવ્યું કે ઉમર વધવા પર ઇન્સ્યુલિનના પ્રત્યે સંવેદનશીલ અને ઇન્સ્યુલીન પ્રતિરોધ વાળા લોકોમાં લગભગ ૧૦ અણુઓમાં મહત્વપૂર્ણ ભિન્નતા હતી. એમાંથી કેટલાક અણુ પ્રતિરક્ષા પ્રણાલીના કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

image source

આ બધુ જ જોવા જઈએ તો શોધકર્તાઓની ટીમને મળી આવ્યું કે લગભગ એવા ૧૦ અણુઓ હતા, જે વૃધ્ધવસ્થામાં ઇન્સ્યુલીન સંવેદનશીલ અને ઇન્સ્યુલીન પ્રતિરોધવાળા લોકોમાં ઘણા અલગ હતા. આ અણુઓમાં કેટલાક અણુઓને લોકોની ઇમ્યુનિટી સિસ્ટમને બનાવી રાખવામાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવે છે.

કેટલાક પ્રતિભાગીઓમાં હિમોગ્લોબિન એ1સી અને ક્રિએટીનનું સ્તરમાં બદલાવને એજિંગ માટે જવાબદાર મળી આવ્યું. આના કારણથી કિડનીની કાર્યક્ષમતા ધીમી થઈ જાય છે. ત્યાં જ કેટલાક લોકોમાં જીવનશૈલીમાં બદલાવ કર્યા પછી પણ અધ્યયનના દરમિયાન કોઈ સુધારો નથી જોવામાં આવ્યો.

image source

આ રિસર્ચથી ખબર પડે છે કે આપણું શરીર ફક્ત એક પ્રકારથી જ ઘરડું નથી થતું પરંતુ કેટલાક કારકો મળીને તેને નબળું અને ઘરડું બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ